Categories
Gujarat India News

જો લોકડાઉન લંબાવાશે તો કઈ બાબતોનું ધ્યાન રખાશે ? જાણો શું છે.

દેશભરમાં લોકડાઉનને દોઢ મહિના કરતા વધારે સમય થઈ ગયો છે. આપણે લોકડાઉનના ત્રીજા તબક્કામાં છીએ. જે આ મહિનાની 17મી તારીખે પૂર્ણ થઈ રહ્યું છે. હાલ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે છૂટછાટો આપવામાં આવી રહી છે, પરંતુ ઈકોનોમિક એક્ટિવિટી ઠપ થવાના કારણે સંકટ ઉભું થયું છે. સરકારે કંસ્ટ્રક્શન, રિટેલ અને મેન્યુફેક્ચરિંગને શરુ કરવા માટે લોકડાઉન 3.0માં ઘણી છૂટછાટો આપી છે. જોકે, ઘણાં રાજ્યોમાં વાયરસને ફેલાતો અટકાવવા માટે પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યા છે. 17 મે બાદ શું થશે, તેને લઈને સરકાર પ્લાન બનાવી રહી છે, એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવશે કે આખા જિલ્લામાં પ્રતિબંધ લગાવવાના બદલે એ વિસ્તારોમાં જ લોકડાઉન રખાશે જ્યાં કોરોના વાયરસના કેસો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાના કારણે પેદા થયેલા આર્થિક સંકટને ઘટાડવા માટે કન્ટનમેન્ટ જોનની બહાર ઈકોનોમિક એક્ટિવિટીને મંજૂરી આપવામાં આવી શકે છે.

આર્થિક ગતિવિધિ લગભગ બંધ

કેન્દ્રએ લોકડાઉન 3.0માં કેટલીક છૂટછાટો આપી હતી. જોકે, કંસ્ટ્રક્શન એક્ટિવિટી ઝડપી નથી બની રહી. જ્યારે મજૂરો ઓછા પડવાની પણ સમસ્યા છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ ના થઈ રહ્યું હોવાના કારણે માલ વહનમાં પણ એટલી તેજી નથી દેખાઈ રહી.

પોઝિટિવ દેખાઈ રહ્યો છે ટ્રેન્ડ

લોકડાઉન પહેલા જ્યાં 22 લાખ ઈ-વે બિલ્સ જનરેટ થતા હતા, હવે તેની સંખ્યા 6 લાખ સુધી થઈ ગઈ છે. જોકે, પાછલા ત્રણ અઠવાડિયામાં લગભગ 100 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે સારો ટ્રેન્ડ છે. ત્રણ અઠવાડિયા પહેલા સુધી ડેઈલી 3.2 ઈ-વે બિલ જનરેટ થતા હતા.

મોટા વિસ્તારોને બંધ કરવાની અસર

લોકડાઉન ચાલી રહેલી ચર્ચા વિચારણામાં ઘણાં મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. જેમાં એવી સ્ટ્રેટેજી બનાવવા પર ભાર આપવામાં આવે છે કે જે ખાસ લોકેશન પર કોરોના સંકટ ઉભું થયું છે તેમાંથી મૂક્તિ મેળવીને એક્ટિવિટી ફરી શરુ કરવામાં આવે.

હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં મળી શકે છે છૂટછાટ

કેન્દ્ર સરકારે લોકડાઉન 3.0 માટે જે ગાઈડલાઈન્સ જારી કરી હતી, તેમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ઘણાં પ્રકારની ગતિવિધિઓને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં નિયમિત સમય પર દુકાનો ના ખુલવી, લોકોને બહાર નીકળવાની છૂટ મળી મુખ્ય હતા. ગ્રીન ઝોનમાં બસ સેવાઓ ઈન્ડસ્ટ્રીઝ શરુ કરવા પાછળનો નિર્દેશ હતો. જોકે, ઘણાં રાજ્યો સાવધાની વર્તવા માટે છૂટ આપવા માટે તૈયાર નથી.

કોરોનાથી છૂટકારો મેળવવામાં સમય લાગશે

સરકાર વારંવાર કહી ચૂકી છે કે કોરોના સાથે જીવવાની આદત પાડવી પડશે. આ પડકારમાંથી છૂટકારો મેળવવા માટે સાવધાની જ ઉપાય છે. વેક્સીન તૈયાર થવામાં અને સમયસર પહોંચવામાં સમય લાગી શકે છે, ત્યાં સુધી દેશને લોકડાઉનમાં ના રાખી શકાય.

સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બનશે હથિયાર

લોકડાઉન ખતમ થયા બાદ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સામાન્ય જીવનનો ભાગ બનશે. નહીં તો વાયરસ ફેલાવાનો ખતરો યથાવત રહી શકે છે. આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે. લોકોએ બહાર નીકળતી વખતે સાવધાની રાખવી પડશે. પબ્લિક પ્લેસ પર સેનિટાઈઝર્સની વ્યવસ્થા કરવી પડશે. આ સિવાય, સંદિગ્ધોનું ટેસ્ટિંગ અને તેમની સારી રિકવરી માટે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મજબૂત કરવાની જરુરિયાત છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *