Categories
Ahmedabad Gujarat News

ઉદ્યોગ-ધંધાને લઈ રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. કોરોનાના કારણે છેલ્લા 25 દિવસથી ઉદ્યોગ ધંધા સહિતનું બધુ જ ઠપ્પ છે. કોરોનાને રોકવા માટે દેશભરમાં લૉકડાઉન 2.0 ચાલી રહ્યું છે. આ દરમિયાન લોકોને રાહત મળે તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. આજે પણ સરકારે કેટલીક જાહેરાતો કરી છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જાણકારી આપી હતી કે, આવતીકાલે શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને જ મંજૂરી મળશે, શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે. શહેરી વિસ્તાર બહાર આવેલા ઉદ્યોગેને તબક્કાવાર મંજૂરી અપાશે. આવતીકાલથી સચિવાલયના કર્મચારીઓનું કામ શરૂ થશે પરંતુ કર્મચારીઓને અમદાવાદથી ગાંધીનગર બોલાવાશે નહીં.

તેમણે ઉમેર્યું હતું કે, શ્રમિકોની 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે અને તે મુજબ વેતન ચૂકવવું પડશે. શ્રમિકોને 6 કલાકના અંતે 30 મીનીટનો વિરામ આપવો પડશે. જ્યારે મહિલા શ્રમિકોને રાતની શિફ્ટ કરવા દેવાશે નહીં. મહિલાઓને સાંજે સાતથી સવારે 6 કલાક સુધી શિફ્ટમાં રાખી શકાશે નહીં.

અશ્ચિની કુમારે જણાવ્યું હતું કે, લૉકડાઉનમાં 20 એપ્રિલથી કેટલિક જગ્યાએ થોડી છૂટછાટ મળવાની છે. તે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

 • રાજ્યની 8 મનપા અને 162 નગરપાલિકાની હદમાં આવતા ઉદ્યોગોને મંજૂરી અપાશે નહીં
 • શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને કેટલીક શરતો સાથે જિલ્લા કલેક્ટર મંજૂરી આપશે

અમદાવાદ. હાલ રાજ્યમાં કોરોનાના બેકાબૂ બની ગયો છે અને અત્યાર સુધીમાં 1600થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેને પગલે ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે. પરંતુ રાજ્યમાં 20 એપ્રિલે વાણિજ્યિક અને ઉદ્યોગ સંબંધિત કેટલીક શરતો સાથે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, લોકડાઉનમાં 20 એપ્રિલથી કેટલીક જગ્યાએ થોડી છૂટછાટ મળવાની છે. તે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આવતીકાલે શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને જ મંજૂરી મળશે, શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે. શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગેને તબક્કાવાર મંજૂરી અપાશે. રાજ્યની 8 મનપા અને 162 નગરપાલિકાની હદમાં આવતા ઉદ્યોગોને મંજૂરી અપાશે નહીં. શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને કેટલીક શરતો સાથે જિલ્લા કલેક્ટર મંજૂરી આપશે.

સસ્તા અનાજની દુકાનોના તોલાટ-ક્લાર્કને કોરોનાથી મૃત્યુ થાય તો રૂ. 25 લાખની સહાય 

તેમજ રાજ્યમાં સરકાર માન્ય સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો પર અનાજ વિતરણની કામગીરી સાથે સંકળાયેલા આવા તોલાટ કે ડેટા એન્ટ્રી-બિલ ક્લાર્ક ઓપરેટરનું ફરજ દરમ્યાન કોરોના સંક્રમણથી અવસાન થાય તો તેના પરિવારજનોને પણ રાજ્ય સરકાર 25 લાખ રૂપિયાની સહાય કરશે.

શ્રમિકોને 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી, તે મુજબ વેતન ચૂકવવું પડશે
અશ્વિની કુમારે આગળ કહ્યું કે, શ્રમિકોને 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે અને તે મુજબ વેતન ચૂકવવું પડશે. 6 કલાકના અંતે અડધી કલાકનો વિરામ આપવો પડશે. જ્યારે મહિલા શ્રમિકોને રાતની શિફ્ટ કરવા દેવાશે નહીં. મહિલા શ્રમિકોને સાંજે સાતથી સવારે 6 કલાક સુધી શિફ્ટમાં રાખી શકાશે નહીં. આવતીકાલથી સચિવાલયના કર્મચારીઓનું કામ શરૂ થશે પરંતુ કર્મચારીઓને અમદાવાદથી ગાંધીનગર બોલાવાશે નહીં. અન્ન સુરક્ષાધારા હેઠળ 20 એપ્રિલે છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર એમ 6 આદિજાતિ જિલ્લાઓથી તે રકમ જમા કરાવવાની શરૂઆત કરાશે.

ખેડૂતો પોતાના તમાકુ ઉત્પાદન વેચી શકે તે માટે પણ વ્યવસ્થા કરાશે

તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્યમાં તમાકુ પકવતા ખેડૂતોની મળેલી રજૂઆતોના સંદર્ભમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અને સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે કે, માર્કેટયાર્ડ-બજાર સમિતિમાં તમાકુ વેચાણ ખરીદ માટે ખેડૂતો પોતાના તમાકુ ઉત્પાદન લઇને આવે તેવી વ્યવસ્થા આગામી ટૂંક જ સમયમાં શરૂ કરી દેવામાં આવશે.

વર્ગ-3 અને 4ના ૩૩ ટકા સ્ટાફને જરૂરિયાત મુજબ ફરજ પર બોલાવવામાં આવશે

અશ્વિની કુમારે આગળ જણાવ્યું કે, 20 એપ્રિલ(સોમવાર)થી રાજ્ય સરકારની કચેરીઓ કાર્યરત કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે તેમાં વર્ગ-3 અને 4ના ૩૩ ટકા સ્ટાફને જરૂરિયાત મુજબ ફરજ પર બોલાવવામાં આવશે. વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓએ ખાતા-વિભાગ-કચેરીના વડાની સૂચનાઓ મુજબ કચેરીએ આવવાનું રહેશે. તેમણે એમ પણ ઉમેર્યુ કે, લોકડાઉનની સ્થિતીમાં જાહેર પરિવહન ઉપર જે પ્રતિબંધ છે તે સંદર્ભમાં ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સચિવાલય પોઇન્ટ બસ સેવા પણ હાલના સંજોગોમાં મોકૂફ રાખવામાં આવી છે.

વાહન ચાલકોને રાહત
લોકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરતા અનેક લોકોના વાહનો પોલીસે જપ્ત કર્યા હતા. આ વાહનો ફરી છોડાવવા માટે દંડ ભરવો પડતો હોય છે. ત્યારે રાજ્ય સરકારે આવા લોકોને પણ રાહત આપી છે. જે લોકો પોતાનું ટૂ-વ્હીલર કે થ્રી-વ્હીલર વાહન છોડાવવા જશે તેણે માત્ર 500 રૂપિયા કમ્પાઉન્ડિંગ ફી તરીકે આપવાના રહેશે. તેનાથી મોટા વાહનોએ 1000 રૂપિયા આપવાના રહેશે. આ સિવાય કોઈ રકમ ભરવાની રહેશે નહીં.

20 એપ્રિલથી ઈ-કોમર્સ કંપનીઓ મોબાઈલ, એસી, રેફ્રિજરેટર જેવી નોન-એસેન્શિયલ વસ્તુઓ વેચી નહિ શકે

કેન્દ્રીય ગૃહમંત્રાલયે રવિવારે સ્પષ્ટ કર્યું છે કે 20 એપ્રિલથી ઇ-કોમર્સ કંપનીઓને ફક્ત આવશ્યક ઉત્પાદનો વેચવાનો અધિકાર હશે. બિન-આવશ્યક ઉત્પાદનોને વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે જ ઈ-કોમર્સ સાથે જોડાયેલા વાહનોએ પરવાનગી લેવી પડશે. ગૃહમંત્રાલયે આ આદેશ એવા સમયે આપ્યો છે જ્યારે ઈ-કોમર્સ કંપનીઓએ મોબાઇલ ફોન, ફ્રિજ, વોશિંગ મશીન, એસી જેવી બિન-જરૂરી ચીજોની ડિલિવરી કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી.

ગૃહ મંત્રાલયે ગયા અઠવાડિયે જ છૂટ આપી હતી
ગત સપ્તાહે શનિવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મંત્રીઓના જૂથની બેઠક મળી હતી. બેઠકમાં કોરોનાથી સલામત વિસ્તારોમાં લોકડાઉનમાં મુક્તિ પર સંમતિ આપવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે એક માર્ગદર્શિકા જારી કરીને ઇ-કોમર્સ કંપનીઓ સહિત અન્ય ઘણા ક્ષેત્રોને 20મી એપ્રિલથી કામ શરૂ કરવાની મંજૂરી આપી છે. મંત્રાલયે ઇ-કોમર્સ કંપનીઓને કહ્યું હતું કે માલની ડિલિવરી માટે વાહનો માટે જરૂરી મંજૂરી મેળવવી પડશે. બેઠક બાદ એવું કહેવામાં આવ્યું હતું કે બંધ દરમિયાન કોઈપણ પ્રકારની છૂટછાટ ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા મુજબ હશે. પરંતુ રાજ્ય સરકારો પણ પોતાની રીતે નિયમોનો કડક અમલ કરી શકે છે.

ઈ-કોમર્સ કંપનીઓએ બુકિંગ શરૂ કર્યું હતું
ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ-કોમર્સ કંપનીઓએ ગૃહ મંત્રાલયને વ્યવસાય કરવાની છૂટ મળ્યા પછી મોબાઇલ ફોન બુક કરવાનું શરૂ કર્યું. કંપનીઓએ તેમની વેબસાઇટ પર કહ્યું હતું કે તેઓ 20 એપ્રિલ પછી ડિલિવરી શરૂ કરશે. જોકે, કંપનીઓએ કહ્યું હતું કે તે ફક્ત દેશના પસંદગીના શહેરોમાં જ વિતરણ કરશે. અગાઉ કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ઇ-કોમર્સ કંપનીઓ મોબાઇલ ફોન, ફ્રીજ, એસી, વોશિંગ મશીન જેવી બિનજરૂરી ચીજો ડિલિવર કરી શકશે. ફ્લિપકાર્ટ અને એમેઝોનએ ગૃહ મંત્રાલયના નવા આદેશોને પગલે 20 એપ્રિલથી તેમની વેબસાઇટ પરથી ડિલિવરી માહિતીને દૂર કરી છે.

આ સેવાઓ અને દુકાનો 20 એપ્રિલથી શરૂ થશે

 • કરિયાણા અને રેશનની દુકાન.
 • ફળ-શાકભાજીની ગાડીઓ, સેનિટરી વસ્તુઓ વેચતી દુકાનો.
 • ડેરી અને દૂધના બૂથ, મરઘાં, માંસ, માછલી અને ફીડ વેચતી દુકાનો.
 • ઇલેક્ટ્રિશિયન, આઇટી રિપેર, પ્લમ્બર્સ, મોટર મિકેનિક્સ, કેરેંટિયર્સ, કુરિયર, ડીટીએચ અને કેબલ સેવાઓ.
 • ઇ-કોમર્સ કંપનીઓ કામ શરૂ કરી શકશે. ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતા વાહનો માટે જરૂરી મંજૂરી મેળવવી પડશે.
 • તમામ જરૂરી સેવાઓ ઘરે પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રની રહેશે.

આ પ્રતિબંધો ચાલુ રહેશે

 • ટ્રેનો, મેટ્રો રેલ, બસો, ફ્લાઇટ્સ
 • ઓટો રિક્ષા, કેબ સેવાઓ
 • સિનેમા હોલ, મોલ, જિમ, બાર
 • સ્કૂલ કોલેજ, કોચિંગ સંસ્થા
 • ધાર્મિક કાર્યક્રમો, ધાર્મિક સ્થળો

અહિ તમામ માહિતી સરકાર ની નોટિફિકેશન ના આધારે આપવામાં આવે છે. જે સચોટ અને સરકારે જાહેર કરેલ હોય છે

Categories
Ahmedabad Gujarat News

ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય : સોમવારથી આ લોકોના ખાતામાં રૂ. 1000 સીધા જમા કરશે

66 લાખકાર્ડ ધારકોના એકાઉન્ટમાં સોમવારથી રૂ. 1000 જમા કરાવાશે

રાજ્ય સરકાર અન્ન સુરક્ષાધારા હેટળ 66 લાખ કાર્ડ ધારકોના એકાઉન્ટમાં સોમવારથી રૂ. 1000 જમા કરાવશે. એપ્રિલ માસ માટે સરકાર વધારાની સહાય કરશે. આ માટે કોઇ ફોર્મ ભરવાનું રહેશે નહીં. સરકાર ડેટાના આધારે રકમ જમા કરાવશે. આ માટે સરકાર પર 660 કરોડનો બોજો આવશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.

BPL યાદીમાં તમારું નામ ચેક કરો.

રૂપાણી સરકારનો ઐતિહાસિક, અભૂતપૂર્વ નિર્ણયઃ 66 લાખ BPL રેશનકાર્ડ ધારક પરિવારોને રૂપિયા એક-એક હજાર અપાશે.1000 રૂપિયાસોમવારથી સીધા ખાતામાં જ જમા થશેઃ કોઈ અરજી નહીં કરવી પડે, કતારોમાં ઉભા રહેવાની જરૂર નથી. રોગચાળામાં આટલી જંગી સહાય અપાયાનો ગુજરાતમાં પ્રથમ દાખલો: કોરોનામાં શ્રેણીબદ્ધ રાહતો, સહાય આપી રહેલી ગુજરાત સરકાર.

અહીંથી વાંચો વધુ

કોરોનાને અનુલક્ષીને  ગુજરાતમાં ગરીબીની રેખા નીચે જીવતા ૬૬ લાખ જેટલા પરીવારોને તેના ખાતામાં રૂ. એક-એક હજાર આપવાનો નિર્ણય રૂપાણી સરકારે કર્યો છે. સરકાર સોમવારથી આ નાણા ખાતામાં જમા કરાવવા લાગશે. લાભાર્થી ગરીબ પરીવારો તેનો પોતાની જરૂરીયાત મુજબ બેંકમાંથી ઉપાડી ઉપયોગ કરી શકશે. ભુતકાળમાં કુદરતી આપતી વખતે અસરગ્રસ્તોને કેશડોલ્સ અપાયાના અનેક દાખલા છે પરંતુ ખાતામાં એક સાથે રૂપીયા ૧૦૦૦ની સહાય કરવામાં આવે તેવો કદાચ આ રાજયમાં પ્રથમ બનાવ છે. રૂપાણી સરકારે ગરીબો માટે કરેલા અભુતપુર્વ નિર્ણયની આજરોજ જાહેરાત થઈ છે.

તા. ર૦ એપ્રિલથી ૬૬ લાખ બીપીએલ કાર્ડ પરીવારોના ખાતામાં રૂ. એક-એક હજાર સીધા જમા કરાવામાં આવશે. તેના માટે લાભાર્થી પરીવારે કોઇ પુરાવો આપવાની જરૂર નથી. સરકાર પાસે બીપીએલ કાર્ડ ધારકોની વિગતો છે તેના આધારે આ નાણાકીય સહાય તેના ખાતામાં પહોંચાડી દેવામાં આવશે. આ સહાયથી રાજય સરકાર પર રૂ. ૬૬૦ કરોડનો બોજો આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકારે બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને આ  મહિને રેશનકાર્ડે પર કેટલીક જીવન જરૂરી વસ્તુઓ વિનામુલ્યે આપી છે. હવે બીપીએલ પરીવારોને રોકડ સહાય કરીને નવો ઇતિહાસ સર્જયો છે.

ગુજરાતમાં કોરોનાનું સંકટ વધ્યુ છે. એક જ મહિનામાં કોરોનાના 1272 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે અને 48 લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે CMO સચિવ અશ્વિનીકુમાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. 66 લાખ લોકોના ખાતામાં ડાયરેક્ટ રૂા.1000 જમા કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ બીજી પણ કેટલીક અગત્યની જાહેરાત કરી હતી.

 • 66 લાખ કાર્ડધારકોને રૂા 1000ની સહાય
 • દરેકના ખાતામાં થશે રૂપિયા જમા
 • 63 માર્કેટિંગ યાર્ડમાં કામ શરૂ કરી દેવાયુ

CMO સચિવ અશ્વિનીકુમારે આજે રાજ્ય સરકાર તરફથી મહત્વની જાહેરાત કરી હતી. દેશભરમાં કોરોના સંકટ છે ત્યારે 3 મે સુધી લૉકડાઉન છે. આવામાં ગુજરાતમા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં 66 લાખ કાર્ડધારકો માટે મોટી જાહેરાત કરાઈ છે. નેશનલ સિક્યોરિટિ ફૂડ એક્ટ હેઠળ જે લોકો આવે છે તેમને આ લાભ મળશે.

આ સહાયથી સરકાર પર 660 કરોડનો વધારાનો બોજો

આજે CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 66 લાખ કાર્ડધારકોને 1000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવે છે. જે સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે અને આ માટે કોઈ પણ ફોર્મ ભરવાનું રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે આ સહાયથી સરકાર પર 660 કરોડનો વધારાનો બોજો વધશે.

કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે નહીં

અશ્વિનીકુમારે કહ્યું હતું કે આ સહાય તાત્કાલિક ધોરણેથી આપવામાં આવશે અને સોમવારથી લાભાર્થીઓના ખાતામાં સીધી જમા કરવાના શરૂ થઈ જશે. આ રકમ મેળવવા માટે કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે નહીં.

અનાજ વિતરણ ચાલુ રહેશે

જ્યારે તેમણે APL 1 કાર્ડધારકો માટે શરૂ કરાયેલી અનાજ વિતરણ વ્યવસ્થા વિશે માહિતી આપતા કહ્યું હતું કે સંતોષકારક રીતે આ યોજનાનો લાભ લોકોએ મેળવ્યો છે. જ્યારે કેટલાંક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાનો હક છોડ્યો હતો જેનાથી વધુને વધુ લોકોને લાભ મળે. કેટલાંક લાભાર્થીઓ અનાજ લેવા માટે બાકી રહ્યાં છે તો તેમને પણ હજુ અનાજ મળશે. એટલે કે જેનો અર્થ એ છે કે હજુ અનાજ વિતરણ બંધ કરાયું નથી અને આગામી દિવસોમાં પણ અનાજ અપાશે.

ઓઈલ મીલ ચાલુ કરાશે

સીએમઓ સચિવ અશ્વિની કુમારે કહ્યું કે સિંગતેલ મુદ્દે સીએમ રૂપાણીએ ઓઇલ મિલના માલિકો અને કલેક્ટર સાથે  બંધ મિલ ચાલુ કરવા માટે ચર્ચા કરી છે. આ ઉપરાંત અમદાવાદ કમિશનર સાથે CMએ વીડિયો કોન્ફરસથી ચર્ચા કરી છે. ગુજરાત સરકારે રાજકોટ વેન્ટીલેટર મોકલ્યા છે.

 

Join our WhatsApp Group

Categories
News

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના

યોજનાનું નામ

PM-KISAN યોજના એટલે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ.

મુખ્ય હેતુ :

ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે ૧૦૦% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે.

સહાયનું ધોરણ:

ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર થશે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવશે. જેમાં પહેલા હપ્તા તરીકે તારીખ ૦૧/૧૨/૨૦૧૮ થી ૩૧/૦૩/૨૦૧૯ સુધીનો સમયગાળો રહેશે. ત્યાર બાદ દર ચાર માસના અંતરે બીજા હપ્તાઓ ચુકવવામાં આવશે.

સહાય મેળવવા અંગેની પાત્રતા

પતિ, પત્નિ અને સગીર બાળકો (૧૮ વર્ષથી ઓછી વયના) કે જેઓ પૈકી કોઇ પણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોય (સંસ્થાકીય જમીનધારકો સિવાયના) અને તે પૈકીના કોઇ પણ સભ્ય સહાય મળવાપાત્ર નથી તે કેટેગરીમાં સમાવિષ્ટ ન હોય તેવા તમામ ખેડુત કુટુંબ સહાય મેળવવા પાત્રતા ધરાવે છે.

સહાય અરજી માટે જરૂરી વિગતો:

ખેડુતનું નામ, ગામ, તાલુકો, આધાર નંબર, કેટેગરી, IFSC કોડ અને બેંક ખાતાની વિગતો.

ખેડૂત કુટુંબે લાભ મેળવવા શું કરવું ?

 • આ યોજનાનો લાભ લેવા માંગતા ખાતેદાર ખેડૂતોએ પોતાના ગામમાં જ નક્કી થયેલ સર્વિસ પ્રોવાઇડર મારફત(https://www.digitalgujarat.gov.in/) પોર્ટલ પર ઓનલાઇન અરજી કરાવવી.
 • સર્વિસ પ્રોવાઇડર જેવા કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિનીયોર (વી.સી.ઇ.), દુધ મંડળી, સહકારી મંડળી, અન્ય કોઇ સરકારી અથવા સહકારી સંસ્થા/વ્યક્તિ મારફત અરજી કરાવવી.
 • અરજીકર્તાએ એ વિગતો સહિતનું ફોર્મ અને સંલગ્ન એકરારનામાની પ્રિન્ટ લઈ સહી કરી બેન્ક એકાઉન્ટ વિગત માટે ચેક/પાસબુકની નકલ અને આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ ડેટા એન્ટ્રી કેન્દ્ર ખાતે જમા કરાવવાની રહેશે. તલાટીએ તમામ વિગતો / દસ્તાવેજો એકત્રિત કરી લેવાના રહેશે. યોજના અમલીકરણના પ્રથમ વર્ષના પ્રથમ હપ્તા તરીકે આધારકાર્ડ નંબર ન હોય તો, તેવા કિસ્સામાં આધાર એનરોલમેન્ટ નંબર, ડ્રાઇવીંગ લાયસન્સ, ચુંટણીકાર્ડ વગેરે ઓળખપત્ર તરીકે આપવાનું રહેશે. પરંતુ ત્યારબાદ આધારકાર્ડ તેમજ આધાર સીડેડ બેન્ક એકાઉન્ટની વિગત ફરજીયાત પણે આપવાની રહેશે.
 • જમીન ધારક ખેડૂત કુટુંબ પૈકી લેન્ડ રોકોર્ડ પર નામ ધરાવતા વ્યક્તિ જો ગામમાં ન હોય અથવા ગામમાં રહેતા ન હોય તો તેમના વતી ખેડૂત કુટુંબ પૈકીના અન્ય પુખ્ત વ્યક્તિ એકરારનામું રજુ કરી શકશે. જે માટે એકરાનામું કરનાર વ્યક્તિએ પોતાનું નામ અને જમીન ધારક સાથેનો સબંધ એકરારનામાના નીચે ઉલ્લેખ કરવાનો રહેશે.
 • અરજીઓને ગ્રામસભામાં મંજૂરી મળેથી સહાય પાત્ર ગણાશે

જમીન ધારકતા માટે ધોરણો :

 • જમીન ધારકતાની ગણતરી માટે તા.૦૧/૦૨/૨૦૧૯ની સ્થિતીની જમીન ધારકતા ધ્યાને લેવાની રહેશે.
 • જમીન ધારકના મૃત્યુના કારણે વારસાઇથી માલિકી હક્ક ટ્રાન્સ્ફર સિવાયના કિસ્સામાં આગામી પાંચ વર્ષ સુધીના કોઇ પણ નવા જમીન ધારકને આ લાભ મળવાપાત્ર રહેશે નહિ.
 • તા. ૦૧/૧૨/૨૦૧૮ થી તા.૦૧/૦૨/૨૦૧૯ સુધીના સમયગાળામાં જમીન ધારક તરીકે નોંધાયેલ જમીન ધારકને લેન્ડ રેકોર્ડમાં જમીન ધારણ કર્યા અંગેની નોંધણી તારીખથી લાભ મળવાપાત્ર થશે,
 • આવા કિસ્સાઓ કે જ્યાં ખરીદી, વારસાઇ, વસિયતનામા, ભેટ સહિતના કારણોએ ખેડાણ લાયક જમીનની માલિકીના હક્ક તા.૦૧/૧૨/૨૦૧૮ થી તા.૩૧/૦૧/૨૦૧૯ના સમયગાળામાં ટ્રાન્સફર થયા હોય તેવા કિસ્સામાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ હપ્તા માટે ટ્રાન્સફર તારીખથી તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સમયગાળા માટે ચાર મહિનાના પ્રમાણમાં લાભ મળવા પાત્ર થશે.

સહાય કોને મળવાપાત્ર નથી :

યોજના હેઠળ નીચે દર્શાવેલ ઉચ્ચ આર્થિક દરજ્જો ધરાવતા ખેડૂત કુટુંબ લાભ માટે ગેરપાત્ર ઠરશે.
(અ) સંસ્થાકીય જમીનધારકો
(બ) જમીન ધારક ખેડૂત કુટુંબમાંની કોઇ એક અથવા વધુ વ્યક્તિ કે જેઓનો નીચેના પૈકી કોઇમાં સમાવેશ થતો હોય.
૧.વર્તમાન અને ભુતપુર્વ તમામ બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ
૨. વર્તમાન અને ભુતપુર્વ મંત્રીશ્રી/રાજ્ય્કક્ષાના મંત્રીશ્રી, વર્તમાન અને ભુતપુર્વ લોકસભા /રાજ્યસભા / વિધાનસભાના સભ્શ્રી, વર્તમાન અને ભુતપુર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી
૩.સેવારત અને નિવૃત્ત (તમામ) – કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલય/કચેરીઓ/ વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ જાહેર સાહસોના, કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની તમામ સ્વાયત્ત અને સંલગ્ન સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-૪/ ગ્રુપ- ડી સિવાયના) તમામ અધિકારી, કર્મચારી
૪. બ-૨/૩ પૈકીના તમામ વય નિવૃત્ત/નિવૃત્ત પેન્શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ. ૧૦,૦૦૦/- કે તેથી વધુ પેન્શન મેળવતા હોય (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/વર્ગ-૪/ગ્રુપ-ડી સિવાયના)
૫. છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડોકટર, એન્જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય.

Categories
News

આ યોજનામાં ૫ લાખ સુધીની હોસ્પિટલ સારવાર મળશે એકદમ ફ્રી માં, જાણો યોજના વિશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન નો શુભારંભ કરવામાં આવેલ છે. આ યોજનાના માધ્યમથી 10 કરોડથી વધારે પરિવારોને લગભગ 50 કરોડ જેવા લોકોને મફતમાં ઈલાજ મળી શકશે. આ યોજના અંતર્ગત દસ કરોડ પરિવારો ની પસંદગી 2011ની જનસંખ્યા ગણતરીના આધારે કરવામાં આવશે એવું અનુમાન છે. આધાર નંબર પરથી પરિવારોની યાદી તૈયાર કરવામાં આવેલ છે અને તમને આ સુવિધાનો લાભ મળશે. યાદી તૈયાર થયા બાદ આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ પ્રકારના ઓળખપત્ર ની જરૂર નથી.

કેવી રીતે જાણશો કે તમારું નામ રજીસ્ટ્રેશન થઇ ગયું છે

વર્ષ 2011ની જન સંખ્યા ગણતરી માં ગરીબી રેખાથી નીચે આવતા લોકોને આ યોજનાનો લાભ મળશે. યોજના માં તમારું નામ છે કે નહીં તે https://mera.pmjay.gov.in/search/login પર જઇને ચેક કરી શકો છો. ચેક કરવા માટે આપેલી લિંક ની વેબસાઇટ પર જવાનું રહેશે. જ્યાં તમને હોમ પેજ પર એક બોક્સ મળશે. તેમાં તમારો મોબાઇલ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ તે નંબર પર એક ઓટીપી આવશે. તેને વેબસાઈટ પર ઇન્ટર કરતાં જ તમને માલુમ પડશે કે તમારું નામ આ યોજનામાં જોડાયેલ છે કે નહીં.

હોસ્પિટલમાં કેવી રીતે મળશે લાભ

દર્દીએ હોસ્પિટલમાં દાખલ થયા બાદ પોતાના વિમાના દસ્તાવેજ આપવા પડશે. તેના આધાર પર હોસ્પિટલ ઈલાજ ના ખર્ચ વિશે વીમા કંપનીને જાણ કરશે અને વીમા ધારક વ્યક્તિના દસ્તાવેજોની પુષ્ટિ થયા બાદ કોઈપણ જાતના ખર્ચ વગર ઈલાજ થઈ શકશે. આ યોજના અંતર્ગત વીમાધારકને વ્યક્તિ ફક્ત સરકારી હોસ્પિટલ નહીં પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ પોતાનો ઈલાજ કરાવી શકશે. પ્રાઇવેટ હોસ્પિટલોને પણ વધુમાં વધુ જોડવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે.

આધાર કાર્ડ વગર મળશે લાભ

આયુષ્માન ભારત યોજના માટે તમારે આધાર કાર્ડની આવશ્યકતા નથી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોઇ પણ સરકારી સ્કીમનો લાભ ઉઠાવવા માટે તમારે હવે આધાર કાર્ડ ની જરૂર નથી.

કઈ બીમારીનો ઈલાજ કરાવી શકશો

આ યોજના અંતર્ગત મેટરનલ હેલ્થ અને ડીલેવરી ની સુવિધા, નવજાત તથા બાળકોના સ્વાસ્થ્ય, કિશોર સ્વાસ્થ્ય સુવિધા, કોન્ટ્રાસેપ્ટિવ સુવિધા અને સંક્રમણ, આંખ, નાક, કાન અને ગળા સંબંધિત બીમારીઓના ઈલાજ માટે અલગથી યુનિટ હશે. વૃદ્ધ વ્યક્તિઓ નો ઈલાજ પણ કરાવી શકાશે.