લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટુંક સમયમાં દસ્તાવેજ ચકાસણી કાર્યક્રમ ની જાહેરાત કરવામાં આવશે તેવી લોકરક્ષક બોર્ડ ની વેબસાઇટ પર માહિતી મુકવામાં આવી છે.

લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી

(૧) તા.૨૬/૦૨/૨૦૧૯ થી તા.૦૮/૦૩/૨૦૧૯ દરમ્યાન શારીરીક કસોટી યોજવામાં આવેલ અને તેનું પરીણામ તા.૧૯/૦૩/૨૦૧૯ નારોજ જાહેર કરવામાં આવેલ.

(ર) દસ્તાવેજ ચકાસણીની યાદી માટે શારીરીક કસોટીમાં પાસ (કવોલીફાઇડ) થયેલ ઉમેદવારોમાંથી (૧) લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણ (૨) વધારાના ગુણ (રમતગમત, NCC “C” સર્ટી., રક્ષા શકિત યુનિવસિર્ટી અને વિધવા) અને (૩) શારીરીક કસોટીના મળેલ ગુણનો સરવાળો કરી કુલ ગુણના મેરીટ આધારે કેટેગીરી વાઇઝ ખાલી જગ્યાના આશરે ૧.૫ (દોઢ) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાનું નકકી કરવામાં આવેલ છે. કેટેગીરી પ્રમાણે કુલ ગુણના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે. (કટ ઓફ માર્કસ એટલે જે-તે કેટેગીરીમાં કુલ ગુણમાં છેલ્‍લા ઉમેદવારના માર્કસ)

(૩) માજીસૈનિક ઉમેદવારના કિસ્સામાં જે-તે કેટેગીરી કટઓફના ૨૦% ઓછા કરી કટઓફ નકકી કરવામાં આવેલ છે.

(૪) ઉપરોકત જણાવેલ કટ ઓફ મુજબ શારીરીક કસોટીની યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો…. (નોંધઃ ઉપરોકત કટ ઓફ મુજબ સમાવેશ થયેલ ઉમેદવારોની જ યાદી મૂકવામાં આવેલ છે)

(પ) જે ઉમેદવારોના રમત-ગમત, NCC “C” સર્ટી., રક્ષા શકિત યુનિવસિર્ટી અને વિધવાના નિયમ મુજબ ગુણ મૂકવામાં આવેલ છે આવા ઉમેદવારોની દસ્‍તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેરવામાં આવેલ ગુણ રદ થશે જે તમામને બંધનકર્તા રહેશે.

(૬) લેખિત પરીક્ષા સમયે CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે. તદઉપરાંત સમગ્ર પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.

(૭) ઉમેદવારોની અત્‍યાર સુધી કોઇ ડોકયુમેન્‍ટ (પ્રમાણપત્ર)ની ચકાસણી થયેલ નથી જેથી દસ્તાવેજ ચકાસણી દરમ્યાન કોઇ પણ પ્રમાણપત્ર નિયામોનુસાર નહીં હોય તો ઉમેદવારી રદ થવાને પાત્ર થશે તેમજ આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમ્‍યાન કોઇપણ ઉમેદવાર કોઇપણ તબકકે ગેરલાયક હોવાનું ધ્‍યાન ઉપર આવશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે. અથવા કોઇપણ ઉમેદવાર વિરૂધ્‍ધ નિયમભંગ બદલ અથવા ગેરરીતીનો કોઇ પુરાવો મળશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે.

(૮) દસ્તાવેજ ચકાસણી તા.૧૨/૦૫/૨૦૧૯ પછી કોઇપણ તારીખથી ચાલુ થનાર છે જેની વિગતો તેમજ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

થોડા દિવસ પહેલા ચુંટણી પંચ પાસે  મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી જેના જવાબમાં ચુંટણી પંચ દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેથી પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટુંક સમયમાં દસ્તાવેજ ચકાસણી કાર્યક્રમ યોજવામાં આવશે.

લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી

ભારતીય ચુંટણી પંચ દ્વારા તાજેતરમાં જ લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી હાથ ધરવા મંજૂરી આપેલ હોવાથી દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી વેબસાઈટ ઉપર તારીખ 07/05/2019 સુધી માં જાહેર કરવામાં આવશે

જેથી આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડ અથવા તો અન્ય કોઈ જગ્યા અથવા અધિકારીને ફોન ઉપર પુચ્છા નહીં કરવા તમામ ઉમેદવારોને વિનંતી

લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી

(૧) ભારતીય ચુંટણી પંચ ધ્વારા તાજેતરમાં જ લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી હાથ ધરવા મંજુરી આપેલ હોવાથી દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી વેબ સાઇટ ઉપર તા.૦૭/૦૫/૨૦૧૯ સુધીમાં જાહેર કરવામાં આવશે.

(ર) જેથી આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડ અથવા તો અન્ય કોઇ જગ્યા અથવા અધિકારીને ફોન ઉપર પુચ્છા નહીં કરવા તમામ ઉમેદવારોને વિનંતી છે.

ભરતી બોર્ડ વિશે

લોકરક્ષક ભરતી બોર્ડની ફરજો 

લોકરક્ષક ભરતી બોર્ડ ધ્‍વારા ભરતી અંગેની તમામ કામગીરી જેવી કે, દૈનિકપત્રોમાં જાહેરાત આપી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ OJAS સોફટવેર મારફતે મેળવી સરકારશ્રીના નિયમોનુસાર લેખિત પરીક્ષા તેમજ શારીરીક કસોટી લેવાની કામગીરી કરશે. ત્‍યારબાદ પરીણામ જાહેર કરવા અંગેની કામગીરી કરશે. આ અંગેની તમામ વ્‍યવસ્‍થા લોકરક્ષક ભરતી બોર્ડે કરવાની હોય છે.

એકદંરે ભરતી બોર્ડ ધ્‍વારા ભરતી નિયમો, પરીક્ષા નિયમો અને પ્રસ્‍થાપિત અનામત અંગેની નિતીને અનુસરીને પરીક્ષાની શરૂઆતથી આખરી પરીણામ સંવર્ગવાર તૈયાર કરવાની તમામ કામગીરી લોકરક્ષક ભરતી બોર્ડની ફરજમાં આવે છે.

લોકરક્ષક ભરતી બોર્ડ ધ્‍વારા પારદર્શક અને નિષ્‍પક્ષ ભરતી યોજાય તે અંગે લીધેલ પગલા 

ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને કોઇ પણ જાતની ગેરરીતી વગર તેમજ નિષ્‍પક્ષ રીતે થાય તે માટે ભરતી બોર્ડ ધ્‍વારા પુરતા પગલા લેવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે.

(૧) લેખિત પરીક્ષા માટે બેઠક વ્‍યવસ્‍થા ઉમેદવારોને પોતાના જીલ્‍લામાં નહીં ફાળવતા અન્‍ય જીલ્‍લાઓમાં ફાળવણી કરવામાં આવશે.

(ર) સામાન્‍ય રીતે સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં પ્રશ્‍નપત્ર A,B,C,D એમ ચાર સીરીઝમાં જ કાઢવામાં આવે છે પરંતુ ભરતીની પ્રિલિમીનરી પરીક્ષામાં ૩૦ (ત્રીસ) સીરીઝમાં કાઢવામાં આવશે જે વર્ગ દીઠ સમાવિષ્‍ટ કુલ-૩૦ ઉમેદવારોને અલગ અલગ સીરીઝના પ્રશ્‍નપત્ર આપવામાં આવશે કે જેથી ગેરરીતી કરવાનો અવકાશ રહેશે નહીં.

(૩) લેખિત પરીક્ષા માટે ઉમેદવારોને સમય કરતાં બે કલાક અગાઉ બોલાવવામાં આવશે અને તેઓનું બાયોમેટ્રીક રજીસ્‍ટ્રેશન કરવામાં આવશે. જેમાં ઉમેદવારના બંન્‍ને હાથની પ્રથમ આંગળી (Index Finger)ની છાપ લેવામાં આવશે.

(૪) દરેક ઉમેદવારોના લેખિત પરીક્ષા વખતે ફોટોગ્રાફ પણ લેવામાં આવશે.

(૫) લેખિત પરીક્ષા માટે શહેર/જીલ્‍લા કક્ષાએ જયાં CCTV Camera ની સુવિધા છે તેવા જ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે.

(૬) દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક વિડીયોગ્રાફર પણ રાખવામાં આવશે.

(૭) લેખિત પરીક્ષાના સાહીત્‍યની સુરક્ષા માટે સ્‍ટ્રોંગ રૂમો બનાવવામાં આવશે જે સ્‍ટ્રોંગ રૂમો ઉપર સતત ૨૪ કલાક માટે CCTV Camera કાર્યરત રહેશે.

(૮) શારીરીક કસોટી તથા દસ્‍તાવેજ ચકાસણી વખતે લીધેલ ફીંગરપ્રિન્‍ટથી વેરીફીકેશન કરવામાં આવશે.

(૯) શારીરીક કસોટી વખતે ઉમેદવારોના ફરીથી ફોટોગ્રાફ લેવામાં આવશે.

(૧૦) શારીરીક કસોટી માટેની દોડમાં CCTV Camera લગાડવામાં આવશે. જેથી દોડમાં કોઇ ટુકો માર્ગ (Short Cut) અપનાવી શકે નહીં.

(૧૧) શારીરીક કસોટી માટેની R.F.I.D. કે જેનો ઉપયોગ ઓલિમ્‍પીકસની દોડમાં થાય છે તેનો ઉપયોગ કરવામાં આવશે.

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. સરકારી ભરતી વોટ્સએપ ગ્રુપ આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…