Categories
Ahmedabad Gujarat News

ઉદ્યોગ-ધંધાને લઈ રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. કોરોનાના કારણે છેલ્લા 25 દિવસથી ઉદ્યોગ ધંધા સહિતનું બધુ જ ઠપ્પ છે. કોરોનાને રોકવા માટે દેશભરમાં લૉકડાઉન 2.0 ચાલી રહ્યું છે. આ દરમિયાન લોકોને રાહત મળે તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. આજે પણ સરકારે કેટલીક જાહેરાતો કરી છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જાણકારી આપી હતી કે, આવતીકાલે શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને જ મંજૂરી મળશે, શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે. શહેરી વિસ્તાર બહાર આવેલા ઉદ્યોગેને તબક્કાવાર મંજૂરી અપાશે. આવતીકાલથી સચિવાલયના કર્મચારીઓનું કામ શરૂ થશે પરંતુ કર્મચારીઓને અમદાવાદથી ગાંધીનગર બોલાવાશે નહીં.

તેમણે ઉમેર્યું હતું કે, શ્રમિકોની 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે અને તે મુજબ વેતન ચૂકવવું પડશે. શ્રમિકોને 6 કલાકના અંતે 30 મીનીટનો વિરામ આપવો પડશે. જ્યારે મહિલા શ્રમિકોને રાતની શિફ્ટ કરવા દેવાશે નહીં. મહિલાઓને સાંજે સાતથી સવારે 6 કલાક સુધી શિફ્ટમાં રાખી શકાશે નહીં.

અશ્ચિની કુમારે જણાવ્યું હતું કે, લૉકડાઉનમાં 20 એપ્રિલથી કેટલિક જગ્યાએ થોડી છૂટછાટ મળવાની છે. તે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

 • રાજ્યની 8 મનપા અને 162 નગરપાલિકાની હદમાં આવતા ઉદ્યોગોને મંજૂરી અપાશે નહીં
 • શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને કેટલીક શરતો સાથે જિલ્લા કલેક્ટર મંજૂરી આપશે

અમદાવાદ. હાલ રાજ્યમાં કોરોનાના બેકાબૂ બની ગયો છે અને અત્યાર સુધીમાં 1600થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેને પગલે ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે. પરંતુ રાજ્યમાં 20 એપ્રિલે વાણિજ્યિક અને ઉદ્યોગ સંબંધિત કેટલીક શરતો સાથે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, લોકડાઉનમાં 20 એપ્રિલથી કેટલીક જગ્યાએ થોડી છૂટછાટ મળવાની છે. તે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આવતીકાલે શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને જ મંજૂરી મળશે, શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે. શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગેને તબક્કાવાર મંજૂરી અપાશે. રાજ્યની 8 મનપા અને 162 નગરપાલિકાની હદમાં આવતા ઉદ્યોગોને મંજૂરી અપાશે નહીં. શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને કેટલીક શરતો સાથે જિલ્લા કલેક્ટર મંજૂરી આપશે.

સસ્તા અનાજની દુકાનોના તોલાટ-ક્લાર્કને કોરોનાથી મૃત્યુ થાય તો રૂ. 25 લાખની સહાય 

તેમજ રાજ્યમાં સરકાર માન્ય સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો પર અનાજ વિતરણની કામગીરી સાથે સંકળાયેલા આવા તોલાટ કે ડેટા એન્ટ્રી-બિલ ક્લાર્ક ઓપરેટરનું ફરજ દરમ્યાન કોરોના સંક્રમણથી અવસાન થાય તો તેના પરિવારજનોને પણ રાજ્ય સરકાર 25 લાખ રૂપિયાની સહાય કરશે.

શ્રમિકોને 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી, તે મુજબ વેતન ચૂકવવું પડશે
અશ્વિની કુમારે આગળ કહ્યું કે, શ્રમિકોને 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે અને તે મુજબ વેતન ચૂકવવું પડશે. 6 કલાકના અંતે અડધી કલાકનો વિરામ આપવો પડશે. જ્યારે મહિલા શ્રમિકોને રાતની શિફ્ટ કરવા દેવાશે નહીં. મહિલા શ્રમિકોને સાંજે સાતથી સવારે 6 કલાક સુધી શિફ્ટમાં રાખી શકાશે નહીં. આવતીકાલથી સચિવાલયના કર્મચારીઓનું કામ શરૂ થશે પરંતુ કર્મચારીઓને અમદાવાદથી ગાંધીનગર બોલાવાશે નહીં. અન્ન સુરક્ષાધારા હેઠળ 20 એપ્રિલે છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર એમ 6 આદિજાતિ જિલ્લાઓથી તે રકમ જમા કરાવવાની શરૂઆત કરાશે.

ખેડૂતો પોતાના તમાકુ ઉત્પાદન વેચી શકે તે માટે પણ વ્યવસ્થા કરાશે

તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્યમાં તમાકુ પકવતા ખેડૂતોની મળેલી રજૂઆતોના સંદર્ભમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અને સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે કે, માર્કેટયાર્ડ-બજાર સમિતિમાં તમાકુ વેચાણ ખરીદ માટે ખેડૂતો પોતાના તમાકુ ઉત્પાદન લઇને આવે તેવી વ્યવસ્થા આગામી ટૂંક જ સમયમાં શરૂ કરી દેવામાં આવશે.

વર્ગ-3 અને 4ના ૩૩ ટકા સ્ટાફને જરૂરિયાત મુજબ ફરજ પર બોલાવવામાં આવશે

અશ્વિની કુમારે આગળ જણાવ્યું કે, 20 એપ્રિલ(સોમવાર)થી રાજ્ય સરકારની કચેરીઓ કાર્યરત કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે તેમાં વર્ગ-3 અને 4ના ૩૩ ટકા સ્ટાફને જરૂરિયાત મુજબ ફરજ પર બોલાવવામાં આવશે. વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓએ ખાતા-વિભાગ-કચેરીના વડાની સૂચનાઓ મુજબ કચેરીએ આવવાનું રહેશે. તેમણે એમ પણ ઉમેર્યુ કે, લોકડાઉનની સ્થિતીમાં જાહેર પરિવહન ઉપર જે પ્રતિબંધ છે તે સંદર્ભમાં ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સચિવાલય પોઇન્ટ બસ સેવા પણ હાલના સંજોગોમાં મોકૂફ રાખવામાં આવી છે.

વાહન ચાલકોને રાહત
લોકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરતા અનેક લોકોના વાહનો પોલીસે જપ્ત કર્યા હતા. આ વાહનો ફરી છોડાવવા માટે દંડ ભરવો પડતો હોય છે. ત્યારે રાજ્ય સરકારે આવા લોકોને પણ રાહત આપી છે. જે લોકો પોતાનું ટૂ-વ્હીલર કે થ્રી-વ્હીલર વાહન છોડાવવા જશે તેણે માત્ર 500 રૂપિયા કમ્પાઉન્ડિંગ ફી તરીકે આપવાના રહેશે. તેનાથી મોટા વાહનોએ 1000 રૂપિયા આપવાના રહેશે. આ સિવાય કોઈ રકમ ભરવાની રહેશે નહીં.

20 એપ્રિલથી ઈ-કોમર્સ કંપનીઓ મોબાઈલ, એસી, રેફ્રિજરેટર જેવી નોન-એસેન્શિયલ વસ્તુઓ વેચી નહિ શકે

કેન્દ્રીય ગૃહમંત્રાલયે રવિવારે સ્પષ્ટ કર્યું છે કે 20 એપ્રિલથી ઇ-કોમર્સ કંપનીઓને ફક્ત આવશ્યક ઉત્પાદનો વેચવાનો અધિકાર હશે. બિન-આવશ્યક ઉત્પાદનોને વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે જ ઈ-કોમર્સ સાથે જોડાયેલા વાહનોએ પરવાનગી લેવી પડશે. ગૃહમંત્રાલયે આ આદેશ એવા સમયે આપ્યો છે જ્યારે ઈ-કોમર્સ કંપનીઓએ મોબાઇલ ફોન, ફ્રિજ, વોશિંગ મશીન, એસી જેવી બિન-જરૂરી ચીજોની ડિલિવરી કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી.

ગૃહ મંત્રાલયે ગયા અઠવાડિયે જ છૂટ આપી હતી
ગત સપ્તાહે શનિવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મંત્રીઓના જૂથની બેઠક મળી હતી. બેઠકમાં કોરોનાથી સલામત વિસ્તારોમાં લોકડાઉનમાં મુક્તિ પર સંમતિ આપવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે એક માર્ગદર્શિકા જારી કરીને ઇ-કોમર્સ કંપનીઓ સહિત અન્ય ઘણા ક્ષેત્રોને 20મી એપ્રિલથી કામ શરૂ કરવાની મંજૂરી આપી છે. મંત્રાલયે ઇ-કોમર્સ કંપનીઓને કહ્યું હતું કે માલની ડિલિવરી માટે વાહનો માટે જરૂરી મંજૂરી મેળવવી પડશે. બેઠક બાદ એવું કહેવામાં આવ્યું હતું કે બંધ દરમિયાન કોઈપણ પ્રકારની છૂટછાટ ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા મુજબ હશે. પરંતુ રાજ્ય સરકારો પણ પોતાની રીતે નિયમોનો કડક અમલ કરી શકે છે.

ઈ-કોમર્સ કંપનીઓએ બુકિંગ શરૂ કર્યું હતું
ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ-કોમર્સ કંપનીઓએ ગૃહ મંત્રાલયને વ્યવસાય કરવાની છૂટ મળ્યા પછી મોબાઇલ ફોન બુક કરવાનું શરૂ કર્યું. કંપનીઓએ તેમની વેબસાઇટ પર કહ્યું હતું કે તેઓ 20 એપ્રિલ પછી ડિલિવરી શરૂ કરશે. જોકે, કંપનીઓએ કહ્યું હતું કે તે ફક્ત દેશના પસંદગીના શહેરોમાં જ વિતરણ કરશે. અગાઉ કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ઇ-કોમર્સ કંપનીઓ મોબાઇલ ફોન, ફ્રીજ, એસી, વોશિંગ મશીન જેવી બિનજરૂરી ચીજો ડિલિવર કરી શકશે. ફ્લિપકાર્ટ અને એમેઝોનએ ગૃહ મંત્રાલયના નવા આદેશોને પગલે 20 એપ્રિલથી તેમની વેબસાઇટ પરથી ડિલિવરી માહિતીને દૂર કરી છે.

આ સેવાઓ અને દુકાનો 20 એપ્રિલથી શરૂ થશે

 • કરિયાણા અને રેશનની દુકાન.
 • ફળ-શાકભાજીની ગાડીઓ, સેનિટરી વસ્તુઓ વેચતી દુકાનો.
 • ડેરી અને દૂધના બૂથ, મરઘાં, માંસ, માછલી અને ફીડ વેચતી દુકાનો.
 • ઇલેક્ટ્રિશિયન, આઇટી રિપેર, પ્લમ્બર્સ, મોટર મિકેનિક્સ, કેરેંટિયર્સ, કુરિયર, ડીટીએચ અને કેબલ સેવાઓ.
 • ઇ-કોમર્સ કંપનીઓ કામ શરૂ કરી શકશે. ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતા વાહનો માટે જરૂરી મંજૂરી મેળવવી પડશે.
 • તમામ જરૂરી સેવાઓ ઘરે પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રની રહેશે.

આ પ્રતિબંધો ચાલુ રહેશે

 • ટ્રેનો, મેટ્રો રેલ, બસો, ફ્લાઇટ્સ
 • ઓટો રિક્ષા, કેબ સેવાઓ
 • સિનેમા હોલ, મોલ, જિમ, બાર
 • સ્કૂલ કોલેજ, કોચિંગ સંસ્થા
 • ધાર્મિક કાર્યક્રમો, ધાર્મિક સ્થળો

અહિ તમામ માહિતી સરકાર ની નોટિફિકેશન ના આધારે આપવામાં આવે છે. જે સચોટ અને સરકારે જાહેર કરેલ હોય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *