Categories
India

PM મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું,જાણૉ કોને લાભ મળશે

દેશમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી વધી રહ્યો છે. દરમિયાન, કેન્દ્ર સરકાર લોકડાઉનમાં સતત રાહત આપી રહી છે. શું હવે કોરોના સંકટ વચ્ચે દેશ આ માર્ગને અપનાવવાની તૈયારી કરી રહ્યો છે? અથવા અર્થતંત્રને વેગ આપવા માટે, લોકડાઉનને હળવા બનાવવા માટેનું બ્લુપ્રિન્ટ તૈયાર છે. આ બધા સવાલો વચ્ચે બધાની નજર પીએમ મોદીના સંબોધન પર હતી.

પીએમ મોદીએ કહ્યું કે દુનિયા અત્યારે જિંદગી બચાવવાના જંગમાં વ્યસ્ત છે. આપણે આજ સુધી આવું સંકટ કદી જોયું નથી. અકલ્પનિય સંકટ છે પરંતુ થાકવું, હારવું, વિખેરાઈ જવું માનવને મંજૂર નથી. સતર્ક રહીને આપણે બચવાનું પણ છે અને આગળ વધવાનું છે. એકવીસમી સદી ભારતની છે. કોરોના પહેલાં અને કોરોના પછી એમ વિશ્વને જો નવી નજરે જોવામાં આવે તો એ વિશ્વાસ મજબૂત બને છે કે 21 મી સદી ભારતની જ હશે.

પીએમ મોદીએ આજે આત્મનિર્ભર ભારત બનવવા માટે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. વિશેષ આર્થિક પેકેજની જાહેરાત, જે આત્મનિર્ભર ભારતની જરૂરિયાતો પર કામ કરશે. 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જે ભારતના જીડીપીના લગભગ 10 ટકાછે. 2020માં 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાન માટે જાહેર કરાયું છે.

આ પેકેજ લેન્ડ,લેબર, લિક્વિડીટી અને લો દરેક માટે કામ કરશે .કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે રાહત મળશે.પીએમ મોદીએ કહ્યું કે આ બધા દ્વારા દેશના વિવિધ વર્ગ, આર્થિક સિસ્ટમની લિંક્સને 20 લાખ કરોડ રૂપિયાનો ટેકો મળશે. 20 લાખ કરોડ રૂપિયાના આ પેકેજથી આત્મનિર્ભર ભારત અભિયાન 2020 માં દેશની વિકાસ યાત્રાને નવી ગતિ મળશે.

Categories
India

સરકારે આ કારણે રદ કર્યા 3 કરોડ રાશન કાર્ડ, ક્યાંક તમારુ કાર્ડ તો નથી ને સામેલ

કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યુ કે, રાશન કાર્ડના ડિજિટલીકરણ અને આધાર સિડિંગ દરમિયાન 3 કરોડ રાશનકાર્ડ ખોટા મળી આવ્યા છે. જેમને રદ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, સરકારે લોકડાઉનના સમયગાળા દરમિયાન ગરીબો માટે પ્રધાનમંત્રી ગરીબ યોજના હેઠળ જૂન સુધી 3 મહિના માટે પ્રત્યેક રાશનકાર્ડ ધારકને મફત એક કિલો દાળ વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે.

કેમ રદ થયા રાશનકાર્ડ

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, આધાર અને રાશનકાર્ડ લિંકિંગ જરૂરી છે. તેથી રાશન કાર્ડ રદ થયા છે. તે સિવાય ખોટા રાશન કાર્ડ પણ બનાવીને સરકારની સ્કીમથી મફતમાં અનાજ અને અન્ય સામાન લેવામાં આવી રહ્યા છે. આ રાશન કાર્ડ પણ રદ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કુલ 80 કરોડ લોકોની પાસે રાશન કાર્ડ છે. આ પહેલને મોટા પ્રમાણમાં ઘણા પ્રવાસી લાભાર્થિયો જેવા કે, મજૂર, દૈનિક મજૂર, બ્લૂ-કોલર શ્રમિકો આદિના કલ્યાણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે દેશભરમાં રોજગારની તલાશમાં ઘણીવખત પોતાના નિવાસ સ્થાન બદલે છે.

હવે શુ કરો

રાશન કાર્ડ કેન્સલ થવા પર તમારા ખાદ્ય આપૂર્તિ વિભાગમાં જઈને તેની જાણકારી લેવી હશે. જ્યાં પોતાનુ રાશન કાર્ડ અને આધાર કાર્ડ દેખાડે છે. આધાર નંબરને રાશન કાર્ડથી લિંગ કરવામાં આવ્યા છે. ત્યારબાદ પોતાનુ નવુ રાશન કાર્ડ બનશે અને જૂનુ જ ચાલુ રહેશે.

1 જૂનથી શરૂ થી રહી છે આ સ્કીમ

તમને જણાવી દઈએ કે, સરકાર 1 જૂન 2020 થી ‘એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ’ યોજનાને લાગુ કરી આપશે. તે થકી જૂના અને નવા રાશન કાર્ડ ધારક દેશમાં કોઈપણ રાશનની દુકાનથી ક્યાંય પણ રાશન ખરીદી શકશે. કેન્દ્રિય ઉપભોક્ચા મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને હાલમાં જ તેની જાહેરાત કરી છે. તેને રાશનકાર્ડ પોર્ટેબિલિટી કહેવામાં આવી રહ્યા છે.

Categories
Gujarat India

17મી મે પછી શું? લોકડાઉનમાંથી બહાર નીકળવા સરકાર બનાવી રહી છે મોટો પ્લાન

લોકડાઉનને દોઢ મહિનાથી વધુ સમય થયો

લોકડાઉનને 45 દિવસથી વધારેનો સમય વિતિ ચૂક્યો છે. 17મી મેના રોજ ત્રીજા તબક્કાનું લોકડાઉન પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે. હવે લોકડાઉન લંબાવવાથી મોટી આર્થિક સમસ્યા સર્જાવાનો ડર છે ત્યારે કેન્દ્ર સરકાર અર્થતંત્રને બને તેટલું ઝડપથી ધમધમતું કરવા એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે.

સ્થાનિક તંત્રને સ્પષ્ટ સૂચના આપવા પ્રયાસ

દેશમાં લોકડાઉન ખતમ કરવા માટે તેમજ કોરોનાનો પ્રસાર અટકાવવા જે પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાની જરુર છે તેમની વિસ્તૃત યાદી (નેગેટિવ એક્ટિવિટી લિસ્ટ) બનાવાઈ શકે છે. હાલ કેન્દ્ર સરકાર ઘણી આર્થિક પ્રવૃત્તિ માટે મંજૂરી આપી રહી છે, પરંતુ અમુક મૂંઝવણોને કારણે જિલ્લા તંત્ર તેમને અટકાવી રહ્યું છે. આવું કંઈ ના થાય તે માટે પણ એક નિશ્ચિત વ્યવસ્થા ગોઠવવા માટે આ નીતિ બનાવાઈ રહી છે.

શું બંધ રહી શકે?

સમગ્ર વિચાર લાંબા લોકડાઉન બાદ યોગ્ય સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે જેટલી બની શકે તેટલી આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી કરવાનો છે. નેગેટિવ લિસ્ટમાં જ્યાં લોકો મોટી સંખ્યામાં એકઠા થતાં હોય તેવી પ્રવૃત્તિ, સાપ્તાહિક બજારો ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓનો થોડા સમય માટે સમાવેશ કરી શકાય છે.

આટલી સાવધાની રાખી શકાય

દેશમાં ત્રીજા તબક્કાનું લોકડાઉન 17મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. જોકે, તેના બે દિવસ પહેલા જ આ અંગેનો આખરી નિર્ણય જાહેર થાય તેવી શક્યતા છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ, વચ્ચેની સીટ ખાલી રાખી વિમાનોના ઉડ્ડયનને મંજૂરી, કામકાજના સ્થળે 10થી વધુ લોકો એકઠા ના થાય તેમજ બે શિફ્ટ વચ્ચે 40 મિનિટનું અંતર રહે અને નિયમિત સેનિટાઈઝેશન થતું રહે તેવા નિયમો બનાવાઈ શકે છે.

ઈન્સ્પેક્ટર રાજનો ભય

20 એપ્રિલ અને 4 મેના રોજ સરકારે ઘણી આર્થિક પ્રવૃત્તિઓને શરુ કરવા મંજૂરી આપી દીધી હતી. પરંતુ ગાઈડલાઈનમાં સ્પષ્ટતાના અભાવે જે છૂટછાટ અપાઈ તેનો જોઈએ તેવો અમલ થઈ શક્યો નહોતો. કેન્દ્ર સરકારના કેટલાક નીતિકારો એ વાતને લઈને ચિંતામાં છે કે સ્પષ્ટ નીતિના અભાવે સ્થાનિક તંત્રને વધારે પડતી સત્તા મળી જાય છે. જેના કારણે ઈન્સ્પેક્ટર રાજ શરુ થવા જેવી સ્થિતિમાં ચીનમાંથી જે કંપનીઓ બહાર નીકળવા વિચારી રહી છે તેમને ભારત લાવવામાં મુશ્કેલી પડી શકે છે.

પાંચ-છ બાબતો નેગેટિવ લિસ્ટમાં સમાવાશે

કેન્દ્ર સરકાર જે નેગેટિવ લિસ્ટ બનાવવા વિચારી રહી છે તેમાં કઈ આર્થિક પ્રવૃત્તિ શરુ કરી શકાશે અને શેના પર નિયંત્રણો રહેશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવશે. આ બાબતો સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પાંચ-છ વસ્તુઓને નેગેટિવ લિસ્ટમાં રાખી બાકીની બધી આર્થિક પ્રવૃત્તિ શરુ કરવાની તાતી જરુર છે. સપ્લાય ચેન ફરી ધમધમતી થવી જ જોઈએ.

અર્થતંત્ર હાલ ડામાડોળ

ઉલ્લેખનીય છે કે, આર્થિક પ્રવૃત્તિઓ બંધ થતાં સરકારની આવકમાં પણ અકલ્પનિય ગાબડું પડ્યું છે. બીજી તરફ, કોરોના સામે લડવામાં મોટો ખર્ચ પણ થઈ રહ્યો છે. પ્રાઈવેટ સેક્ટર્સની હાલત પણ માંદી છે. મોટાભાગની કંપનીઓ અને નાનામોટા ઉદ્યોગકારોએ કર્મચારીઓના પગારમાં કાપ મૂકી દીધો છે, અને ઘણા તો પગાર કરવાની સ્થિતિમાં જ નથી રહ્યા. કામધંધા બંધ થતાં લાખોની સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો તેમના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે આ બધું અટકાવવા અને સ્થિતિને પાટે ચઢાવવાનો સરકાર સામે પણ મોટો પડકાર છે.

Categories
Gujarat India News

જો લોકડાઉન લંબાવાશે તો કઈ બાબતોનું ધ્યાન રખાશે ? જાણો શું છે.

દેશભરમાં લોકડાઉનને દોઢ મહિના કરતા વધારે સમય થઈ ગયો છે. આપણે લોકડાઉનના ત્રીજા તબક્કામાં છીએ. જે આ મહિનાની 17મી તારીખે પૂર્ણ થઈ રહ્યું છે. હાલ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે છૂટછાટો આપવામાં આવી રહી છે, પરંતુ ઈકોનોમિક એક્ટિવિટી ઠપ થવાના કારણે સંકટ ઉભું થયું છે. સરકારે કંસ્ટ્રક્શન, રિટેલ અને મેન્યુફેક્ચરિંગને શરુ કરવા માટે લોકડાઉન 3.0માં ઘણી છૂટછાટો આપી છે. જોકે, ઘણાં રાજ્યોમાં વાયરસને ફેલાતો અટકાવવા માટે પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યા છે. 17 મે બાદ શું થશે, તેને લઈને સરકાર પ્લાન બનાવી રહી છે, એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવશે કે આખા જિલ્લામાં પ્રતિબંધ લગાવવાના બદલે એ વિસ્તારોમાં જ લોકડાઉન રખાશે જ્યાં કોરોના વાયરસના કેસો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાના કારણે પેદા થયેલા આર્થિક સંકટને ઘટાડવા માટે કન્ટનમેન્ટ જોનની બહાર ઈકોનોમિક એક્ટિવિટીને મંજૂરી આપવામાં આવી શકે છે.

આર્થિક ગતિવિધિ લગભગ બંધ

કેન્દ્રએ લોકડાઉન 3.0માં કેટલીક છૂટછાટો આપી હતી. જોકે, કંસ્ટ્રક્શન એક્ટિવિટી ઝડપી નથી બની રહી. જ્યારે મજૂરો ઓછા પડવાની પણ સમસ્યા છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ ના થઈ રહ્યું હોવાના કારણે માલ વહનમાં પણ એટલી તેજી નથી દેખાઈ રહી.

પોઝિટિવ દેખાઈ રહ્યો છે ટ્રેન્ડ

લોકડાઉન પહેલા જ્યાં 22 લાખ ઈ-વે બિલ્સ જનરેટ થતા હતા, હવે તેની સંખ્યા 6 લાખ સુધી થઈ ગઈ છે. જોકે, પાછલા ત્રણ અઠવાડિયામાં લગભગ 100 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે સારો ટ્રેન્ડ છે. ત્રણ અઠવાડિયા પહેલા સુધી ડેઈલી 3.2 ઈ-વે બિલ જનરેટ થતા હતા.

મોટા વિસ્તારોને બંધ કરવાની અસર

લોકડાઉન ચાલી રહેલી ચર્ચા વિચારણામાં ઘણાં મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. જેમાં એવી સ્ટ્રેટેજી બનાવવા પર ભાર આપવામાં આવે છે કે જે ખાસ લોકેશન પર કોરોના સંકટ ઉભું થયું છે તેમાંથી મૂક્તિ મેળવીને એક્ટિવિટી ફરી શરુ કરવામાં આવે.

હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં મળી શકે છે છૂટછાટ

કેન્દ્ર સરકારે લોકડાઉન 3.0 માટે જે ગાઈડલાઈન્સ જારી કરી હતી, તેમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ઘણાં પ્રકારની ગતિવિધિઓને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં નિયમિત સમય પર દુકાનો ના ખુલવી, લોકોને બહાર નીકળવાની છૂટ મળી મુખ્ય હતા. ગ્રીન ઝોનમાં બસ સેવાઓ ઈન્ડસ્ટ્રીઝ શરુ કરવા પાછળનો નિર્દેશ હતો. જોકે, ઘણાં રાજ્યો સાવધાની વર્તવા માટે છૂટ આપવા માટે તૈયાર નથી.

કોરોનાથી છૂટકારો મેળવવામાં સમય લાગશે

સરકાર વારંવાર કહી ચૂકી છે કે કોરોના સાથે જીવવાની આદત પાડવી પડશે. આ પડકારમાંથી છૂટકારો મેળવવા માટે સાવધાની જ ઉપાય છે. વેક્સીન તૈયાર થવામાં અને સમયસર પહોંચવામાં સમય લાગી શકે છે, ત્યાં સુધી દેશને લોકડાઉનમાં ના રાખી શકાય.

સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બનશે હથિયાર

લોકડાઉન ખતમ થયા બાદ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સામાન્ય જીવનનો ભાગ બનશે. નહીં તો વાયરસ ફેલાવાનો ખતરો યથાવત રહી શકે છે. આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે. લોકોએ બહાર નીકળતી વખતે સાવધાની રાખવી પડશે. પબ્લિક પ્લેસ પર સેનિટાઈઝર્સની વ્યવસ્થા કરવી પડશે. આ સિવાય, સંદિગ્ધોનું ટેસ્ટિંગ અને તેમની સારી રિકવરી માટે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મજબૂત કરવાની જરુરિયાત છે

Categories
Bollywood India

ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં નિધન

બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનનું 54 વર્ષની ઉંમરે નિધન, ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમરને કારણે મોત

બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈ ખાતે આજે નિધન થયું છે. તેમને મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે જ તેમને આઈસીયૂમાં ભર્તી કરવામાં આવ્યા હતા. ઇરફાન ખાનના મોતની જાણકારી ડિરેક્ટર સુજિત સરકારે ટ્વીટ કરીને આપે છે.

નોંધનીય છે કે, ઈરફાન ખાન વર્ષ 2018માં ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમરથી પીડિત હોવાનું સામે આવ્યું હતું. જેની સારવાર તેમણે લંડનમાં કરાવી હતી. લંડનથી આવ્યા બાદ ઈરફાન ઘણીવાર રૂટીન ચેકઅપ માટે કોકિલાબેન હોસ્પિટલમાં જતો હતા. જો કે હાલમાં હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ છે.

ઉલ્લેખનીય છે કે, ઇરફાન ખાનની માતા સઈદા બેગમનું હાલમાં જ રાજસ્થાનમાં નિધન થયું હતું પરંતુ લોકડાઉનના કારણે ઈરફાન પોતાની માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યો નહોતો. આ સ્થિતિમાં તેણે વીડિયો કોલથી માતાના અંતિમ દર્શન કર્યા હતા.

Categories
India

૩જી મે પછી શું હશે લોકડાઉન ની સ્થિતિ? સરકાર ની લોકડાઉન ના સંદર્ભે આ છે ચોક્કસ યોજના, જાણો

મિત્રો, હાલ આપણા દેશ મા દિન-પ્રતિદિન કોરોના વાઇરસ ના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના ની આ સમસ્યા ને અટકાવવા માટે વડાપ્રધાન મોદીજીએ સમગ્ર દેશમા લોકડાઉન ૩ મે સુધી લંબાવ્યુ. લોકડાઉન હાલ ૨૦ તારીખ બાદ અમુક શરતો સાથે હળવુ કરવામા આવી રહ્યુ છે ત્યારે જો આ તમામ સરકારી સ્ત્રોતો ની વાત માનીએ તો કેન્દ્ર સરકાર ૩ મે બાદ પણ લોકડાઉન નુ દબાણ હટાવવા ના મૂડ મા નથી.

હાલ લોકડાઉન પૂર્ણ થયા બાદની યોજના પણ તૈયાર કરવામા આવી રહી છે. મીડિયા થી પ્રાપ્ત થતા એક અહેવાલ મુજબ, 3 મે બાદ લોકડાઉન ધીમે-ધીમે દૂર કરવામા આવશે અને અમુક શરતો સાથે વધારે છૂટછાટ આપવામા આવશે. જો કે રેડ અને ઓરેન્જ ઝોનવાળા વિસ્તારો ને હાલ કોઈ જ પ્રકાર ની છૂટછાટ મળશે નહી. કોરોના ની સમસ્યા નુ નિવારણ મળ્યા બાદ જ લોકડાઉન ની સંપૂર્ણ અસરો દૂર થશે.

લોકડાઉન બાદ કેન્દ્ર સરકાર નુ આ સચોટ આયોજન :

મીડિયા થી પ્રાપ્ત થતા અહેવાલો મુજબ લોકડાઉન બાદ સરકારે આવુ કઈક આયોજન તૈયાર કર્યુ છે, જેમા ૩ મે બાદ પણ ટ્રેન અથવા વિમાન ની મુસાફરી તો મુશ્કેલ છે કારણ કે, આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામા આવ્યો નથી. ગ્રીન ઝોનવાળા વિસ્તારો મા શહેરમા ફક્ત અવરજવર માટે મંજૂરી આપવામા આવશે. સામાજિક અંતર અને માસ્ક લોકો ની રોજિંદી જીવનશૈલી નો એક ભાગ રહેશે.

તે લાંબા સમય સુધી ફરજિયાત રાખવામા આવી શકે છે. તમને ઘર માંથી બહાર નીકળવા માટે ની સ્વતંત્રતા મળી શકે છે પરંતુ, માસ્ક પહેરીને એક બીજા થી અંતર ની સંભાળ અવશ્ય લેવી પડશે. સામાજિક અંતર ને ધ્યાનમા રાખીને ઓફિસોમા કાર્ય કરવા માટે ની મંજૂરી મળી શકે છે. કોઈ જગ્યાએ ભીડ એકઠી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

લગ્ન પ્રસંગ અને ધાર્મિક સ્થળો માટે હાલ મા રાહત આપી શકાશે નહિ. લગ્નમા આવતા અતિથિઓ ની યાદી બનાવીને તમારે ડી.એમ. ની લેખિત પરવાનગી લેવી પડશે. 3 મે બાદ દુકાનો ને પણ અમુક શરતો સાથે રાહત આપી શકાય છે.

લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ મુંબઇ, દિલ્હી, નોઈડા, ઇન્દોર જેવા વિસ્તારો પર વિશેષ પ્રકારે નિરીક્ષણ રાખવામા આવશે. અહી હાલમા લોકડાઉન ના અમુક નિયમો નુ પાલન કરવામાં આવશે. સૂત્રો જણાવે છે કે દેશમા કોરોના ની સ્થિતિ નુ વધુ સારી રીતે મૂલ્યાંકન કર્યા બાદ જ આગળ ની રણનીતિ નિશ્ચિત કરવામા આવશે.

Categories
India

વડાપ્રધાન મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ લોન્ચ કર્યું, સરપંચો સાથેનું વીડિયો કોન્ફરન્સિંગ

  • મોદીએ ગુરુવારે કહ્યું- કોરોના સંકટમાં પંચાયતી રાજ વ્યવસ્થાના વીર યોદ્ધા મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે
  • 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે, આ પ્રસંગે અગાઉ ઝાંસીમાં મોદીની રેલી થનાર હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સરપંચો સાથેનું વીડિયો કોન્ફરન્સિંગ શરૂ થયું છે. મોદી પંચાયતી રાજ દિવસ (24 એપ્રિલ) પર દેશના તમામ સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી રહ્યાં છે. મોદી પહેલા પંચાયતી રાજ દિવસના પ્રસંગે ઝાંસીમાં સરપંચોની સભાને સંબોધિત કરવાના હતા. જોકે હવે આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે દેશ કોરોના મહામારી અને લોકડાઉનનો સામનો કરી રહ્યો છે. ગુરુવારે મોદીએ પંચાયતી રાજ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને લખેલા પત્રમાં પંચ-સરપંચોને વીર યોદ્ધા ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે આપણે ધૌર્ય, અનુશાસન, સહયોગ અને સાવધાનીથી કોરોનાની મહામારીને હરાવીશું.

અપડેટ્સ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ લોન્ચ કર્યું
  • કોરોના સંકટનો સૌથી મોટો સંદેશ આત્મનિર્ભર થવું પડશેઃ મોદી
  • દેશ, રાજ્ય, જિલ્લા, ગામ દરેક સ્તરે આત્મનિર્ભર બનોઃ મોદી

વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં જણાવ્યું કે આ દરમિયાન e-GramSwaraj પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવશે. તેની સાથે સ્વામિત્વ યોજન પણ લોન્ચ થશે, જેનાથી ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસની કોશિશમાં ગતિ આવશે. ઉલ્લેખનીય છે કે પંચાયતી રાજ દિવસ મનાવાની શરૂઆત મનમોહન સિંહ સરકાર દરમિયાન 2010થી શરૂ થઈ હતી.

મોદીએ પંચાયતી રાજ મંત્રી તોમરને પત્ર લખ્યો

કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પંચાયતી રાજ દિવસના અભિનંદન પાઠવતા મોદીએ લખ્યું કે જ્યારે કોરોનાની મહામારી સમગ્ર માનવતા સમક્ષ પડકાર બનીને ઉભી છે, એવામાં આપણે તમામ ભારતીયોએ તેનો એક થઈને સામનો કરી રહ્યાં છે. એવામાં પંચાયતી રાજ વ્યવસ્થાના સભ્યો વીર યોદ્ધાની જેમ ફરજ બજાવી રહ્યાં છે. મહાત્મા ગાંધીનું માનવું હતું કે ભારતની આત્મા ગામડા છે. આપણી સરકાર આ વિચાર સાથે આગળ વધી રહી છે. તેમાં તેમણે પંચાયતી રાજ ક્ષેત્રોની ઘણી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

 

LIVE PM મોદીનો સરપંચો સાથે સંવાદ

LIVE PM મોદીનો સરપંચો સાથે સંવાદ

Posted by VTV Gujarati News and Beyond on Thursday, April 23, 2020

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશની ગ્રામ પંચાયતોના પ્રતિનિધિઓ સાથે વાત શરૂ કરી છે. કોરોના વાયરસ અને લૉકડાઉન વચ્ચે, પીએમ મોદી આ સમયગાળા દરમિયાન રોગચાળા સામેના યુદ્ધમાં સરપંચો સાથે સંવાદ કર્યો છે અને સાથે જ શક્ય છે કે અહીં ગામડાઓને સુરક્ષિત રાખવાનો એક્શન પ્લાન પણ તૈયાર કરાય.

વડા પ્રધાને કહ્યું હતું કે જે વેબસાઇટની શરૂઆત થઈ છે તેના માધ્યમથી ગામ સુધી માહિતી પહોંચાડવામાં અને મદદ કરવામાં તે વધુ ઝડપી બનશે. હવે ગામનું મેપિંગ ડ્રોન દ્વારા કરવામાં આવશે, જ્યારે બેંકમાંથી ઓનલાઇન લેવાનું પણ મદદ કરશે.

ગ્રામ પંચાયતની તમામ કામગીરી હવે ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલથી જ થશે, સરકારની અન્ય કોઈ પોર્ટલની જરૂર નહીં પડેઃ PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે 5–6 વર્ષ પહેલા દેશની માત્ર 100 પંચાયતો બ્રોડબેન્ડથી જોડાયેલી હતી, પરંતુ આજે આ સુવિધા 1.25 લાખ પંચાયતો સુધી પહોંચી ગઈ છે.

આત્મનિર્ભર બન્યા વિના આવી કટોકટીઓનો સામનો કરવો મુશ્કેલઃ પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કોરોના સંકટને લીધે ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે, પરંતુ તે અમને સંદેશ પણ આપી છે. કોરોના કટોકટીએ અમને શીખવ્યું કે હવે આપણે આત્મનિર્ભર બનવું છે, આત્મનિર્ભર બન્યા વિના આવી કટોકટીઓનો સામનો કરવો મુશ્કેલ છે. આજે બદલાયેલા સંજોગોએ અમને આત્મનિર્ભર બનવાની યાદ અપાવી છે, તેમાં ગ્રામ પંચાયતોની મજબૂત ભૂમિકા છે. આ લોકશાહીને પણ મજબુત બનાવશે.

પંચાયતી રાજ દિવસ એ સ્વરાજને ગામમાં લાવવાની તક છેઃ પીએમ મોદી

કોરોના વાયરસ સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમામ ગ્રામ પંચાયતોના વડાઓને સંબોધન કર્યું. પંચાયતી રાજ દિવસ નિમિત્તે વડા પ્રધાને એક નવું ઇ-ગામ સ્વરાજ પોર્ટલ અને એપ્લિકેશન શરૂ કરી. આ પોર્ટલ દ્વારા ગ્રામ પંચાયતોની સમસ્યા, તેમને લગતી માહિતી એક જગ્યાએ હાજર રહેશે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોરોના રોગચાળાએ દરેકના કામ કરવાની રીત બદલી નાખી છે, હવે અમે રૂબરૂ વાત કરી શકતા નથી. પંચાયતી રાજ દિવસ એ સ્વરાજને ગામમાં લાવવાની તક છે, કોરોના સંકટની વચ્ચે તેની જરૂરિયાત વધી છે.

કોરોના વાયરસ સંકટની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની ગ્રામ પંચાયતોના વડાઓને સંબોધન કરી રહ્યા છે. પંચાયતી રાજ દિવસ નિમિત્તે વડા પ્રધાન આજે અનેક મહત્વની યોજનાઓ શરૂ કરશે, સાથે સાથે કોરોના વાયરસ સામે ચાલી રહેલા યુદ્ધમાં પંચાયતોની ભૂમિકા વિશે પણ વાત કરશે.

તેમના સંબોધન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ શરૂ કરશે, જ્યારે મોબાઇલ એપ પણ લોન્ચ કરશે. આ સાથે, માલિકીની યોજના પણ શરૂ કરવામાં આવશે.