20 રૂપિયાની નવી નોટઃ અલોરાનું ગુફા ચિત્ર તેમજ જાણો શું છે અન્ય ખાસીયત

હવે આપને 20 રૂપિયાની નવી નોટ થોડા દિવસમાં જોવા મળી જશે. RBI શુક્રવારેના રોજ જાહેરાત કરી હતી. તેમાં જણાવેલ કે, 20 રૂપિયાની નવી નોટ લાવવાની વાત કરી હતી. નોટ ઉપર ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર જોવા મળશે. પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવતી અલોરાની ગુફાનું ચિત્રણ હશે. આ નોટનો કલર લીલો અને પીળો બંને ભેગા જોવા જેમ કે કઈક અલગ જોવા મળી શકે છે મહાત્મા ગાંધીજીની નવી સીરીઝની નોટો હશે. આ નોટ વિશે RBI એ કહ્યું કે, નવી નોટ આવ્યાં બાદ જુની નોટ ચાલુ રહેશે. RBI દ્વારા રજુ કરવામાં આવેલી નવી નોટનો આગળનાં ભાગ પર મહાત્મા ગાંધીનું ચિત્ર વચ્ચે હશે.

આ પણ વાંચો – વિધાનસભા ગુજરાત: જાણો પરિણામ બાદ કયા મંત્રીઓ થઇ શકે ઘરભેગા ?

RBIના જણાવ્યા મુજબ નોટનાં પાછળની બાજુ જમણી તરફ વર્ષ, સ્વચ્છ ભારતનું સ્લોગન સાથે અન્ય ભાષામાં પટ્ટી હશે. નોટનાં પાછળનાં ભાગમાં ઇલોરા ગુફાનું ચિત્ર હશે અને ભારતની સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિનિધિત્વ કરશે. નોટ 63મિમી પહોળી અને 129 મિમી લાંબી હશે.

આ પણ વાંચો – ફેની વાવાઝોડામાં ભારતની આ કમાલ જોઈને દુનિયાના દેશો ચોંકી ગયા

નોટબંધી દરમિયાન રૂપિયા 500 અને 1000ની નોટ બંધ કરી નવી રૂપિયા 500 અને 2000ની નોટ જાહેર કરાયા બાદ અન્ય દરનો નોટ પણ ધીમે ધીમે નવી છાપવામાં આવી રહી છે. આ ક્રમમાં આજે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં રૂ. 20ની નવી નોટ બજારમાં આવશે. જો કે હાલ ચલણમાં રહેલી રૂપિયા 20ની નોટ પણ માન્ય રહેશે અને ચલણમાં રહેશે.

આ પણ વાંચો – હવે વોટ્સએપ પર પણ થશે ઓનલાઇન શોપિંગ : આવી રહ્યું છે જોરદાર ફીચર

મહાત્મા ગાંધી (ન્યૂ) સીરિઝ હેઠળ નવી રૂપિયા 20ની નોટ પર ગવર્નર શક્તિકાંત દાસની સહી હશે. 20 રૂપિયાની નવી નોટ થોડા લીલા-પીળા રંગની હશે. નોટ પર ઇલોરાની ગુફાઓનું ચિત્ર હશે. નવી નોટનો આકાર 63 એમએમ બાય 129 એમએમ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં નોટબંધી બાદ રૂપિયા 2000, 500, 200, 100, 50 અને 10ની નવી આરબીઆઇ દ્વારા બહાર પાડવામાં આવી છે.

આ પણ વાંચો – આ હોટલમાં છત કે દિવાલ નથી, છતાં એવું ભાડું છે કે જાણીને આંખો થઈ જશે પહોળી

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. સરકારી ભરતી વોટ્સએપ ગ્રુપ આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…