હવે 1 કલાકમાં મળશે ડ્રાઇવિંગ લાયસન્સ, નહીં જોવી પડે રાહ

હવે 1 કલાકમાં મળશે ડ્રાઇવિંગ લાયસન્સ, નહીં જોવી પડે રાહ

અત્યાર ના જીવન મા લોકો ને દરેક કામ જલદી થાય.

લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને લેવાયો આ નિર્ણય

હવે તમારે RTO ઓફિસમાં લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ માટે લાંબી લાઇનમાં ઉભા રહેવાની જરૂર પડશે નહીં. લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ ATM જેવા ટચ સ્ક્રીન કિયોસ્ક પર લેવામાં આવશે. ટ્રાંસપોર્ટ સર્વિસેઝમાં મોટા સુધારા માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. જ્યાં ટ્રાંસપોર્ટ સર્વિસેઝને પાસપોર્ટ ઓફિસની જેમ ઓર્ગેનાઇઝ કરવાનો પ્લાન છે. જો બધુ જ યોગ્ય રહ્યું તો એપ્રિલથી ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ પાસ કરવા પર 1 કલાકથી ઓછા સમયમાં તમને લાયસન્સ મળી જશે.

મીડિયા રિપોર્ટ અનુસાર RTO ઓફિસમાં લાયસન્સ આરસીની સર્વિસેઝને જોઇ રહેલી  દિલ્હી ઇન્ટીગ્રેટિડ મલ્ટી-મૉડલ ટ્રાંઝિટ સિસ્ટમ (ડિમ્ટ્સના) બદલે નવી એજન્સીને જવાબદારી સોંપવામાં આવશે. તેના માટે ઇન્ટરનેશનલ લેવલની કંપનીને કંસલ્ટેંટ અપોઇન્ટ કરવામાં આવ્યા છે.

દરેક ઓફિસમાં મહિલાઓ માટે અલગ કાઉન્ટર:
નવી સિસ્ટમ લાગૂ થયા બાદ અરજદારને ટોકન મળશે અને વેટિંગ ટાઇમ જણાવવામાં આવશે. દરેક RTO ઓફિસમાં હેલ્પ ડેસ્ક હશે. ટોકન મળ્યા બાદ કયા કાઉન્ટરમાં જવાનું છે તેની જાણકારી આપવામાં આવશે. ટીવી સ્ક્રીન પર ટોકન નંબર બતાવવામાં આવશે. ત્યારબાદ તમારી લર્નિંગ લાયસન્સ માટે ટચ સ્ક્રીન પર ટેસ્ટ થશે. દરેક ઓફિસમાં મહિલાઓ માટે અલગ કાઉન્ટર હશે.

હવે ચાર ભાષાઓમાં પણ થશે ટેસ્ટ :
હાલમાં આ ટેસ્ટ હિન્દી તથા અંગ્રેજીમાં લેવાય છે. હવે પંજાબી તથા ઉર્દૂમાં પણ ટેસ્ટ લેવામાં આવશે.

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…