48 કલાકમાં ઘરેબેઠા મળશે ડ્રાઇવિંગ લાયસન્સ, બસ આ રીતે કરો ઓનલાઇન અરજી સાવ સરળ છે રીત

48 કલાકમાં ઘરેબેઠા મળશે ડ્રાઇવિંગ લાયસન્સ, બસ આ રીતે કરો ઓનલાઇન અરજી સાવ સરળ છે રીત

મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ વિના તમે કોઇપણ વાહન ચલાવી શકો નહી, અને જો તમે આમ કરો છો તો તમે કાયદાનું ઉલ્લંઘન કરો છો. લાઇસન્સ બનાવવા માટે સરકાર નિયમોને સતત સરળ બનાવતી જાય છે. હવે તો 16 વર્ષના કિશોર પણ ઇ-બાઇક્સ ચલાવવા માટે પોતાનું લાઇસન્સ બનાવી શકે છે.

ઓનલાઇન બનાવો લાઇસન્સ

લાઇસન્સ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ છે. જો તમે લાઇસન્સ બનાવવાનું વિચારી રહ્યા છો અને આરટીઓના ધક્કા ખાવાનું ઇચ્છતા નથી તો ઓનલાઇન પણ અરજી કરી શકો છો. શરૂઆતમાં તમારે લર્નિંગ લાઇસન્સ બનાવવું પડશે. 6 મહિના બાદ પાકુ લાઇસન્સ બનાવવું પડે છે.

કેટલી છે ફી

લર્નિંગ લાઇસન્સ માટે ફી 200 રૂપિયા છે. જો તમે હજુસુધી એકવાર પણ લાઇસન્સ બનાવ્યું નથી તો પહેલાં લર્નિંગ લાઇસન્સ બનાવવું પડશે. લર્નિંગ બાદ પરમનેન્ટ લાઇસન્સ બને છે. વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ છે.

ફોટો અને ડિજિટલ સિગ્નેચર કરો અપલોડ

આ પ્રક્રિયા બાદ તમારો ફોટો અને ડિજિટલ સિગ્નેચર અપલોડ કરવી પડશે. પછી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે સ્લોટ બુક કરવો પડશે. સ્લોટની પસંદગી કરતી વખતે ફી ભરવી પડે છે. ત્યારબાદ રજિસ્ટર્ડ નંબર પર એક મેસેજ આવશે, જેને સેવ કરવો પડે છે.

ઓનલાઇન થાય છે ટેસ્ટ

ફી જમા કરાવ્યા બાદ સ્લોટ મુજબ RTO ઓફિસ જઇને ટેસ્ટ આપવો પડશે. આ ટેસ્ટ ઓનલાઇન હોય છે અને તેમાં ટ્રાફિકના નિયમો તથા ટ્રાફિક ચિહ્નો વિશે પૂછવામાં આવે છે. એક પ્રશ્નના 4 ઉત્તર હોય છે. યોગ્ય ઉત્તર પર ક્લિક કરતાં બીજો પ્રશ્ન તમારી કોમ્યુટર સ્ક્રીન પર આવે છે. તેમાં સાથે જ એ પણ ખબર પડે છે કે તમારો જવાબ સાચો છે કે ખોટો.

જેમ-જેમ તમે પ્રશ્નોના જવાબ આપતાં રહેશો, તે સાચા અથવા ખોટા જવાબ વિશે પણ સૂચના મળતી રહેશે અને ટેસ્ટ પુરો કરતાં જ તમારી સામે તમારું પરિણામ આવી જશે કે તમે પાસ અથવા ફેલ.

48 કલાકમાં મળશે ઓનલાઇન લાઇસન્સ

ટેસ્ટમાં પાસ થઇ જતાં 48 કલાકમાં ઓનલાઇન લર્નિંગ લાઇસન્સ ઓનલાઇન મળી જશે. તેની માન્યતા 6 મહિનાની હોય છે. 6 મહિના દરમિયાન તમને પરમેનેંટ લાઇસન્સ માટે અરજી કરવી પડશે. લર્નિંગ લાઇસન્સ મળ્યાના 1 મહિના બાદથી લઇને 6 મહિના દરમિયાન ફરીથી ઓનલાઇન અરજી કરીને તમારે તમારા વાહનની સાથે આરટીઓ ઓફિસ જઇને ડ્રાઇવિંગનો ટેસ્ટ આપવો પડે છે. બીજીવાર ટેસ્ટ પાસ કરતાં પરમેનેંટ લાઇસન્સ મળી જાય છે.

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…