ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સૌથી પહેલા આજતક ગુજરાત પરથી જાણો

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સૌથી પહેલા આજતક ગુજરાત પરથી જાણો

આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.47 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પોતાનું પરિણામ જાણી શકશે. આ સાથે ગુજકેટનું પણ પરિણામ પણ  જાહેર કરાશે. આ ઉપરાંત તમે પરિણામ  Aajtakgujarat.com પર પણ તમારૂં પરિણામ જોઇ શકશો. આ માટે તમારે માત્ર વિદ્યાર્થીનો સીટ નંબર જ નાંખવાનો રહેશે.

ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહનું ગુજરાત બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. ત્યારે રાજ્યમાં આવેલી 137 ઇજનેરી સંસ્થાઓની 60937 બેઠકો માટેની પ્રવેશ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આ માટે એડમિશન કમિટી ફોન પ્રોફેશનલ કોર્સીસ (ACPC) દ્વારા વિગતવાર તારીખો જાહેર કરવામાં આવી છે. ACPCના જણાવ્યા પ્રમાણે તારીખ 20/05/2019થી પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે ડિગ્રી અને ડિપ્લોમાં ફાર્મસીની 80 સંસ્થાઓની 5795 બેઠકો માટેની કાર્યવાહી તારીખ 21.05.2019થી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું 

“B” Group- Physics, Chemistry, Biology ભણેલા વિદ્યાર્થીઓ મેડિકલ (એમબીબીએસ, ડેન્ટલ-બીડીએસ, ફિઝિયોથેરાપી-બીપીટી, આયુર્વેદ- બીએએમએસ, હોમિયોપેથી-બીએચએમએસ, ફાર્મસી-બી. ફાર્મ., ઓકયુપેશનલ થેરપિસ, બીએસસી (નર્સિંગ, ઓપ્ટોમેટ્રી), ઓર્થોટિક્સ- પ્રોસ્થેટિક્સ, નેચરોપથી. આ ઉપરાંત પણ અન્ય અભ્યાસક્રમો રૂચિ પ્રમાણે કે પરિવારના વ્યવસાય પ્રમાણે પસંદ કરી શકાય છે. જેમ કે, આયુર્વેદમાં બેચલર ઓફ ફાર્મસી, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ એન્ડ ટેક્નોલોજી, એગ્રિકલ્ચર યુનિ.માં ચાલતો વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, આણંદમાં ચાલતો ડેરી ટેક્નોલોજી કોર્સ, એગ્રિકલ્ચર યુનિ. અન્ય ડિગ્રી કોર્સ, બીએસસી ઇન માઇક્રોબાયોલોજી, બાયોટેક્નોલોજી, ઝૂલોજી, બોટની વગેરે ભણી શકે છે.

“A” Group : Physics, Chemistry, Mathematics ભણેલા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ (આઇટી, કમ્પ્યૂટર, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ્સ, મિકેનિકલ, સિવિલ, ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, એન્વાર્યમેન્ટલ એન્જિનિયરિંગ વગેરે) ઉપરાંત ઇન્ટિરિયર ડિઝાઈનિંગ, આર્કિટેક્ચર, બિલ્ડિંગ કન્સ્ટ્રકશન વગેરે કોર્સિસ ઉપલબ્ધ છે. ‘ઓટોમોબાઇલ, ટેક્સ્ટાઇલ, ફેશન ડિઝાઈનિંગ, એરોનોટિક્સ એન્જિનિયરિંગ, બાયોટેક્નોલોજી, બાયોમેડિકલ, સિવિલ એન્જિનિયરિંગ, રોબોટિક્સ એન્જિનિયરિંગ વગેરે પણ ઉપલબ્ધ છે. રોબોટિક્સ એન્જિનિયરિંગ વિકસતી શાખા છે.

વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અગત્યની ગણાતી બોર્ડ પરીક્ષાના પરિણામને લઇને વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે.

ડાંગ-આહવામાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા. ડાંગમાં 310, પોરબંદરમાં 606 જ્યારે દેવભુમી દ્વારકામાં 470 વિદ્યાર્થીઓ સાયન્સની પરીક્ષા આપી હતી.સૌથી વધુ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં સાયન્સના વિદ્યાર્થીઓ છે.

2018-19માં રાજયમાં 1 લાખ 47 હજાર 302 વિદ્યાર્થીએ ભર્યા હતા પરિક્ષા ફોર્મ. અમદાવાદમાં શહેર અને ગ્રામ્યમાં મળી 17 હજાર 761 વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા.

આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થશે. વહેલી સવારે 9 કલાકે Aajtakgujarat.com પર પરિણામ જોઇ શકાશે. વિદ્યાર્થી પોતાનો શીટ નંબર નાંખી પરિણામ ઓનલાઈન જોઈ શકશે.વિદ્યાર્થીને માર્કશીટ સવારે 10 વાગ્યા બાદ શાળામાંથી મળશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ