લોકસભા ચૂંટણીમાં ભાજપને 245 બેઠકો પણ નહીં મળે, જાણો કોણે કરી આગાહી

ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને NCP ના નેતા શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં હાલ કૉંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરી રહ્યાં છે.પરંતુ NCP અને કોંગ્રેસે ગઠબંધન કર્યું નથી. સાણંદમાં ગાંધીનગરના કૉંગ્રેસે ઉમેદવાર સીજે ચાવડા માટે  પ્રચાર સભા સંબોધી હતી અને નરેન્દ્ર મોદી પ્રહારો કર્યા હતા.વાઘેલાએ ગોધરા ટ્રેન હત્યાકાંડ અને ત્યારબાદના રમખાણો અંગે મોદી પાર આરોપો લગાવ્યા હતા.તેમણે કહ્યું કે આ ઘટનાઓ વ્યક્તિગત લાભ માટે યોજવામાં આવી હતી. આ સાથે તેમણે પુલવામા હુમલો અને બાલાકોટ હવાઈ હુમલા રાજકીય ષડયંત્રનો એક ભાગ હોવાનો આક્ષેપ કર્યો હતો. વાઘેલાએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી ભાજપ હિન્દુ-મુસ્લિમ, પટેલ, ક્ષત્રિય, ઠાકોર અને કોળીમાં દેશને વિભાજીત કરી રહ્યું છે’

વાઘેલાએ 2019 લોકસભા ચૂંટણી અંગે આગાહી કરતા કહ્યું કે ભાજપ સામેની અન્ય પાર્ટીઓ 325 બેઠકો જીતી જશે અને સરકાર બનાવશે. આ લોકસભાની ચૂંટણીના પરિણામ 23 મેના રોજ જાહેર થયા બાદ UPA 3ની સરકાર બનશે અને ભાજપ બહુમતીની 272 બેઠકો સુધી નહિ પહોંચી શકે. આમ વાઘેલાએ ભાજપની હારના એંધાણ આપી દીધા છે. એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વેના પરિણામો પણ ભાજપ વિરુદ્ધ જોવા મળ્યા છે અને ભાજપની સરકાર નહીં બને એવા સંકેત આપ્યા છે.

કોંગ્રેસના માટે પ્રચાર કરતા વાઘેલાએ કહ્યું કે તેઓ તેમના નજીકના મિત્ર અને ખેડાથી કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહ માટે ચૂંટણી પ્રચાર કરશે.તેઓ વડોદરા અને પાટણમાં પ્રચાર કરશે. તેમણે કહ્યું કે મારો મુખ્ય હેતુ જાહેરહિત માટે ભાજપને હરાવવાનો છે. હું કોંગ્રેસ અને એનસીપી માટે પ્રચાર કરીશ।