મિનિટોમાં જ બની જશે વર્ચ્યુઅલ આધાર ID, જાણો પૂરી પ્રોસેસ

જો તમે તમારો આધાર નંબર કોઈને પણ આપવા માંગતા નથી, તો કોઈ સમસ્યા નથી. આધાર કાર્ડ જાહેર કરનાર સંસ્થા, યુઆઇડીએઆઇએ વર્ચ્યુઅલ આઈડીના સ્વરૂપમાં આધાર કાર્ડનો વિકલ્પ આપ્યો છે. તે 16 અંકોનો નંબર છે જેને આધારના વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. વીઆઇડીથી તમને તમારા આધાર નંબર વગર ખાનગી અને સરકારી સંસ્થાઓમાં વ્યવહારો અને ઇ-કેવાયસી સેવાઓને પ્રમાણિત કરવાની તક મળે છે.

વર્ચ્યુઅલ આઈડી શું છે?

વર્ચ્યુઅલ આઈડી 16 અંકનો નંબર છે, જે આધાર ધારક દ્વારા બનાવવામાં અથવા બદલી શકાય છે. વર્ચ્યુઅલ આઈડીને આધાર ધારક અનેક વખત બદલી શકે છે. હાલમાં વર્ચુઅલ આઈડી ઓછામાં ઓછા એક દિવસ માટે માન્ય છે. આનો અર્થ છે કે આધાર ધારક એક દિવસ પછી વર્ચુઅલ આઈડી ફરીથી જનરેટ કરી શકે છે. જ્યાં સુધી ધારક નવું ID બનાવે નહીં ત્યાં સુધી વર્ચુઅલ ID માન્ય રહેશે. એક સમયે કોઈ પણ આધાર કાર્ડ માટે ફક્ત એક જ સક્રિય વર્ચ્યુઅલ આઈડી હોઈ શકે છે.

કેવી રીતે બનાવવું વર્ચ્યુઅલ આઈડી ?

વર્ચ્યુઅલ ID જનરેટ કરવા માટે સૌથી પહેલા યૂઝર્સે યુઆઇડીએઆઇની અધિકૃત વેબસાઇટ https://www.uidai.gov.in પર લોગિન કરવું પડશે. લૉગિન પછી યૂઝર્સ આધાર સર્વિસમાં જઇને વર્ચ્યુઅલ આઈડી પર ક્લિક કરવું પડશે.

હવે એક પઇઝ ખુલશે જેમાં તમારે 16 અંકોનો મૂળ અંક દાખલ કરવો પડશે. ત્યારબાદ સુરક્ષા કોડ દાખલ કરો અને OTP જનરેટ કરો. આ OTP તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે.
બાદમાં OTP દાખલ કરો અને જનરેટ VID પર ક્લિક કરો. પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી તમારી પાસે વીઆઇડી જનરેટ થવાનો મસેજ આવશે.
વર્ચુઅલ ID ત્યા સુધી માન્ય રહેશે જ્યા સુધી યૂઝર બીજુ વર્ચ્યુઅલ ID બનાવશે નહીં.

ક્યાં ઉપયોગ કરી શકો?

નવુ બેંક ખાતું ખોલાવવા, સરકારી સબસિડી મેળવવા, તાત્કાલિક પાસપોર્ટ માટે અરજી કરવા અને નવી વીમા પોલિસી ખરીદવા માટેનો આધાર ફરજિયાત છે. આ તમામ કિસ્સાઓમાં તમે તમારો આધાર નંબર આપવાને બદલે 16 અંકનું વર્ચ્યુઅલ ID આપી શકો છો.

નવી BPL યાદી 2019 ગુજરાત સરકાર ની જાહેરાત અહીં કિલક કરો

હવે 1 કલાકમાં મળશે ડ્રાઇવિંગ લાયસન્સ, નહીં જોવી પડે રાહ વધુ જાણવા માટે અહિ કિલક કરો

ધોરણ ૧૦ અને ૧૨ પછી શું ? વધુ જાણવા માટે અહિ કિલક કરો