Categories
Bollywood India

ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં નિધન

બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનનું 54 વર્ષની ઉંમરે નિધન, ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમરને કારણે મોત

બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈ ખાતે આજે નિધન થયું છે. તેમને મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે જ તેમને આઈસીયૂમાં ભર્તી કરવામાં આવ્યા હતા. ઇરફાન ખાનના મોતની જાણકારી ડિરેક્ટર સુજિત સરકારે ટ્વીટ કરીને આપે છે.

નોંધનીય છે કે, ઈરફાન ખાન વર્ષ 2018માં ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમરથી પીડિત હોવાનું સામે આવ્યું હતું. જેની સારવાર તેમણે લંડનમાં કરાવી હતી. લંડનથી આવ્યા બાદ ઈરફાન ઘણીવાર રૂટીન ચેકઅપ માટે કોકિલાબેન હોસ્પિટલમાં જતો હતા. જો કે હાલમાં હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ છે.

ઉલ્લેખનીય છે કે, ઇરફાન ખાનની માતા સઈદા બેગમનું હાલમાં જ રાજસ્થાનમાં નિધન થયું હતું પરંતુ લોકડાઉનના કારણે ઈરફાન પોતાની માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યો નહોતો. આ સ્થિતિમાં તેણે વીડિયો કોલથી માતાના અંતિમ દર્શન કર્યા હતા.

Categories
Gujarat

રાજ્યમાં તમામ જિલ્લાઓમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ-માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય દુકાનો-ધંધા વ્યવસાયો શરૂ કરવા દેવાશે

ગુજરાતમાં આવતીકાલથી શરતો સાથે મોલ અને કૉમ્પ્લેક્સ સિવાયની દુકાનો શરૂ કરી શકાશે, અહીં મંજૂરી નહીં

CM વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ ભારતમાં નોકરી, ધંધા અને વ્યવસાયકારોને છુટ અપાતા રાજ્ય સરકારે પણ છુટ આપી હતી. CMO સચિવ અશ્વિની કુમારે આ અંગે જાહેરાત કરી હતી.

ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને CM રૂપાણીએ પણ એક મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે આ નિર્ણયની જાહેરાત કરી છે. દુકાનો ખોલવાની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. આ અંગે CMO સચિવ અશ્વિની કુમારે પુરવઠા વિભાગની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.

શરતી મંજૂરી અપાઈ

તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે.
દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે.
માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે.
જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે.
દુકાન ખોલવા માટે ગુમાસ્તાધારા નું સર્ટિફિકેટ માન્ય રહેશે
આ ઈન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી

I.T તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 50 ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.

આ વિસ્તારોમાં નહીં ખોલાય દુકાનો

હોટસ્પોટ, કલ્સ્ટર અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો તેમજ રેડ ઝોન અને જે વિસ્તારમાં વધુ કેસ હોય ત્યાં દુકાનો નહીં ખુલે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં દુકાનો ગ્રીન ઝોનમાં જ ખુલશે.

આ દુકાનો નહીં ખુલે

ઠંડા પીણાની દુકાનો શરૂ નહિ થાય
હેર સલૂન નહીં શરૂ કરાય
પાનના ગલ્લા કે દુકાન નહીં ખૂલે
પગરખાંની દુકાનો નહીં ખૂલે
નાસ્તા ફરસાણની દુકાન નહીં ખૂલે
આઇસ્ક્રીમની દુકાનો નહીં ખૂલે

આ દુકાનો ખુલશે

ઇલેક્ટ્રોનિક્સ દુકાનો ખુલશે
સ્ટેશનરી દુકાનો ખુલશે
મોબાઈલ રીચાર્જ અને રીપેરીંગની દુકાનો ખુલશે
કરિયાણાની દુકાનો ખુલશે
એસી રીપેરીંગની દુકાનો ખૂલશે
પંચરની દુકાનો ખુલશે
ચશ્માની દુકાનો ખુલશે
ગારમેન્ટ્સ દુકાનો ખુલશે

 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાન ધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલયના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે.

આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. આવી છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે.

તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે.

એટલું જ નહિ, દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના પ૦ ટકા સ્ટાફ રાખવાનો રહેશે તેમજ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ નિર્ણયની વધુ વિગતો આપી હતી.

તેમણે કહ્યું કે રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં હેર કટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સીગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં.

શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી અન્ય દુકાનો અને ધંધા વ્યવસાયો ચાલુ કરી શકાશે.

રાજ્યમાં જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે તેવું પણ ઠરાવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવે સ્પષ્ટપણે જણાવ્યું કે, દુકાન ધારકો-વ્યવસાયકારોએ પોતાના ધંધા વ્યવસાય શરૂ કરવા માટે કોઇ વધારાનું પ્રમાણપત્ર લેવા જવાનું રહેશે નહિ. ગુમાસ્તા ધારા હેઠળ મેળવેલું લાયસન્સ તેમજ ઓળખના પૂરાવાને માન્ય ગણવામાં આવશે અને તેના આધારે વ્યવસાય-દુકાન શરૂ કરી શકાશે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે I.T તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે, તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યની બજાર સમિતિઓ માટે પણ એક અગત્યનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ કે, લોકડાઉનની સ્થિતીમાં જે બજાર સમિતિઓની વ્યવસ્થાપન કમિટીની મુદત પૂર્ણ થઇ ગઇ છે તેવી તથા જે બજાર સમીતિઓની મુદત તા.૩૧ જુલાઇ-ર૦ર૦ સુધીમાં પૂર્ણ થનારી છે તેવી બજાર સમિતિઓની મુદત તા.૩૧ જુલાઇ સુધી લંબાવી દેવામાં આવી છે.

શ્રી અશ્વિનીકુમારે એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં જે બજાર સમિતિઓની વ્યવસ્થાપન સમિતીની ચૂંટણી કોર્ટના આદેશને આધિન યોજવાની થતી હોય તો તે કરી શકાશે. અન્યથા સામાન્ય સંજોગોમાં અન્ય મંડળીઓ-સમિતીઓની વ્યવસ્થાપન સમિતીની મુદત તા.૩૧ જુલાઇ-ર૦ર૦ સુધી વધારી દેવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, અંત્યોદય અને PHHના NFSA અન્વયે અનાજ મેળવતા ૬૬ લાખ પરિવારોને વિનામૂલ્યે ૩.પ૦ કિલો ઘઉં અને ૧.પ૦ કિલો ચોખા વધારાના આપવાનો પ્રારંભ થયો છે.

 

અત્યાર સુધીમાં ૪.પ લાખ પરિવારો આ અનાજ વિતરણનો લાભ લઇ ચૂકયા છે એમ પણા તેમણે જણાવ્યું હતું.

શ્રી અશ્વિનીકુમારે રાજ્યના માર્કેટયાર્ડમાં ખેત ઉત્પાદનોની વેચાણ માટે થયેલી આવકની વિગતો આપતાં જણાવ્યું કે, પ લાખ પ૯ હજાર કવીન્ટલ ખેત ઉત્પાદનો વેચાણ માટે આવ્યા છે તેમાં ર લાખ ૯૯ હજાર કવીન્ટલ ઘઉં, ૧ લાખ પપ હજાર કવીન્ટલ એરંડા અને ૩૦૬પ૮ કવીન્ટલ રાયડો મુખ્યત્વે છે.
રાજ્યમાં લોકડાઉનના બત્રીસમાં દિવસે ૪૮.૮૦ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે તેમજ ૧ લાખ ૧૪ હજાર ૯પ૭ કવીન્ટલ શાકભાજી અને પ૦પ૪ કવીન્ટલ ફળોનો આવરો થયો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

Categories
News

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમમાં પૈસા ન મળ્યા હોય તો આ હેલ્પલાઇન પર કરો ફરિયાદ

ખેડૂતોને રોકડ સહાય આપવા માટે શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઘણા બધા નોંધાયેલ ખેડૂતોને પૈસા મળ્યા નથી. એક જ ગામમાં અમુક ખેડૂતોને બે વખત બે બે હજાર રૂપિયા આવી ગયા છે,તો અમુક ખેડૂતોને પહેલો હપ્તો પણ નથી મળ્યો.

અમુક ખેડૂતોના ખાતામાં પહેલો હપ્તો આવી ગયો છે પરંતુ બીજો હપ્તો નથી આવ્યો. આવા લોકોએ પોતાના કૃષિ અધિકારી કે સરકારી હેલ્પલાઇન પર સંપર્ક કરવો જોઈએ અને જાણવું જોઈએ કે તેમનું નામ લાભાર્થીઓમાં છે કે નહીં. જો છે તો તેમને પૂછવું જોઈએ કે પૈસા કેમ નથી આવ્યા.

 

સ્કીમના સીઈઓ વિવેક અગ્રવાલ ના કહેવા મુજબ,’ ખેડૂતોના ખાતામાં યોજના ના પૈસા સરકાર ના ખાતા માંથી સીધા નથી જઇ રહ્યા. કેન્દ્ર સરકાર રાજ્યના એકાઉન્ટમાં પૈસા મોકલે છે પછી રાજ્ય સરકારના એકાઉન્ટમાંથી ખેડૂતો સુધી પૈસા પહોંચે છે. કેન્દ્ર સરકાર દરેક લાભાર્થીઓના પૈસા મોકલી રહી છે.’ આવામાં જો તમારા એકાઉન્ટમાં પૈસા નથી આવ્યા તો તમે પોતાના રેવેન્યુ અધિકારી lekhpal અને કૃષિ અધિકારીનો સંપર્ક કરો. ત્યાં વાત નથી જામી રહી તો સોમથી શુક્ર પીએમ કિસાન હેલ્પ ડેસ્ક કે ઈ-મેલ પર સંપર્ક કરી શકો છો. જો તેમ ન ફાવે તો આ ફોન નંબર પર વાત કરો.

હેલ્પ ડેસ્ક ફોન નંબર :-

011-23381092

આટલું જ નહીં પરંતુ યોજનાના વેલ્ફેર સેક્શનમાં પણ સંપર્ક કરી શકો છો. દિલ્હીમાં તેના ફોન નંબર નીચે મુજબ છે :-

011-23382401

કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે કે અંદાજે ત્રણ કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી ગયો છે. જ્યારે ગામના ખેડૂતો જણાવી રહ્યા છે કે તેમના ખાતામાં હજી સુધી પૈસા પહોંચ્યા નથી. યોજનાના ત્રીજા હપ્તા માટે કેન્દ્ર સરકારે આધાર બાયોમેટ્રિક અનિવાર્ય કરી દીધું છે. જ્યારે પહેલા બે હપ્તા માટે ફક્ત આધાર નંબરની જરૂર પડી હતી. ત્રીજા હપ્તાની પ્રક્રિયા ચૂંટણી બાદ શરૂ થશે.

આ ત્રણ રાજ્યના ખેડૂતોને સૌથી વધુ લાભ મળ્યો :-

ઉત્તર પ્રદેશ :- 10849465 ખેડૂતો

આંધ્ર પ્રદેશ :- 3296278 ખેડૂતો

ગુજરાત :- 2729934 ખેડૂતો

Categories
News

૩ મે બાદ નહીં વધે લોકડાઉન, એક્સિટ પ્લાનને લઈને સરકારે કરી તૈયારી

ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહીં તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ૩ મે સુધી લોકડાઉન કરેલ છે. જોકે સોમવારથી અમુક શરતો સાથે લોકડાઉનમાં થોડી છૂટ આપવામાં આવેલ છે. આ બધાની વચ્ચે સરકારી સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્ર સરકાર ૩ મે બાદ લોકડાઉન આગળ વધારશે નહીં. સાથોસાથ સરકારે લોકડાઉન ખતમ થયા બાદ પ્લાન હશે તેના ઉપર પણ ચર્ચા વિચારણા કરી લીધેલ છે.

મળતી જાણકારી અનુસાર ૩ મે બાદ ધીરે ધીરે બધી જગ્યાઓ પરથી લોકડાઉન હટાવવામાં આવશે અને અમુક શરતોની સાથે છૂટછાટ આપવામાં આવશે. જોકે આ છૂટછાટ રેડ અને ઓરેન્જ જોન વાળા વિસ્તારોમાં મળશે નહીં. જેમ જેમ કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે તેમ તેમ છૂટછાટની મર્યાદા વધારવામાં આવી રહી છે.

 

જાણકારી અનુસાર સરકારનો પ્લાન કંઈક આવો હોઇ શકે

૩ મે બાદ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવા કે ટ્રેન અને પ્લેન ની સુવિધાઓ બંધ રહેશે. તેના પર હાલમાં નિર્ણય લેવામાં આવેલ નથી.
ગ્રીન ઝોન વાળા વિસ્તારમાં ફક્ત શહેરની અંદર જ લોકોને અવરજવર માટેની પરવાનગી મળશે.
૩ને બાદ પણ સોશિયલ ડીસ્ટેંસિંગ જાળવી રાખવું ફરજીયાત રહેશે અને માસ્ક પહેલાં પણ ફરજિયાત છે. તેને લાઇફ સ્ટાઇલનું એક ભાગ બનાવવા માટેની સુચના આપવામાં આવી છે, કારણ કે તે લાંબુ ચાલી શકે છે.

સોશિયલ ડીસ્ટેંસિંગનું ધ્યાન રાખીને તથા માસ્ક પહેરીને જ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકશે.

ઓફિસમાં કામ કરવા માટે પરવાનગી મળી શકે છે.

પરંતુ સોશિયલ ડીસ્ટેંસિંગ ને ધ્યાનમાં રાખવાનું રહેશે.

તે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે કોઈપણ જગ્યાએ ભીડ એકઠી ન થાય.

 

લગ્ન સમારંભ, ધાર્મિક સ્થળો જેવી જગ્યાઓને લઈને હાલમાં રાહત મળશે. લગ્નમાં આવતા મહેમાનો માટે ડીએમ પાસેથી લેખિત મંજૂરી લેવી પડશે, જેમાં આવનાર બધા જ લોકોની સંખ્યા બતાવી પડશે અને પરવાનગી મળ્યા બાદ જ કાર્યક્રમનું આયોજન કરી શકાશે.

મે મહિના બાદ જાહેર ઉપયોગી દુકાનો પણ અમુક શરતો સાથે ખોલવામાં આવી શકે છે.

લોકડાઉન ખતમ થયા બાદ પણ મુંબઈ, દિલ્હી, નોઈડા, ઈન્દોર જેવા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવશે. અહીંયા લોકડાઉનના અમુક નિયમ હશે, જેનું પાલન કરવું અનિવાર્ય રહેશે.

સૂત્રોનું માનવામાં આવે તો ૧૫ મે બાદ જ દેશમાં કોરોનાની સ્થિતિનું યોગ્ય રીતે આંકલન કરવામાં આવી શકે છે અને તેને ધ્યાનમાં રાખીને જ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.

Categories
News

વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરતાં લોકડાઉન અંગે શું જણાવ્યુ? કઈ તારીખ સુધી લોકડાઉન લંબાયું?

લોકો આજના દિવસની એટલે કે  ૨૪ માર્ચના દિવસની દેશની જનતા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કારણ કે પીએમ મોદી દ્વારા દેશભરમાં લાગુ કરાયેલ લોકડાઉન અંતિમ દિવસ હતો. પરંતુ દેશમાં કોરોનાનાં વધતા જતા આંકડા જોતાં મોટો સવાલ એ છે કે શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકડાઉનનો અંત લાવશે. અથવા લોકડાઉન-૨ ની શરતો સાથે જાહેરાત કરવામાં આવશે. હવે દેશનો પ્રત્યેક નાગરિક, દરેક સામાન્ય અને ખાસ વ્યક્તિ જાણવા માંગે છે કે પીએમ મોદી દેશને સંબોધનમાં શું કહેશે.

પ્રધાનમંત્રીનાં આ સંબોધન પહેલા દેશનાં ૮ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં લોકડાઉનનું એલાન થઈ ચૂક્યુ છે. વિશ્વભરમાં કોરોનાનો કહેર મોટા પ્રમાણમાં ચાલુ છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં કુલ ૧૯,૨૫,૧૯૦ લોકો કોરોના વાયરસનો ભોગ બનેલ છે. જેમાંથી ૧,૧૯,૭૦૧ લોકો મૃત્યુ પામેલા છે અને ૪,૪૭,૮૩૩ લોકો અત્યાર સુધીમાં રિકવર થઈ ચૂક્યા છે.

સંબોધનમા પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે, ભારત અમુક હદ સુધી કોરોના સાથે લડવામાં સફળ થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે “લોકડાઉનને લીધે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકો પોતાના ઘરથી દૂર ફસાયેલા છે. હું જાણું છુ કે તમામ લોકોને અનેક સમસ્યાઑ પડી રહી છે. હું એ તમામ લોકોને આદર સાથે નમન કરું છુ જે આ પરિસ્થિતીનો સામનો કરી રહ્યા છે.”

આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે, “ભારત કોરોના સામે મજબૂતાઈ થી લડી રહ્યું છે. લોકડાઉનના બંધનને લોકોએ શિસ્તતાથી પાલન કર્યું છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીથી આપણે સૌ પરિચિત છીએ. ભારતમાં જ્યારે કોરોના વાયરસના ફક્ત ૫૫૦ જ કેસ હતા ત્યારે ૨૧ દિવસનું લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું, પરિસ્થિતી વધુ બગડે તેની રાહ જોવામાં આવી ન હતી. દુનિયાનાં અન્ય તાકાતવાર દેશોની તુલનમાં ભારતની સ્થિતિ ઘણી સારી છે.”

લોકડાઉનની સમય મર્યાદા અંગે તેમણે જણાવ્યુ હતું કે, “બધા રાજ્યો સાથે પરિસ્થિતીની ચર્ચા વિચારણા કર્યા, દરેક રાજ્યો અને લોકોનું પણ એવું કહેવાનું હતું કે લોકડાઉનને વધારવામાં આવે. જેથી નક્કી કરવામાં આવેલ છે કે લોકડાઉનને હજુ ૨૦ દિવસ સુધી વધારવામાં આવેલ છે એટલે લોકડાઉન હજુ ૩ મે સુધી વધારવામાં આવી રહ્યું છે. તેમજ ૨૦ એપ્રિલ સુધી લોકડાઉનને વધુ સખત બનાવવામાં આવશે. ત્યારબાદ ૨૦ એપ્રિલ બાદ લોકડાઉનમાં અમુક છૂટછાટ આપવામાં આવશે. પરંતુ જો તેના લીધે પરિસ્થિતી વધુ બગડે છે તો તે છૂટછાટ પરત ખેંચી લેવામાં આવશે.”

એક સપ્તાહ સુધી કોરોના સામેની જંગને વધુ સખત બનાવવામાં આવશે. લોકડાઉન અંગે સરકાર તરફથી એક ગાઇડલાઇન રજુ કરવામાં આવશે. જે હોટસ્પોટમાં સુધારો દેખાશે ત્યાં સરકાર તરફથી થોડી છુટછાટ આપવામાં આવશે. જે લોકો રોજ કમાઈને રોજ ખાય છે તેમના પર વધુ ધ્યાન આપવામાં આવશે. દેશમાં રાશન અને દવાનો પર્યાપ્ત જથ્થો રહેલ છે. ભારતમાં ૨૨૦ થી વધુ લેબ કાર્યરત છે. કોરોનાનાં માટે દર ૧૦,૦૦૦ દર્દીઓ માટે ૧૫૦૦ થી ૧૬૦૦ બેડની જરૂરિયાત રહે છે.

આ સિવાય પ્રધાનમંત્રી મોદીએ ૭ બાબતોનું ખાસ રાખવાનું જણાવ્યુ હતું. તેમણે આ ૭ વાતો પર ભાર મુક્યો હતો અને તેનો અમલ કરવા માટે અપીલ કરી હતી. તેમના દ્વારા કહેવામા આવેલ ૭ વાતો નીચે દર્શવાવમાં આવેલ છે.

ઘરના વૃધ્ધ લોકોનું વધુ ધ્યાન રાખવું તેમણે

લોકડાઉન અને સોશિયલ ડીસ્ટેંસિંગ નું ખાસ ધ્યાન રાખવું.

પોતાની ઇમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ સૂચનોનું પાલન કરવું.

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવતું રોકવા માટે આરોગ્ય સેતુ એપ જરૂર ડાઉનલોડ કરો.

જેટલું બની શકે ગરીબ પરિવારોની દેખરેખ કરો અને તેમના ભોજનની આવશ્યકતા પૂરી કરો.

પોતાના વ્યવસાય અને કામ કરતાં લોકો પ્રત્યે સંવેદના રાખવી તેમણે નોકરી પરથી નાં કાઢવા.

દેશમાં કામ કરી રહેલા ડોક્ટર, પોલીસ, સફાઈ કર્મીઑ વગેરેનાં કામને બિરદાવવું અને તેમણે પોતાના કાર્યમાં સહયોગ આપવો.

Categories
News

જન ધન ખાતાધારક એક મિસ કોલ કરીને જાણી શકાશે ખાતામાં પૈસા આવ્યા કે નહીં

લોકડાઉનના દરમિયાન સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય મોકલવામાં આવી રહી છે પરંતુ ખાતાધારકોને મદદની રકમ મળી છે કે નહીં તે જાણવા માટે બેંક બ્રાંચમાં જવું પડે છે. ત્યારે આવી સ્થિતિમાં જનધન ખાતાધારકો બેંકની હેલ્પલાઈન નંબર પર મિસ કોલ કરીને તેમના ખાતામાં રકમની જાણકારી મેળવી શકે છે. જો કે તેના માટે તમારો મોબાઈલ નંબર બેંકમાં રજિસ્ટર્ડ હોવો જોઈએ.

 

SBI એ શરૂ કરી આ સુવિધા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના ખાતાધારકો માટે આ સુવિધા શરૂ કરી છે. કોઈપણ જન ધન ખાતાધારક 18004253800 અથવા 1800112211 પર કોલ કરીને પોતાના બેલેન્સ વિશે જાણી શકે છે. ખાતાધારકોએ તેમના રજિસ્ટર્ડ ફોન નંબર પરથી અહીં કોલ કરવાનો રહેશે. તમે એક વખતમાં તમારા પાંચ ટ્રાન્ઝેક્શન વિશે જાણકારી મેળવી શકો છો. તે ઉપરાંત SBIના ખાતાધારક રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 9223766666 પર કોલ કરીને પણ આ જાણકારી મેળવી શકે છે.

આ રીતે ફોન નંબર રજિસ્ટર્ડ કરાવવાનો રહેશે

જો જનધન ખાતાધારક હોવા છતાં તમારો ફોન નંબર બેંકમાં રજિસ્ટર્ડ નથી તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે 09223488888 પર મેસેજ કરી તમારો નંબર અકાઉન્ટની સાથે રજિસ્ટર્ડ કરાવી શકો છો. આ મેસેજમાં તમારે REG AccountNumber લખીને મોકલવાનો રહેશે.

કોરોનાવાઈરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન વચ્ચે કેન્દ્ર સરકારે પ્રાધનમંત્રી જન ધન યોજના (PMJDY) અંતર્ગત આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી. આ માટે સરકાર આ ખાતાધારકોના બેંક અકાઉન્ટમાં આવતા ત્રણ મહિના સુધી પૈસા મોકલશે. પ્રથમ હપ્તો 3 એપ્રિલે ખાતાધારકોના અકાઉન્ટમાં જમા કરવામાં આવ્યો હતો.

જન ધન ખાતાધારક 18004253800 અથવા 1800112211 પર કોલ કરીને પોતાના બેલેન્સ વિશે જાણી શકશે.

SBIના ખાતાધારક રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 9223766666 પર કોલ કરીને પણ આ જાણકારી મેળવી શકે છે.

કેન્દ્ર સરકારે પ્રાધનમંત્રી જન ધન યોજના અંતર્ગત આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી.

Categories
India

૩જી મે પછી શું હશે લોકડાઉન ની સ્થિતિ? સરકાર ની લોકડાઉન ના સંદર્ભે આ છે ચોક્કસ યોજના, જાણો

મિત્રો, હાલ આપણા દેશ મા દિન-પ્રતિદિન કોરોના વાઇરસ ના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના ની આ સમસ્યા ને અટકાવવા માટે વડાપ્રધાન મોદીજીએ સમગ્ર દેશમા લોકડાઉન ૩ મે સુધી લંબાવ્યુ. લોકડાઉન હાલ ૨૦ તારીખ બાદ અમુક શરતો સાથે હળવુ કરવામા આવી રહ્યુ છે ત્યારે જો આ તમામ સરકારી સ્ત્રોતો ની વાત માનીએ તો કેન્દ્ર સરકાર ૩ મે બાદ પણ લોકડાઉન નુ દબાણ હટાવવા ના મૂડ મા નથી.

હાલ લોકડાઉન પૂર્ણ થયા બાદની યોજના પણ તૈયાર કરવામા આવી રહી છે. મીડિયા થી પ્રાપ્ત થતા એક અહેવાલ મુજબ, 3 મે બાદ લોકડાઉન ધીમે-ધીમે દૂર કરવામા આવશે અને અમુક શરતો સાથે વધારે છૂટછાટ આપવામા આવશે. જો કે રેડ અને ઓરેન્જ ઝોનવાળા વિસ્તારો ને હાલ કોઈ જ પ્રકાર ની છૂટછાટ મળશે નહી. કોરોના ની સમસ્યા નુ નિવારણ મળ્યા બાદ જ લોકડાઉન ની સંપૂર્ણ અસરો દૂર થશે.

લોકડાઉન બાદ કેન્દ્ર સરકાર નુ આ સચોટ આયોજન :

મીડિયા થી પ્રાપ્ત થતા અહેવાલો મુજબ લોકડાઉન બાદ સરકારે આવુ કઈક આયોજન તૈયાર કર્યુ છે, જેમા ૩ મે બાદ પણ ટ્રેન અથવા વિમાન ની મુસાફરી તો મુશ્કેલ છે કારણ કે, આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામા આવ્યો નથી. ગ્રીન ઝોનવાળા વિસ્તારો મા શહેરમા ફક્ત અવરજવર માટે મંજૂરી આપવામા આવશે. સામાજિક અંતર અને માસ્ક લોકો ની રોજિંદી જીવનશૈલી નો એક ભાગ રહેશે.

તે લાંબા સમય સુધી ફરજિયાત રાખવામા આવી શકે છે. તમને ઘર માંથી બહાર નીકળવા માટે ની સ્વતંત્રતા મળી શકે છે પરંતુ, માસ્ક પહેરીને એક બીજા થી અંતર ની સંભાળ અવશ્ય લેવી પડશે. સામાજિક અંતર ને ધ્યાનમા રાખીને ઓફિસોમા કાર્ય કરવા માટે ની મંજૂરી મળી શકે છે. કોઈ જગ્યાએ ભીડ એકઠી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

લગ્ન પ્રસંગ અને ધાર્મિક સ્થળો માટે હાલ મા રાહત આપી શકાશે નહિ. લગ્નમા આવતા અતિથિઓ ની યાદી બનાવીને તમારે ડી.એમ. ની લેખિત પરવાનગી લેવી પડશે. 3 મે બાદ દુકાનો ને પણ અમુક શરતો સાથે રાહત આપી શકાય છે.

લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ મુંબઇ, દિલ્હી, નોઈડા, ઇન્દોર જેવા વિસ્તારો પર વિશેષ પ્રકારે નિરીક્ષણ રાખવામા આવશે. અહી હાલમા લોકડાઉન ના અમુક નિયમો નુ પાલન કરવામાં આવશે. સૂત્રો જણાવે છે કે દેશમા કોરોના ની સ્થિતિ નુ વધુ સારી રીતે મૂલ્યાંકન કર્યા બાદ જ આગળ ની રણનીતિ નિશ્ચિત કરવામા આવશે.

Categories
India

વડાપ્રધાન મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ લોન્ચ કર્યું, સરપંચો સાથેનું વીડિયો કોન્ફરન્સિંગ

  • મોદીએ ગુરુવારે કહ્યું- કોરોના સંકટમાં પંચાયતી રાજ વ્યવસ્થાના વીર યોદ્ધા મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે
  • 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે, આ પ્રસંગે અગાઉ ઝાંસીમાં મોદીની રેલી થનાર હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સરપંચો સાથેનું વીડિયો કોન્ફરન્સિંગ શરૂ થયું છે. મોદી પંચાયતી રાજ દિવસ (24 એપ્રિલ) પર દેશના તમામ સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી રહ્યાં છે. મોદી પહેલા પંચાયતી રાજ દિવસના પ્રસંગે ઝાંસીમાં સરપંચોની સભાને સંબોધિત કરવાના હતા. જોકે હવે આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે દેશ કોરોના મહામારી અને લોકડાઉનનો સામનો કરી રહ્યો છે. ગુરુવારે મોદીએ પંચાયતી રાજ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને લખેલા પત્રમાં પંચ-સરપંચોને વીર યોદ્ધા ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે આપણે ધૌર્ય, અનુશાસન, સહયોગ અને સાવધાનીથી કોરોનાની મહામારીને હરાવીશું.

અપડેટ્સ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ લોન્ચ કર્યું
  • કોરોના સંકટનો સૌથી મોટો સંદેશ આત્મનિર્ભર થવું પડશેઃ મોદી
  • દેશ, રાજ્ય, જિલ્લા, ગામ દરેક સ્તરે આત્મનિર્ભર બનોઃ મોદી

વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં જણાવ્યું કે આ દરમિયાન e-GramSwaraj પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવશે. તેની સાથે સ્વામિત્વ યોજન પણ લોન્ચ થશે, જેનાથી ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસની કોશિશમાં ગતિ આવશે. ઉલ્લેખનીય છે કે પંચાયતી રાજ દિવસ મનાવાની શરૂઆત મનમોહન સિંહ સરકાર દરમિયાન 2010થી શરૂ થઈ હતી.

મોદીએ પંચાયતી રાજ મંત્રી તોમરને પત્ર લખ્યો

કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પંચાયતી રાજ દિવસના અભિનંદન પાઠવતા મોદીએ લખ્યું કે જ્યારે કોરોનાની મહામારી સમગ્ર માનવતા સમક્ષ પડકાર બનીને ઉભી છે, એવામાં આપણે તમામ ભારતીયોએ તેનો એક થઈને સામનો કરી રહ્યાં છે. એવામાં પંચાયતી રાજ વ્યવસ્થાના સભ્યો વીર યોદ્ધાની જેમ ફરજ બજાવી રહ્યાં છે. મહાત્મા ગાંધીનું માનવું હતું કે ભારતની આત્મા ગામડા છે. આપણી સરકાર આ વિચાર સાથે આગળ વધી રહી છે. તેમાં તેમણે પંચાયતી રાજ ક્ષેત્રોની ઘણી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

 

LIVE PM મોદીનો સરપંચો સાથે સંવાદ

LIVE PM મોદીનો સરપંચો સાથે સંવાદ

Posted by VTV Gujarati News and Beyond on Thursday, April 23, 2020

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશની ગ્રામ પંચાયતોના પ્રતિનિધિઓ સાથે વાત શરૂ કરી છે. કોરોના વાયરસ અને લૉકડાઉન વચ્ચે, પીએમ મોદી આ સમયગાળા દરમિયાન રોગચાળા સામેના યુદ્ધમાં સરપંચો સાથે સંવાદ કર્યો છે અને સાથે જ શક્ય છે કે અહીં ગામડાઓને સુરક્ષિત રાખવાનો એક્શન પ્લાન પણ તૈયાર કરાય.

વડા પ્રધાને કહ્યું હતું કે જે વેબસાઇટની શરૂઆત થઈ છે તેના માધ્યમથી ગામ સુધી માહિતી પહોંચાડવામાં અને મદદ કરવામાં તે વધુ ઝડપી બનશે. હવે ગામનું મેપિંગ ડ્રોન દ્વારા કરવામાં આવશે, જ્યારે બેંકમાંથી ઓનલાઇન લેવાનું પણ મદદ કરશે.

ગ્રામ પંચાયતની તમામ કામગીરી હવે ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલથી જ થશે, સરકારની અન્ય કોઈ પોર્ટલની જરૂર નહીં પડેઃ PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે 5–6 વર્ષ પહેલા દેશની માત્ર 100 પંચાયતો બ્રોડબેન્ડથી જોડાયેલી હતી, પરંતુ આજે આ સુવિધા 1.25 લાખ પંચાયતો સુધી પહોંચી ગઈ છે.

આત્મનિર્ભર બન્યા વિના આવી કટોકટીઓનો સામનો કરવો મુશ્કેલઃ પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કોરોના સંકટને લીધે ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે, પરંતુ તે અમને સંદેશ પણ આપી છે. કોરોના કટોકટીએ અમને શીખવ્યું કે હવે આપણે આત્મનિર્ભર બનવું છે, આત્મનિર્ભર બન્યા વિના આવી કટોકટીઓનો સામનો કરવો મુશ્કેલ છે. આજે બદલાયેલા સંજોગોએ અમને આત્મનિર્ભર બનવાની યાદ અપાવી છે, તેમાં ગ્રામ પંચાયતોની મજબૂત ભૂમિકા છે. આ લોકશાહીને પણ મજબુત બનાવશે.

પંચાયતી રાજ દિવસ એ સ્વરાજને ગામમાં લાવવાની તક છેઃ પીએમ મોદી

કોરોના વાયરસ સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમામ ગ્રામ પંચાયતોના વડાઓને સંબોધન કર્યું. પંચાયતી રાજ દિવસ નિમિત્તે વડા પ્રધાને એક નવું ઇ-ગામ સ્વરાજ પોર્ટલ અને એપ્લિકેશન શરૂ કરી. આ પોર્ટલ દ્વારા ગ્રામ પંચાયતોની સમસ્યા, તેમને લગતી માહિતી એક જગ્યાએ હાજર રહેશે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોરોના રોગચાળાએ દરેકના કામ કરવાની રીત બદલી નાખી છે, હવે અમે રૂબરૂ વાત કરી શકતા નથી. પંચાયતી રાજ દિવસ એ સ્વરાજને ગામમાં લાવવાની તક છે, કોરોના સંકટની વચ્ચે તેની જરૂરિયાત વધી છે.

કોરોના વાયરસ સંકટની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની ગ્રામ પંચાયતોના વડાઓને સંબોધન કરી રહ્યા છે. પંચાયતી રાજ દિવસ નિમિત્તે વડા પ્રધાન આજે અનેક મહત્વની યોજનાઓ શરૂ કરશે, સાથે સાથે કોરોના વાયરસ સામે ચાલી રહેલા યુદ્ધમાં પંચાયતોની ભૂમિકા વિશે પણ વાત કરશે.

તેમના સંબોધન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ શરૂ કરશે, જ્યારે મોબાઇલ એપ પણ લોન્ચ કરશે. આ સાથે, માલિકીની યોજના પણ શરૂ કરવામાં આવશે.

Categories
Gujarat Vadodara

ગુજરાતમાં બની પ્રથમ ઘટના, વડોદરામાં એકસાથે 45 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ

ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે વડોદરામાં આશાનુ કિરણ દેખાયુ છે.કોરોના વાઈરસની મહામારી વચ્ચે વડોદરા શહેર અને ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે.ગુજરાતમાં પ્રથમવાર એક સાથે 45 દર્દીઓને રજા અપાતી હોય તેવી ઘટના વડોદરામાં બની છે. હોટસ્પોટ બનેલા નાગરવાડાના સહિત વડોદરાના 45 દર્દીઓને આજે એક સાથે રજા આપવામાં આવી છે. ગુજરાતમાં એક સાથે 45 દર્દીઓ સાજા થયા હોય તેવી આ પહેલી ઘટના છે.

આ તમામને આજવા રોડ ખાતેની ઇબ્રાહિમ બાવની આઈટીઆઈ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી આ તમામનો ટેસ્ટ દિવસમાં બે વખત નેગેટિવ આવી રહ્યો હતો. આથી તેમને હવે રજા આપવાનું નક્કી કરાયું હતું. બરોડા મુસ્લિમ ડૉક્ટર્સ એસોસીએશન દ્વારા આ તમામનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓ પ્લાઝમા ડોનર્સ પણ બનશે અને આગામી દિવસોમાં જો જરૂર પડશે તો તેઓ લોકોની પણ મદદ કરશે.તેમને સીટી ટ્રાન્સપોર્ટની બસ દ્વારા નાગરવાડા વિસ્તારમાં આવેલા તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા ત્યારે લોકોએ તેમનુ હર્ષનાદ, તાળીઓના ગડગડાટ અને ગુલાબના ફુલ વડે સ્વાગત કર્યુ હતુ

ઉલ્લેખનીય છે કે, નાગરવાડા રેડ ઝોનમાં છે. વડોદરામાં સૌથી વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ આ જ વિસ્તારમાંથી આવ્યા છે.માસ ટેસ્ટિંગ દરમિયાન આ 45 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને આજવા રોડ પર આઈટીઆઈમાં બનાવવામાં આવેલા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી.તેમના ફરી બે વખત ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બંને વખત નેગેટિવ ટેસ્ટ આપતા તેમને આજે ઘરે જવા માટે રજા અપાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના65 વર્ષના મહિલા દર્દીઝુબેદાબેન માંડવીયાનું કોરોના વાઈરસથી મોત થયુંછે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 11 ઉપર પહોંચી ગયો છે.વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજેવધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીકુલ પોઝિટિવની સંખ્યા 225 ઉપર પહોંચી ગઇ છે. આજે નોંધાયેલા કેસોમાં વડોદરાના હરણી-સમા, ફતેપુરા, નાગરવાડા, વાડી ગામ, રાવપુરા અને બહાર કોલોનીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાદરા તાલુકાના ચોકારી ગામમાં એક યુવાન અને પારૂલ યુનિવર્સિટી કેમ્પસના નર્સિગ સ્ટાફ ક્વાર્ટ્સમાં રહેતી એક યુવતીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

Categories
News

વીજ કંપની આ વખતે ગ્રાહકોને ઘરે લાઈટ બિલ નહીં મોકલે, 60 લાખ ગ્રાહકો માટે વ્યવસ્થા

ગ્રાહકોને પણ કોરોનાવારસનો ચેપ લાગવાનો ખતરો હોવાથી બિલ આ વખતે ઘરે નહિ મોકલવાનો નિર્ણય લીધો છે

 

કોરોનાવાયરસ કટોકટીના કારણે લોકડાઉન હોવાથી લોકોને બહાર નિકળવાની મનાઈ છે. આ કારણે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL ) એ આ વખતે લોકોને લાઈટનું બિલ ઘરે નહીં મોકલવાનો નિર્ણય લીધો છે. તેના બદલે ગ્રાહકોએ PGVCL ની વેબસાઈટમાંથી પોતપોતાનું બિલ ડાઉનલોડ કરવાનું રહેશે અને પછી આ બિલ ઓનલાઇન ભરી શકાશે.

કંપનીએ પોતાના કર્મચારીઓ બિલ વહેંચવા જાય તેના કારણે તેમને તથા ગ્રાહકોને પણ કોરોનાવારસનો ચેપ લાગવાનો ખતરો હોવાથી બિલ આ વખતે ઘરે નહિ મોકલવાનો નિર્ણય લીધો છે. કંપનીએ સૌરાષ્ટ્રમાં 60 લાખ વીજ ગ્રાહકો માટે પોતપોતાનું બિલ ડાઉનલોડ કરી શકાય અને પછી આ બિલ ઓનલાઇન ભરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. ગ્રાહકો ઓનલાઈન તેનો ગ્રાહક નંબર નાખશે એટલે બિલની વિગત જોવા મળશે. આ ઉપરાંત આ ઉપરાંત ગ્રાહકોને 15 મે સુધી બિલ ભરવાની છૂટ આપવામાં આવી છે. 

 

 

Your electricity bill check

MGVCL

http://Mgvcl.co.in:8085

DGVCL

http://mobile.dgvcl.co.in/checkbilldetails/ConsumerBillDetail.php

PGVCL

http://www.pgvcl.com/consumer/billview/index.php

UGVCL

http://ugvcl.info/UGBILL/index.php

Join our WhatsApp Group