આધાર અપડેટ કરવાના ચાર્જમાં વધારો થયો,જાણો કેટલો ચાર્જ ચુકવવો પડશે

આધાર અપડેટ કરવાના ચાર્જમાં વધારો થયો,જાણો કેટલો ચાર્જ ચુકવવો પડશે

આધારને તૈયાર કરનારી ઓથૉરિટી UIDAIએ આધારની ચાર્જેબલ સર્વિસ માટે ચાર્જ વધારી દીધો છે. 1 જાન્યુઆરી 2019થી આધાર અપડેશના ચાર્જ વધી ગયા છે.

જો તમે આધાર કાર્ડની ડીટેલ્સમાં કોઈ અપડેશન કરાવવા માંગો છો તો હવે તમારે ચાર્જ ચુકવવાનો રહેશે. આધારને તૈયાર કરનારી ઓથૉરિટી UIDAIએ આધારની ચાર્જેબલ સેવા માટે ચાર્જ વધારી દીધો છે. 1 જાન્યુઆરી 2019થી આધાર અપડેશનના ચાર્જમાં વધારો થયો છે. આધાર ઓથૉરિટી કઈ સેવા માટે ચાર્જ આપવો પડશે અને કઈ સેવા નિશુલ્ક છે તેની માહિતી નયુઆઈડીએઆઈએ ટ્વીટ કરીને માહિતી આપી છે.

આધાર એનરોલમેન્ટ : જો તમે પ્રથમ વાર આધાર એનરોલમેન્ટ કરી રહ્યાં છો તો તમારે તેના માટે કોઈ ચાર્જ ચુકવવાનો નહીં રહે. આ સેવા સંપૂર્ણપણે નિશુલ્ક છે.

બાયોમેટ્રિક અપડેટ : જો તમે બાળકોના મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ કરવા માંગો છો તો તેના માટે પણ તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચુકવવો નહીં પડે. તમે એનરોલમેન્ટ સેન્ટરમાં જઈને ફ્રીમાં અપડેટ કરાવી શકો છો.

નામ પરિવર્તન : જો તમે કાર્ડમાં નામ, એડ્રેસ, મોબાઇલ નંબર, ઈ-મેલ અથવા બાયોમેટ્રિક અપડેશન અથવા બંને પ્રકારના અપડેશન કરવા માંગો છો તો તમારે રૂપિયા 50 ચુકવવાના રહેશે.

કલર પ્રિન્ટ આઉટ : EKYC દ્વારા સર્ચ અથવા અન્ય કોઈ ટુલ શીટ પ્રિન્ટ કરવા માટે રૂપિયા 30 ચુકવવાના રહેશે.

અહીંયા ફરિયાદ કરો : જો કોઈ તમારી પાસે ખોટી રીતે પૈસાની માંગણી કરે તો તમે ફરિયાદ કરી શકો છો. આ ઘટનાઓમાં ફરિયાદ માટે તમારે ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરી શકો છો આ સાથે જ તમે help@uidai.gov.in પર પણ ઈ-મેલ કરી શકો છો.

અચાનક પૈસાની જરૂપ પડે તો SBIએ શરૂ કરી નવી સુવિધા

સામાન્ય રીતે બેંક એકાઉન્ટથી જમા રાશી પ્રમાણે તમે પૈસા ઉપાડી શકો છો, પરંતુ એવી પિરિસ્થિતિ સર્જાઇ કે તમને વધારે પૈસાની જરૂર પડે તો ? આ માટે SBIએ ઓવરડ્રાફ્ટ સુવિધા શરૂ કરી છે. SBIએ કહ્યું કે બેંકે 1 લાખ રૂપિયાથી વધુ કેશ ક્રેડિટ/ઓવર ડ્રાફ્ટ રેટ્સ રેપોરેટથી લિંક કરવામાં આવ્યા છે. જેથી કસ્ટમર્સને રેપોરેટમાં થયેલા ઘટાડાનો ફાયદો થશે.

RBIએ રેપોરેટમાં 4 એપ્રિલે 0.25 ટકાનો ઘટાડો કર્યો અને તેનો સંપૂર્ણ લાભ SBIના 1 લાખ રૂપિયાથી વધુ CC/OD કસ્ટમર્સને 1 મે 2019થી મળવાનું શરૂ થઇ ગયું છે.

શું છે આ ઓવરડ્રાફ્ટ સુવિધા ?

ઓવરડ્રાફ્ટ એક પ્રકારની લોન હોય છે, જેમાં કસ્ટમર્સ પોતાના બેંક એકાઉન્ટમાંથી બેલેન્સથી વધુ પૈસા ઉપાડી શકે છે. આ વધારાની રકમ નિયત કરેલા સમયમાં ચૂકાવવાની રહેશે. જેનું ડેઇલી વ્યાજ લાગે છે. ઓવરડ્રાફ્ટ ફેસિલીટી કોઇપણ બેંક અથવા નોન-બેંકિંગ ફાઇનેન્શિયલ કંપની આપી શકે છે. તમને મળનારા ઓવરડ્રાફ્ટની લિમિટ NBFCs નક્કી કરશે.