બજેટ ગુજરાત: ગ્રામ્ય કક્ષાએ 2,771 જગ્યાઓ ભરવામાં આવશે, વધુ જાણો

મંગળવારે ર જુલાઇના રોજ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયુ છે. 21 દિવસ સુધી ચાલના આ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નિતિન પટેલે 2 .04 લાખ કરોડનું બજેટ રજૂ કર્યુ છે. લોકસભા-વિધાનસભાની ચૂંટણી બાદ રજૂ થયેલ આ બજેટમાં કેંદ્વની નવી મોદી સરકારના 100 દિવસના એજન્ડા હેઠળ રોજગારી અને જીડીપી પર વધુ ધ્યાન આપવામાં આવ્યુ છે.

બજેટની મોટી જાહેરાતો:

રાજ્યના બધા જ ખેડૂતોને PM કિસાન સન્માન યોજનાનો લાભ
PM કિસાન સન્માન યોજના અંતર્ગત 28 લાખ ખેડૂતોને ચૂકવણી
28 લાખ ખેડૂતોને પ્રથમ 2 હપ્તાના 1131 કરોડ ચુકવ્યા
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ.7111 કરોડ
આંગણવાડી બહેનોના પગારમાં વધારો કર્યો હતો
ખેડૂતોને વ્યાજ સહાય આપવા રૂ.952 કરોડની જોગવાઈ
જળસંચય માટે સરકારની પાણીદાર યોજનાઓ
18 લાખ ખેડૂતોને પાક વિમા માટે રૂ.1073 કરોડની જોગવાઈ
બાગાયતી પાકોમાં વેલ્યુ એડીશન માટે હોર્ટિકલ્ચર નોલેજ સોસાયટી સ્થપાશે
2022 સુધીમાં ઘરે – ઘરે પીવાનું શુદ્ધ પાણી પુરૂ પડાશે : DyCM
બંધોની જાળવણી, નહેર માળખા સુધારણ, સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન
સિંચાઈ વ્યવસ્થાપન માટે રૂ.7157 કરોડની જોગવાઈ
દરિયાના ખારા પાણીને શુદ્ધ કરવા 8 ડિસેલિનેશન પ્લાન્ટ
બનાસકાંઠામાં થરાદથી સીપુ ડેમ સુધી લાઈન માટે રૂ.100 કરોડ
નર્મદા યોજના માટે રૂ.6595 કરોડની જોગવાઈ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારના વિકાસ માટે રૂ.260 કરોડ
માહિતી પ્રસારણ વિભાગ માટે રૂ.174 કરોડની જોગવાઈ
શિક્ષણ માટે રૂ.30045 કરોડની જોગવાઈ
શહેરી વિકાસ માટે રૂ.13149 કરોડની જોગવાઈ
કાયદા વિભાગ માટે રૂ.1653 કરોડની જોગવાઈ
મહિલા અને બાળ વિકાસ માટે રૂ.3138 કરોડ
આદિજાતી વિકાસ માટે રૂ.24981 કરોડની જોગવાઈ
શ્રમ અને રોજગાર માટે રૂ.1471 કરોડની જોગવાઈ
માર્ગ અને મકાન માટે રૂ.10058 કરોડની જોગવાઈ
બંદરો અને વાહન વ્યવહાર માટે રૂ.1378 કરોડ
ઉર્જા અને પેટ્રો કેમિકલ માટે રૂ.13094 કરોડની જોગવાઈ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.10800 કરોડ
રાજકોટમાં એઈમ્સના આંતરમાળકીય સુવિધા માટે રૂ.10 કરોડ
જળસંપત્તિ માટે રૂ.7157 કરોડની જોગવાઈ
પંચાયત અને ગ્રામ વિકાસ માટે રૂ.8462 કરોડની જોગવાઈ
નદીઓનું પ્રદૂષણ અટકાવવા રૂ.500 કરોડની જોગવાઈ
સૌને આવાસ યોજનાના લક્ષ્યાંક માટે રૂ.1553 કરોડની જોગવાઈ
પાણી પુરવઠા વિભાગ માટે રૂ.4300 કરોડની જોગવાઈ
16.54 લાખ ખેડૂતોને વીજળી પુરી પાડવા સરકાર તત્પર
સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે રૂ.4212 કરોડ
વીજળી માટે સોલાર રૂફ ટોપ યોજનાની જાહેરાત
1થી 3 કિલોવોટ સોલાર પ્લાન્ટ લગાવનારને 40 ટકા સબસીડી
2 લાખ પરિવાર માટે રૂ.1 હજાર કરોડની ફાળવણી
પુરૂષ દીઠ સ્ત્રી જન્મદર વધારવા નવી યોજનાની જાહેરાત
વ્હાલી દિકરી યોજનાની સરકારે જાહેરાત કરી, રૂ.133 કરોડની જોગવાઈ
ગુજરાત સરકાર ખેડૂતોની પડખે : DyCM
રી યુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ જાહેર કરનાર ગુજરાત પ્રથમ
આ નીતિ અંતર્ગત રૂ.199 કરોડની જોગવાઈ
આગામી અષાઢી બીજ સુધીમાં ખેડૂતોને સવા લાખ વીજ કનેક્શન અપાશે
અષાઢી બીજથી નર્મદામાંથી કેનાલમાં પાણી છોડવામાં આવશે
ખેડૂતોને સિંચાઈ માટે અષાઢી બીજથી નર્મદાનું પાણી અપાશે
આગામી 3 વર્ષમાં 60 હજાર યુવાનોની સરકાર નોકરીમાં ભરતી કરાશે
3 વર્ષમાં નવા 70 હજાર સખી મંડળ બનાવવાની જાહેરાત
CM એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ 1 લાખ ભરતી માટે રૂ.78 કરોડ
શ્રમિકો માટે સચેત યોજના હેઠળ રૂ.15 કરોડની જોગવાઈ
શ્રમિકોના બાળકોની હોસ્ટેલ માટે રૂ.10 કરોડની જોગવાઈ
રાજ્યમાં ફાયર સેફ્ટી ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે
આગની ઘટનાઓ બાદ સરકારે રૂ.129 કરોડની જોગવાઈ કરી
અગ્નિશામક સાધન, ફાયર સ્ટેનનના સાધનો માટે જોગવાઈ
સુરત આગની ઘટના બાદ રાજ્ય સરકારે લીધો બોધપાઠ
મેટ્રોરેલ પ્રોજેક્ટને આગળ વધારવા રૂ.510 કરોડની જોગવાઈ
એક હજાર નવી ST બસો ખરીદાશે, રૂ.221 કરોડની જોગવાઈ
નવા 22 બસ સ્ટેન્ડ, 13 જૂના બસ સ્ટેન્ડ માટે રૂ.66 કરોડની જોગવાઈ

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7111 કરોડની જોગવાઈ

ખેડૂત કલ્યાણકારી યોજનાઓના સુચારૂં અમલીકરણ માટે આગામી ત્રણ વર્ષમાં ગ્રામ્યકક્ષાએ કર્મચારીઓની 2,771 નવી જગ્યાઓ ભરવામાં આવશે જે પૈકી આ વર્ષે 1121 જગ્યાઓ ભરવાની કાર્યવાહી કરવામાં આવશે, શિક્ષણના વિકાસ માટે રૂ 30045 કરોડની જોગવાઈ, 5 હજાર જેટલા નવા વર્ગખંડ પ્રાથમિક શાળામાં બંધાશે.

ગુજરાતમાં ખેડૂતોને ઝીરો ટકા એ પાક ધિરાણ મળે છે ખેડૂતોને આવ્યા સહાય આપવા નવસો બાવન કરોડની જોગવાઈ, પાક વિમા નિધી સહિત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ચાલુ વર્ષે ૧૮ લાખ ખેડૂતોને પાક વીમા કવચ પૂરું પાડવા ૧૦૭૩ કરોડની જોગવાઈ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં વિવિધ પ્રોજેક્ટ માટે 299 કરોડની જોગવાઈ, આવતી અષાઢી બીજ સુધીમા પડતર 1.25 લાખ કિસાનોને નવા વીજ કનેકશન અપાશે સહિત માછીમારોની આવક પણ બમણી કરાશે.

જળ સંપત્તિ

જળ સંપત્તિ માટે 7157 કરોડઃ બંધ જાળવણી, નહેર માળખા સુધારણા, સહબાગી સિચાઇ યોજના માટે, સૌની યોજના ત્રીજા તબક્કાના 2258 કરોડના કામો પ્રગતિમા: 1880કરોડની જોગવાઇ, થરાદ થી સીપુ ડેમ પાઇપ લાઇન માટે 100 કરોડ, 6000 ગામોને લાભ, આદિજાતિ વિસ્તારમા 27600 વિસ્તાર સિચાઇ માટે 962 કરોડ, તાપી કરજણ લીક પાઇપલાઇન માટે 720 કરોડ, અંબીકા નદી પર રીચાર્જ પ્રોજેકટ માટે 372 કરોડ ફાળવાયા, સુરત જિલ્લા ના 23 હજાર ખેડૂતો માટે 245 કરોડ, કરજણ જળાશય માટે 220 કરોઠ, કડાણા જળાશય માટે 380 કરોડ ફાળવાયા છે.

નર્મદા યોજના માટે 6595 કરોડ,મૂખ્ય બંધના આનુષાગિક કામો, પાવર સાઉસ જાળવણી, કેનાલ ઑટોમેશન, જમીન સેપાદન, નાના વીજ મથકો, સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સંકલિત વિકાસ માટે 260 કરોડ ફાળવાયા છે.

ગ્રીન એન્ડ કલીન એનર્જી

ગુજરાત રીન્યુએબલ એનર્જી સ્થાપિત કરવા ૨૦૨૨ સુધીમા 30 હજાર મેગાવોટ લઇ જવાશે, નવી સોલર રૂફટોપ યોજના જાહેરઃ 3 કિલોવોટ નો પ્લાન્ટ બેસાડનાર પરિવારને 40ટકા સબસીડી, 3 થી 10 ટકા માટે 20 ટકા સબસીડી રૂ.1000 કરોડની જોગવાઇ કરાઇ છે.

આગામી 3 વર્ષમા નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે, નવા 70 હજાર સખી મંડળો નિર્માણ કરાશે 700 કરોડ ધિરાણ અપાશે, મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના સહિત વિવીધ રોજગાર યોજનાઓનો 15 લાખ યુવાનોને લાભઃ આગામી 3 વર્ષમા મુદ્રા યોજના હેઠળ 50 લાખ લાભાર્થીઓને લાભ અપાશે, છેલ્લા સોળ વર્ષમા એક પણ વાર ઓવર ડ્રાફટ લીધો નથી. ઉદ્યોગોના પ્રદુષિત પાણીને શુધ્ધ કરી તે પાણી ઉડા દરિયામા નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન માટે 2275 કરોડ ખર્ચાશે આ વર્ષે 500 કરોડની જોગવાઈ

શિક્ષણ

શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે 30,045 કરોડઃ નવા પાચ હજાર વર્ગખંડો માટે 454 કરોડ,દુધ સંજીવની અને અન્ન ત્રીવેણી યોજના માટે 1015 કરોડ, બાળકો ની ફી, યુનિફોર્મ, બૂટ, સ્કૂલ બેગ માટે 341 કરોડ, વર્ચુઅલ કલાસ રૂમ માટે 103 કરોડ તો ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 370 કરોડ, સરકારી કોલેજ, યુનિ ભવન માટે 206 કરોડ, કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ માટે 252 કરોડ ફાળવાયા છે.

આરોગ્ય

આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 10.800 કરોડ, આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના ના 4.90 લાખ નાગરિકોને 818 કરોડ ચેકવાયા: આ વર્ષે 450 કરોડની જોગવાઈ તો શહેરી વિસ્તાર આરોગ્ય તંત્રને સુદ્રઢ કરવા 110 કરોડ, મા અને મા વાત્સલ્ય યોજના માટે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો માટે 1000 કરોડ, સરકારી હોસ્પિટલોમા વિના મૂલ્યે દવાઓ માટે 500 કરોડ ફાળવાયા છે.

સીઝનલ રોગ નિયંત્રણ માટે 313 કરોડ, બાલ સખા રાજય વ્યાપી માટે 85 કરોડ, પી.એચ.સી, સી.એચ.સી બાધકામ માટે 129 કરોડ, તબીબી શિક્ષણ માટે Mbbs 4800, dental 1240, pg pg diploma સુપર સ્પેશ્યાલીટી માટે 1944 બેઠકો ઉપલબ્ધ કરવામાં આવશે.

રાજકોટ એઇમ્સ માટે 200 એકર જમીન ફાળવણી આતર માળખાકીય સવલતો માટે 10 કરોડ, નવી 750 એમ.બી.બીએસ બેઠકો માટે 80 કરોડ, સુરત ભાવનગર સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ માટે 160 કરોડ, હોસ્પિટલોમા ઓ.પી.ડી બિલ્ડીગ અને નર્સીગ બિલ્ડીગ માટે 116 કરો

રાજ્ય સરકારે વાલી દિકરી યોજનાની જાહેરાત કરી

આ યોજના અંતર્ગત જે કુટુંબના પહેલા બે બાળકો પૈકી ની દીકરીઓ ને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. વાલી દિકરી યોજના અંતર્ગત દીકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4000 અપાશે. નવમા ધોરણમાં આવે ત્યારે બીજા 6000 તેમ જ કે દીકરી અઢાર વર્ષની વટાવે ત્યારે તેને એક લાખ રૂપિયા આપવામાં આવશે. વ્હાલી દિકરી યોજના થી સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા મદદ થશે કન્યા કેળવણીને પ્રોત્સાહન મળશે રાજ્ય સરકારે આ યોજના અંતર્ગત 133 કરોડની જોગવાઇ કરી જોકે આ યોજના વાર્ષિક બે લાખ રૂપિયા સુધીની આવક ધરાવતાં પરિવારને લાભ મળશે.

મહિલા બાળ વિકાસ

મહિલા અને બાળ વિકાસ માટે 3138 કરોડની જોગવાઇ કરાઇ છે. દીકરીઓના જન્મદરમા વધારો કરવા વહાલી દીકરી યોજના નવી યોજના શરૂ કરાશે 133 કરોડઃ જેમા પ્રથમ ધોરણ પ્રવેશ સમયે 4000, નવમા ધોરણ મા આવે ત્યારે 6000 અને 18 વર્ષની વયે એક લાખ અપાશે. આંગણવાડીમા પુરક પોષણ માટે 751 કરોડ, વિધવા પેન્શન માટે 376 કરોડ, પૂર્ણા યોજના માટે 87 કરોડ ફાળવાયા છે.

1073 કરોડની કરાઈ જોગવાઈ

બાગાયતી પાકોમા વેલ્યુ એડીશન કરવા ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી સ્થપાશે, આવતી અષાઢી બીજ સુધીમાં પડતર 1.25 લાખ વીજ કનેક્શન ને જોડાણ આપી દેવાશે, સોલર રૂફ ટોપ યોજના બે લાખ પરિવારો પોતાના ઘરે લગાવે અને તેનાથી વીજળીનું ઉત્પાદન કરે એ માટે નવી સોલાર રૂફ ટોપ યોજના જાહેર કરવામાં આવી છે.

સોલર રૂફ ટોપ યોજનામાં પરિવારને નિયત રકમના ૪૦ ટકાની સબસિડી અને ત્રણ થી 10 કિલોમીટર સુધીની સિસ્ટમ પરિવારને ૨૦ ટકાની સબસિડી આપવામાં આવશે. તેના માટે ૧૦૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે. શહેરી વિસ્તારોમાં ઉત્પાદન થતાં ગંદા પાણીને કરીને તેનો અધિક હેતુસર ઉપયોગ કરવા માટેની રાજ્ય સરકારે જાહેર કરી ગંદા પાણીને શુદ્ધ કરવા માટેની નવી નીતિ તેના માટે 300mld સમતાના પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે.

નરસિંહ જન ધન યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં ૨૦ હજાર કરોડની ફાળવણી સરકાર કરશે. ચાલુ વર્ષે ૪૫૦૦ કરોડની માતબર રકમની જોગવાઇ કરાઇ છે જે ગત વર્ષ કરતાં 36 ટકા વધારે છે, 2022 સુધીમાં ૨૦ હજાર મેગાવોટ સુધી ગુજરાત એનર્જીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક ૧૦૦૦૦ મેગાવોટ વીજળી અન્ય રાજ્યોને આપવામાં આવશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે રાજ્ય સરકારે પર તમામ 125000 કનેક્શન આપી દેવાની જાહેરાત કરી છે. આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં 60000 ભરતી કરવાનો રાજ્ય સરકારનું આયોજન છે.

રાજ્યમાં બાળકો ગુમ થવાનો આંકડો ચોંકાવનારો

છેલ્લા 1 વર્ષમાં સમગ્ર રાજ્યમાં 2307 બાળકો ગુમ થયા, જેમાંથી 1804 બાળકો મળી આવ્યા છે. હજુ પણ 497 બાળકોનો કોઈ અતોપતો નથી. ગુમ થનારા સૌથી વધુ બાળકો 14 થી 18 વર્ષની ઉંમરના છે. સૌથી વધુ અમદાવાદમાંથી 431 બાળકો ગાયબ થયા હતા જેમાંથી 369 પરત ફર્યા છે. રાજકોટમાંથી 247 બાળકો ગુમ થયા હતા જેમાંથી 176 બાળકો પરત ફર્યા છે. 90 ટકા બાળકો ગુમ થવા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર ગૃહરાજ્યમંત્રીનો ગૃહમાં જવાબ. ગુમ થયેલા બાળકોમાં કોઈના પણ અંગ કાઢી લેવાના એક પણ કિસ્સા નોંધાયા નથી.

અમદાવાદ બગોદરા રાજકોટ હાઈ વે ને રૂ 2893 કરોડ ના ખર્ચે 6 માર્ગીય કરવાની કામગીરી ચાલુ, વાસદ-બગોદરા રોડ ને રૂ 1654 કરોડ ના ખર્ચે 6 માર્ગીય કરવામાં આવી રહ્યો છે. સરખેજ-ગાંધીનગર હાઇવે રૂ 867 કરોડના ખર્ચે 6 માર્ગીય કરાઈ રહ્યો છે, એલિવેટેડ કોરિડોર સહિત 9 ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજ બનશે. વલ્લભીપુર-ભાવનગર રોડ ને રૂ 207 કરોડ ના ખર્ચે 4 માર્ગીય રોડ બનાવાશે, સુરત-કડોદરા રોડ પર રૂ 101 કરોડ ના ખર્ચે અંડર બ્રીજ બનશે, મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુર ને રૂ 304 કરોડના ખર્ચે 6 માર્ગીય કરવાનું કામ ચાલુ છે.

ગૃહ વિભાગ માટે 6687 કરોડની જોગવાઈ

સેફ એન્ડ સિક્યોર ગુજરાત યોજના અંતર્ગત તમામ જિલ્લા મથકો તેમજ મોટા અને મધ્યમ શહેરોમાં સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ અને સિસ્ટમ માટે ૧૦૦ કરોડની જોગવાઈ કરાઈ, પોલીસ તંત્રની નવી કચેરીઓ બાંધવા 155 કરોડની જોગવાઈ, પોલીસ કર્મચારીઓના આવાસ બાંધવા ૨૨૩ કરોડની જોગવાઈ, જેલ તંત્ર ના મકાનો અને આવાસો બાંધવાના 109 કરોડ આમ કુલ 487 કરોડની જોગવાઈ, મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સેલ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 157 કરોડની જોગવાઈ, ગુજરાતના સરહદી વિસ્તારોમાં વિકાસ માટે 129 કરોડની જોગવાઈ, પોલીસ આધુનિકરણ યોજના હેઠળ પોલીસ તંત્ર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માટે 51 કરોડની જોગવાઈ કરાઇ છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના વિકાસ માટે 504 કરોડની જોગવાઈ

6490 ગ્રામ પંચાયતોને તાલુકા સાથે ઓપ્ટીક ફાઈબરથી જોડવામાં આવ્યા છે હવે 7522 ગ્રામ પંચાયતો 140 તાલુકા મથકો અને ચીઝ જિલ્લા મથકોને ગાંધીનગર સાથે ઓપ્ટીક ફાઈબરથી જોડવામાં આવશે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને નવું સ્ટેટ ડેટા સેન્ટર બનાવવા ૧૫ કરોડની જોગવાઇ અને હેતુ માટે જમીન ની ફાળવણી કરવામાં આવી છે અને નાગરિક પુરવઠા વિભાગ માટે 1005 કરોડની જોગવાઈ કરી છે.

350 ગોડાઉનને અપડેશન માટે ૨૮ કરોડની જોગવાઈ

એનેમિયા અને પોષણના નિવારણ માટે રાજ્યમાં નોટિફાઇડ ચોખા નું વિતરણ કરવાનું આયોજન આ માટેનું પાયલોટ પ્રોજેક્ટ નર્મદા જિલ્લામાં આ વર્ષે શરૂ કરવામાં આવશે જેના માટે એક કરોડની જોગવાઈ, રાજ્યમાં 12 એરપોર્ટ અને 5 એરસ્ટ્રીપ કાર્યરત, સરદાર સરોવર, શેત્રુંજય ડેમ, સાબરમતી રીવરફ્રન્ટ પર વિમાન ઉતરાણ શરૂ કરવા રૂ 5 કરોડ ના ખર્ચે વોટર એરોડ્રોમ બનાવશે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના એરિયલ વ્યુ માટે રૂ 1 કરોડ ની જોગવાઈ કરી છે.

રાજ્યની જેલો અને કોર્ટ વચ્ચે વિડીયો કોન્ફરન્સ સિસ્ટમ ઊભી કરી ઝડપી ન્યાય અને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે 31 કરોડની જોગવાઈ, રક્ષા શક્તિ યુનિવર્સિટીના માળખાકીય સુવિધા ઊભી કરવા 44 કરોડની જોગવાઈ, રાજ્યમાં આવેલ ઉદ્યોગો તેમજ અતિમહત્વપૂર્ણ મેટ્રો રેલ પ્રોજેક્ટની સુરક્ષા માટે 2૪૦૦ પોલીસ કર્મચારીઓ સાથે ના રાજ્ય અનામત પોલીસ દળના બે નવા ગ્રુપમાં કરાશે, પત્રકારત્વના અભ્યાસ પૂર્ણ કરેલા યુવાનો માટે મીડિયા ફેલોશીપ યોજનાની જાહેરાત કરાઇ છે.

યાત્રા ધામ વિકાસ બોર્ડના તમામ ધાર્મિક સ્થળો માટે 164 કરોડની જોગવાઈ કરાઇ તો મહત્વના યાત્રાધામો તથા સ્વચ્છતાની જાળવણી માટે 16 કરોડની જોગવાઈ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા ઓના પૂર્ણાંક પાંચાળ પ્રદેશના તે દેવસ્થાનનોના વિકાસ માટે પાંચ કરોડની જોગવાઈ, નર્મદા પરિક્રમા કરતા યાત્રાળુઓ માટે વિવિધ સુવિધા વિકસાવવા તથા પરિક્રમાપથ પર આવતા મંદિરના વિકાસ માટે ૨૦ કરોડની જોગવાઈ. જે પૈકી આ વર્ષે પાંચ કરોડની જોગવાઈ કરાઇ છે.

નાગરિક ઉડ્ડયન માટે 442 કરોડની જોગવાઈ

સરદાર સરોવર, શેત્રુંજી ડેમ, સાબરમતી રિવરફ્રન્ટ સ્થળો ઉપર વિમાન ઉતરાયણ ની સેવા શરૂ કરવા વોટર એરોડ્રામ બનાવવા માટે પાંચ કરોડની જોગવાઈ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના એરિયલ વ્યુ હેલિકોપ્ટર સેવા માટે એક કરોડની જોગવાઈ કરાઇ છે. રાજપીપળા નજીકના ઉભરાતા વિવિધ પ્રવાસન સ્થળનું આકર્ષણ વધારવા માટે રાજપીપળા એરસ્ટ્રીપને એરોડ્રોમ તરીકે વિકસાવવા માટે ફિઝિબિલિટી સ્ટડી અને સર્વે માટે એક કરોડની જોગવાઈ કરાઇ.

વન અને પર્યાવરણ વિભાગ માટે 1,454 કરોડની જોગવાઈ કરાઇ છે. વનના સંવર્ધન માટે ૩૫૮ કરોડની જોગવાઈ તો ગુજરાતના ગૌરવ એશિયાટિક સિંહોના રક્ષણ માટે અને નવા શેત્રુંજય ડિવિઝન ની રચના ઉપરાંત અદ્યતન હોસ્પિટલ સીએનજી urine cctv નેટવર્ક રેડીયો કોલર ડ્રોન સર્વે વગેરે માટે ૧૨૩ કરોડની જોગવાઈ કરાઇ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વન અને પર્યાવરણ અંગે વિવિધ સુવિધાઓ ના વિકાસ માટે 69 કરોડની જોગવાઈ, પ્રવાસન ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ વાર્ષિક 14 ટકાના વૃદ્ધિદર નોંધાયો છે તે ધ્યાનમાં રાખી પ્રવાસીઓને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા 472 કરોડની જોગવાઈ, નેશનલ Salt સત્યાગ્રહ મેમોરિયલ અને દાંડી માર્ચ ટુરીઝમ સર્કિટ ખાતે માળખાકીય સુવિધાઓનો વિકાસ માટે ૧૦ કરોડની જોગવાઈ, પ્રવાસન અને આશિષે છે વધુમાં વધુ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા માટે 4100 સ્થાનિક યુવાનોને તાલીમ 12 કરોડ આપવાની જોગવાઈ, જૂનાગઢનો ઐતિહાસિક અને પ્રાચીન ઉપરકોટ કિલ્લો એક જાણીતું હેરિટેજ સ્થળ છે આના વિકાસ માટે ૭ કરોડની જોગવાઈ કરાઇ છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6301 કરોડની જોગવાઈ

હેર સ્ટાઈલ ક્ષેત્રના સર્વાંગી વિકાસ જીતુ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ માટે ૧૫૦૦ કરોડની જંગી રકમની જોગવાઈ કરાઇ, એમ એ સેમ ક્ષેત્રે પોષણ આપવા માટે વિવિધ યોજનાઓ અંતર્ગત ૮૮૦ કરોડની જોગવાઈ, ઔધોગિક આંતરમાળખાકીય સુવિધાઓના અભિશોષણ માટે ૨૦૦ કરોડની જોગવાઇ તો માધા ઔધોગિક એકમોના પુનઃવસન માટે ૬૦ કરોડની જોગવાઈ કરાઇ છે. રાજ્યના યુવાવર્ગના નવીની તમ વિચારોને સાકાર કરવા માટેની યોજના startupઅંતર્ગત ૧૯ કરોડની જોગવાઈ છે.

કુટીર અને ગ્રામ ઉદ્યોગ માટે 614 કરોડની જોગવાઈ

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત 37 હજાર લાભાર્થીઓને સ્વરોજગારીની તકો મળે એ માટે 304 કરોડની જોગવાઈ કરાઇ, માનવ કલ્યાણ યોજના અંતર્ગત નાના કારીગરોને વિનામૂલ્યે તેમના રોજગારો ને અનુરૂપ સાધન વધારો આપવા માટે આ વર્ષે ૨૮ હજાર નાના કારીગરોને આવરી લેવાશે અને એના માટે ૪૮ કરોડની જોગવાઈ કરાઇ છે. રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા ૪૦૦ કારીગરોને 1000 નવા સોલર ખાન અને ૩૦૦ સોલર વણાટ શાળ ૬૫ ટકા સહાયથી આપવામાં આવશે આ માટે ત્રણ કરોડની જોગવાઈ છે.

ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે ૧૦૪૮ કરોડની જોગવાઈ

એસટી સેવાઓનો વ્યાપ વધારવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજ્ય સરકાર દ્વારા 1000 નવી બસો પૂરી પાડવામાં આવશે જેમાં વિદ્યુત અને સીએનજી સંચાલિત બસોનો સમાવેશ થશે જે માટે વર્ષોની ૨૧ કરોડની જોગવાઈ કરાઇ છે. મુસાફરોની વધુ સુવિધા માટે ૨૨ નવા બસ સ્ટેશન બનાવવા અને તે જૂના બસ સ્ટેશન રિનોવેશન માટે ૬૬ કરોડની જોગવાઈ છે. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી સુભાષબ્રિજ અમદાવાદ ખાતે નવા મકાનના બાંધકામ માટે ૧૩ કરોડની જોગવાઈ કરાઇ. રાજકોટ અને બારડોલી ખાતે આરટીઓની નવી કચેરીઓના બાંધકામ માટે પાંચ કરોડની જોગવાઈ છે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા જૂના બેડીબંદર નવા બેડી બંદર અને રોઝી પીયર ને બ્રોડગેજ રેલવે લાઈન જોડવા માટે ૪2 કરોડની જોગવાઈ કરાઇ. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં કામ કરતા પાંચ હજાર કામદારોની સલામતી અને સુરક્ષા અંગેની તાલીમ આપવા આઠ કરોડની જોગવાઈ આ કામદારોને આરોગ્ય વિષયક સેવાઓ આપવા માટે ત્રણ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નિઝરના ધારાસભ્ય સુનિલ દ્વારા ગૃહમાં ધર્મ પરિવર્તન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 13 જિલ્લાના 324 લોકોએ ધર્મપરિવર્તનની અરજી કરી, 324 અરજીઓમાંથી ફક્ત 187 અરજીઓ મંજુર થઈ, 298 હિન્દુએ ધર્મ પરિવર્તનની અરજી કરી, 19 મુસ્લિમોએ ધર્મ પરીવર્તનની અરજી કરી, 6 ખ્રિસ્તીઓ અને 1 બૌદ્ધ એ ધર્મ પરિવર્તનની અરજી કરી, વલસાડમાં ધર્મ પરિવર્તનની બે વર્ષમાં ત્રણ અરજીઓ આવી હતી, આ 3 અરજીઓની મંજૂરી આપવામાં આવી, સુરતમાં ધર્મ પરિવર્તન ની 474 અરજીઓ આવી, જેમાંથી બે વર્ષમાં 473 અરજીઓને મંજૂરી આપવામાં આવી,હિન્દુ 474, મુસ્લિમ 11 ધર્મ પરિવર્તનની અરજીઓ આવી, સુરતમાં 473અરજીઓ મંજૂર કરાઇ, અમરેલી માં ધર્મ પરિવર્તન માટે બે વર્ષમાં 13 હિન્દુઓએ અરજી કરી, જેમાંથી એક અરજી ને મંજૂરી આપવામાં આવી, ભરૂચ જિલ્લામાં ધર્મ પરિવર્તન માટે વર્ષમાં સાત અરજીઓને મંજૂરી આપવામાં આવી, ભરૂચમાં 14 હિન્દુ અને મુસ્લિમ 1 દ્વારા ધર્મ પરિવર્તન અરજી કરવામાં આવી હતી.

ખેડા જિલ્લામાં બે વર્ષમાં ધર્મ પરિવર્તનની નવ અરજીઓ મંજૂર કરવામાં આવી, જેમાં પાંચ હીન્દુ ,એક મુસ્લિમ ત્રણ ખ્રિસ્તીની અરજીનો સમાવેશ, અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ભારત ધર્મ પરિવર્તનની અરજીઓ મંજૂર કરવામાં આવી,અમદાવાદમાં કુલ ૨૮ હિન્દુ, ત્રણ મુસ્લિમ અને ખ્રિસ્તી 1 ધર્મ પરિવર્તનની અરજી કરી હતી, આણંદમાં ધર્મપરિવર્તનની 62 અરજી મંજૂર કરાઈ, આણંદમાં 61 હિન્દુ, બે મુસ્લિમ, 4ખિસ્તીએ અરજી કરી હતી, મહેસાણામાં છેલ્લા બે વર્ષમાં હિન્દુ અરજી કરી હતી જો કે જેમાં ધર્મ પરિવર્તનની કોઈની મંજુરી આપવામાં આવી નથી, સુરેન્દ્રનગરમાં છેલ્લા બે વર્ષમાં ૧૮ હિન્દુઓએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી તેમાંથી 9 અરજીઓને મંજૂર કરવામાં આવી, રાજકોટમાં 6 હિન્દુઓ, ચાર મુસ્લિમ 4 ધર્મ પરિવર્તનની અરજી કરી હતી જેમાંથી પાંચ અરજીઓ મંજૂર કરાઇ, બનાસકાંઠામાં છેલ્લા બે વર્ષમાં ધર્મ પરિવર્તનની 2 અરજી મંજુર કરી હતી, ત્રણ હિંદુ અને એક ખ્રિસ્તી દ્વારા ધર્મ પરિવર્તનની અરજી કરાઈ હતી.

સાબરકાંઠામાં ધર્મ પરિવર્તન માટે એક હિંદુ અરજી કરી હતી જોકે કોઈ મંજૂરી આપવામાં આવી નથી, કચ્છમાં ધર્મ પરિવર્તન માટે છેલ્લા બે વર્ષમાં 21 અરજીઓ મંજૂર કરાઇ, જેમાં ૨૧ હિન્દુ, બે મુસ્લિમ ની અરજીઓ હતી, પોરબંદરમાં બે વર્ષમાં ધર્મ પરિવર્તનની 3 અરજીઓ મંજૂર કરાઇ, આ અરજીઓમાં જેમા 2 હિન્દુ એક મુસ્લિમ અને એક બૌદ્ધ ધર્મના વ્યક્તિએ અરજી કરી હતી, અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ધર્મપરિવર્તન એક અરજી મંજૂર કરાઈ, અરવલ્લીમાં ચાર હિન્દુ એ ધર્મ પરિવર્તનની અરજી કરી હતી, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા બે વર્ષમાં ધર્મ પરિવર્તન અરજી આવી નથી.