આવતા ૩ વર્ષમાં ૬૦ હજાર સરકારી જગ્યાઓ પર ભરતી

શિક્ષિત બેરોજગાર યુવાનો માટે આશાનો દરવાજો ખોલતા નીતિન પટેલઃ ૧૫ લાખ યુવાનો માટે રોજગારની વ્યવસ્થા

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે આજે બજેટમાં સરકારી નોકરીમાં યુવાનોની ભરતી બાબતે અને રોજગારી બાબતે મહત્વની જાહેરાત કરી છે.

શ્રી નીતિન પટેલે જણાવેલ કે ગુજરાત રોજગાર સર્જક રાજ્ય છે. અમારી સરકારે આગામી ત્રણ વર્ષમાં હર હાથ કો કામ એ દિશામાં આગળ વધવાનો નિર્ધાર કર્યો છે. સખીમંડળો થકી બહેનોને સ્વરાજગોરી, રોજગાર મેળાઓ અને અપ્રેન્ટીસશીપ દ્વારા ફેકટરીઓમાં યુવાનોને રોજગારી, મુદ્રા યોજના દ્વારા યુવાવર્ગને ધિરાણ અપાવવાની વ્યવસ્થા કરી સ્વરોજગારીની તકો મળે તેવો અભિગમ અપનાવ્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં રોજગાર ભરતી મેળાના માધ્યમથી આશરે ૧૧ લાખ લોકોને રોજગારી મેળવવામાં મદદ કરી છે. સરકારી સેવાઓમાં છેલ્લા પાંચ વર્ષમાં એક લાખ અઢાર હજાર યુવાન-યુવતીઓની ભરતી કરવામાં આવી છે. આગામી ૩ વર્ષમાં અંદાજે વધુ ૬૦ હજાર ભરતી કરવાનું આયોજન છે.

રાજ્યમાં અત્યારે દોઢ લાખ સખી મંડળો સક્રિય છે. જેમાં અંદાજે ૨૦ લાખ બહેનો જોડાયેલા છે. આ સખી મંડળોને અત્યાર સુધીમાં એક હજાર નવસો કરોડનું બેન્ક ધિરાણ થયેલ છે. જેમાં ૫ થી ૮ ટકા વ્યાજ સહાય અને અન્ય નાણાકીય મદદ રાજ્ય સરકાર આપે છે. હવે સરકારે નિર્ધાર કરેલ છે કે, આગામી ત્રણ વર્ષમાં નવા ૭૦ હજાર સખી મંડળો બનાવવા બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવશે. નવા બનેલ સખી મંડળોએ પણ ધિરાણ અને વ્યાજ સહાયની મદદ કરવામાં આવશે. આમ ૨૫ લાખ બહેનો માટે રૂપિયા સાતસો કરોડ ધિરાણ ઉપલબ્ધ કરાવી સ્વરોજગારીની તકો ઉભી કરવામાં આવશે.  મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના, વાજપાઈ બેન્કેબલ યોજના, માનવ કલ્યાણ યોજના, પશુફાર્મની સ્થાપના જેવી રોજગારલક્ષી અને પરિવારની આવક વધારતી યોજનાઓ દ્વારા આશરે ૧૫ લાખ યુવાનોને આગામી ત્રણ વર્ષમાં રોજગાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત મુદ્રા યોજના દ્વારા છેલ્લા ૩ વર્ષમાં આશરે ૪૪ લાખ લાભાર્થીઓને રૂ. ૩૧,૮૭૭ કરોડનું ધિરાણ આપી સ્વરોજગારીની વિપુલ તકો પુરી પાડવામાં આવેલ છે. આગામી ત્રણ વર્ષમાં મુદ્રા યોજના દ્વારા ઓછામાં ઓછા ૫૦ લાખ લાભાર્થીઓને નવું ધિરાણ આપી તેમની પસંદગીનો વ્યવસાય સ્થાપવામાં મદદ કરવામાં આવશે.

નવી BPL યાદી 2019 ગુજરાત સરકાર ની જાહેરાત અહીં કિલક કરો

હવે 1 કલાકમાં મળશે ડ્રાઇવિંગ લાયસન્સ, નહીં જોવી પડે રાહ વધુ જાણવા માટે અહિ કિલક કરો

ધોરણ ૧૦ અને ૧૨ પછી શું ? વધુ જાણવા માટે અહિ કિલક કરો