ધો-10નું પરિણામ 21મી મેના રોજ થશે જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશખબર મળી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 વિદ્યાર્થીઓ માટે પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે.

ધોરણ-10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે આગામી 21મી મેના દિવસે પરિણામ જાહેર થનારું છે. બોર્ડના વિદ્યાર્થીઓ 21મેના રોજ સવારથી GSEBની વેબસાઈટ પર જોઈ શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી વિવિધ જેલોમાં બંધ 89 કેદીઓએ સહિત 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. બોર્ડની જાહેરાત પ્રમાણે, માર્કશીટનું સવારે 11 વાગ્યાથી બપોર બાદ 4 વાગ્યા સુધી વિતરણ કરાશે. ગાંધીનગરથી અધિકારીક રીતે શિક્ષણ મંત્રી સવારે 9 વાગ્યે પરિણામની જાહેરાત કરશે.

ધોરણ-10ની પરીક્ષામાં રાજ્યભરમાંથી 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. સૌથી વધુ પરીક્ષાર્થી 98,563 સુરતમાં હતા. જ્યારે સૌથી ઓછા 1,317 પરીક્ષાર્થઈ દિવમાં પરીક્ષા આપી હતી. તેમાં 7,05,464 છોકરાઓ અને 4,54,297 છોકરીઓ હતી.

તમને જણાવી દઇએ કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા માર્ચ 2019માં લેવાઈ હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું આગામી 21મી મેના દિવસે પરિણામ જાહેર થનારું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું આગામી 21મી મેના દિવસે પરિણામ જાહેર થનારું છે. ધો.10ના વિદ્યાર્થીઓને પરિણામ માટે બહુ રાહ જોવી નહીં પડે. વહેલી સવારે 9 કલાકે બોર્ડની વેબસાઇટ gseb.org અને સાથે સાથે https://MaruOjas.In ઉપર પરિણામ મૂકાશે.

 

ઉલ્લેખનીય છે કે, ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ માટે કુલ 137 ઝોનમાં આવેલા 1607 કેન્દ્રો કે જેમાં 5874 બિલ્‍ડીંગોનોસમાવેશ કરાયો હતો. તેના 63615 પરીક્ષા ખંડોમાં પરીક્ષાઓ લેવાશે. બંન્નેની આ પરીક્ષાઓમાં કુલ 135 જેટલા વિષયોની પરીક્ષાઓ લેવાઇ હતી. પરીક્ષાની કામગીરીમાં કુલ 85000થી વધુ કર્મચારીઓ કાર્યરત રહ્યા હતા. આ બંન્ને પરીક્ષાઓમાં કુલ18.50 લાખ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. આ પરીક્ષાઓ અંતર્ગત એસ.એસ.સી. માટે કુલ 81 અને એચ.એસ.સી. માટે કુલ 56 ઝોનની રચના કરવામાં આવી છે.

 

ધોરણ-10ની પરીક્ષાઓ માટે નિયમિત તેમજ રીપીટર સાથે કુલ 11,59,762 વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ માટે સામાન્‍ય પ્રવાહના 5,33,626 અને વિજ્ઞાન પ્રવાહના 1,57,604 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ10માં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓ અને 6,222 ફિઝિકલ ડિસેબલ સ્ટુડન્ટસે પરીક્ષા આપી હતી.

માઘ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા છેલ્‍લા બે વર્ષથી બંદીવાન માટે પરીક્ષાઓ લેવાનું આયોજન કરાય છે તે અંતર્ગત માર્ચ-2019ની પરીક્ષાઓ માટે ધોરણ-10ના 89 ધોરણ-12ના 36 મળી કુલ 125 કેદી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને લાજપોર (સુરત) મઘ્‍યસ્‍થ જેલ ખાતે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ આપી હતી.

ધોરણ 10 બોર્ડ પરીક્ષા

  • ધોરણ 10માં કુલ 11,59,762 વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા
  • ધોરણ 10માં 7,054,65 વિદ્યાર્થીઓ આપી હતી બોર્ડની પરીક્ષા
  • ધોરણ 10માં 4,54,297 વિદ્યાર્થિનીઓએ આપી હતી બોર્ડની પરીક્ષા
  • ધોરણ 10માં 6,222 ફિઝિકલ ડિસેબલ સ્ટુડન્ટસે આપી હતી પરીક્ષા
  • સૌથી વધુ અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં વિદ્યાર્થીઓ નોંધાયા હતા
  • ધોરણ 10માં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી