ફેની વાવાઝોડામાં ભારતની આ કમાલ જોઈને દુનિયાના દેશો ચોંકી ગયા

ગઈકાલે ભયાનક ચક્રવાત ફનીનો સામનો કરનારા ઓરિસ્સાએ દુનિયાને એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. રાજ્ય સરકારે પોતાના શાનદાર પ્લાનિંગના જોરે જાનહાનીને નહિવત બનાવી દઈ સૌને ચોંકાવી દીધા છે. દુનિયાના દેશો પણ ભારતમાં થયેલી આ કામગીરી જોઈને ચોંકી ગયા છે.

ગઈ કાલે  આવેલું ભયાનક વાવાઝોડું ફની દુનિયાભરમાં હાહાકાર મચાવનારા વાવાઝોડામાંનું એક હતું.  ઓરિસ્સાના જડબે સલાક પ્લાનિંગના કારણે આ વાવાઝોડામાં માત્ર 6 જ લોકોના મોત થયા હતાં. દુનિયાભરના દેશો રીતસરના મોં માં આંગળા નાખી ગયા છે.કારણ કે આ અગાઉ ઓરિસ્સામાં આવેલા આવા જ વાવાઝોડાએ 10 હજાર લોકોનો જીવ લીધો હતો. જયારે એનાથી ભયાનક આ વાવાઝોડામાં મૃત્યુઆંક લગભગ ના બરાબર છે.

ઓરિસ્સા સરકારે લોકોને સચેત કરવામાં અને લોકોને સુરક્ષિત સ્થળ લઈ જવામાં પોતાની તમામ તાકાત વાપરી દીધી હતી. વાવાઝોડા પહેલા 43 હજાર કાર્યકર્તાઓ, 1000 ઈમરજન્સી કર્મચારીઓ, ટીવી પર જાહેરાતો, સમુદ્રી કિનારા વિસ્તારોમાં સાયરન લગાવવા,  જેવા આ તમામ ઉપાય રાજ્ય સરકારે કર્યા જે સાર્થક પણ નિવડ્યા.

ઓરિસ્સાના સમુદ્ર કિનારે ત્રાટકેલા વાવાઝોડા ફની દરમિયાન હવાની ઝડપ 220 કિલોમીટર પ્રતિ કલાક હતી. બસ,, કાર, ક્રેન, મોબાઈલ ટાવર, ઝાડ બધું જ વાવાઝોડા સામે ટકી શક્યું નહોતું.  નજારો ભલભલાના કાળજા કંપાવી નાખે તેવો હતો, પરંતુ જે પ્રકારે સંપત્તિને નુંકશાન થયું હતું તેની સરખામણીએ મૃતાંક ના બરાબર હતો.

જે સ્થળો પર સૌથી વધારે અસર થઈ શકે તેમ હતી તેને સમય પહેલા જ ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. નિષ્ણાંતો સફળતા ગણાવી રહ્યાં છે.  નૌકાદળના પૂર્વ અધિકારી  અભિજીત સિંહે કહ્યું હતું કે, સરકારી મશીનરી આટલી ગંભીરતા દાખવશે તેની ઓછા લોકોને આશા હતી.  1999માં આવેલા વાવાઝોડા બાદ જો કોઈ સૌથી સારી વાત થઈ હતી તો તે હતી વાવાઝોડાથી બચવા માટે બાંધવામાં આવેલા શેલ્ટર હોમ. સમુદ્રી કિનારાઓથી થોડા કીલોમીટર દૂર બનેલા આ સેલ્ટર હોમ વાવાઝોડા દરમિયાન લોકોને બચાવવાનો સૌથી સફળ ઉપાય સાબિત થયા છે.

વાવાઝોડા પહેલા ઓરિસ્સાના સ્થાનિક ઈમરજન્સી પ્રાધિકરણ અને એનડીઆરએફની ટીમો સક્રિય બની હતી. એનડીઆરએફે 65 ટીમો મેદાનમાં ઉતારી હતી.જે આ વિસ્તારની અત્યાર સુધીની સૌથી મોટી તૈનાતી છે. એક ટીમમાં 45 લોકો શામેલ હોય છે.ફનીનો સામનો કરવા માયે યુદ્ધસ્તરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પુરીના ગોપાલપુરમાં સેનાની ત્રણ ટુકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી  નૌકાદળે રાહત કાર્યો માટે 3 જહાજ અને 6 હેલિકોપ્ટર્સ તૈનાર કર્યા હતાં.

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. સરકારી ભરતી વોટ્સએપ ગ્રુપ આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…