ટિક ટોક ફરીથી આવ્યું પ્લે-સ્ટોર પર હવે કરી શકાશે ડાઉનલોડ

ટિક ટોક ફરીથી આવ્યું પ્લે-સ્ટોર પર હવે કરી શકાશે ડાઉનલોડ

ભારતમાં સૌથી લોકોપ્રિય શોર્ટ વિડીયો એપ TikTok પર પ્રતિબંધ દુર કરવાના લગભગ ૧ અઠવાડિયા પછી પ્લે-સ્ટોર અને એપ સ્ટોર પર ફરીથી આવી ગયું છે. યુજર્સ હવે ગુગલ પ્લે-સ્ટોર અને એપલના એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે. જણાવી દઈએ છેલ્લા બુધવારે મદ્રાસ હાઈકોર્ટે આ મામલામાં સુનવાઈ પછી એપ પરથી પ્રતિબંધ અટકાવી દીધો હતો.

ટિક ટોક પર અશ્લીલ વિડીયો અને બાળકોના અશ્લીલ વિડીયોને વધારે પ્રચાર કરવાનો આરોપ લાગ્યો હતો. એની જાણકારી મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપી હતી. આ સબંધમાં કોર્ટમાં એક જનહિત યાચિકા પણ દાખલ કરવામાં આવી હતી જેના પર સુનવાઈ પછી TikTok પર લાગેલા પ્રતિબંધ ને દુર કરી દીધો હતો.

૨૪ એપ્રિલે TikTok ની બાબત પર મદ્રાસ હાઈકોર્ટમાં સુનવાઈ થઇ હતી. TikTok પર એડવોકેટ મુથુકુમાર તરફથી કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો. એ પછી એ મામલા પર મદુરાઈ બેંચે સુનવાઈ કર્યા પછી પ્રતિબંધ દુર કરવાનો આદેશ આપ્યો, પ્રતિબંધ કાઢવાની સાથે આ શરત પણ રાખી હતી કે TikTok એપ પર એવા વિડીયો અપલોડ ન થવા જોઈએ. જો તે અશ્લીલ હશે અને એવું થાય છે તો કંપનીને ૩૬ કલાકની અંદર વિડીયો ઉપ્લોદ કરવા વાળા  વિરુદ્ધ કારવાહી કરવી પડશે અને વિડીયોને કાઢવો પડશે.

જણાવી દઈએ કે TikTok ને ઓપરેટ કરતી કંપની બાઈટડાંસ ને ભારતમાં મદ્રાસ હાઈકોર્ટ દ્વારા એપ પર પ્રતિબંધ લગાવ્યા પછી કહ્યું હતું કે એને દરરોજ પાચ લાખ ડોલર નુકશાન થઇ રહ્યું છે. તે કંપનીમાં કાર્યરત ૨૫૦ લોકોની નોકરી પણ ખતરામાં પડી ગઈ છે. આ એપને બાઈટડાંસ ટેકનોલોજીએ બનાવી છે, જેનું મુખ્યલય બીજિંગમાં છે.