જો આવું થાય તો અલ્પેશ ઠાકોર ની રાજકીય કારકિર્દી જોખમ માં મુકાઈ જશે

રાધનપુર ના ધારાસભ્ય અને ઠાકોર સમાજ ના નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડી ને કોંગ્રેસ ની જ સામે પડ્યો છે.ત્યારે હવે લોકસભા ના પરિણામ બાદ ગુજરાત માં કેટલાય નેતાઓ ની રાજકીય કારકિર્દી ને અસર થશે.અલ્પેશ ઠાકોર નો ઠાકોર મતદારો પર પ્રભુત્વ છે ત્યારે પાટણ અને બનાસકાંઠા બેઠક પર ઠાકોર મતદારો ગેમ ચેન્જર છે.ત્યારે આ બે બેઠક ના પરિણામ અલ્પેશ ઠાકોર ની રાજકીય કારકિર્દી પર અસર કરશે.

જો પાટણ અને બનાસકાંઠા બેઠક કોંગ્રેસ ગુમાવશે તો અલ્પેશ ઠાકોર નો ઠાકોર મતદારો પર પ્રભુત્વ બરકરાર રહેશે તેવું સાબિત થાય અને અલ્પેશ ઠાકોર માટે ભાજપ માં જોડાવવા દ્વાર ખુલ્લા થઈ શકે.પણ જો આ બંને બેઠકો પર કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે તો ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ જશે.આમ, લોકસભાનું પરિણામ અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દી નક્કી કરશે.પાટણ અને બનાસકાંઠા બેઠક નું પરિણામ અલ્પેશ ઠાકોર ની રાજકીય કારકિર્દી પર અસર કરશે.