ખેડૂત સહાય યોજનાઓ માટે ‘આઇ ખેડૂત’ પોર્ટલ પર અરજી કરી શકાશે

આપણો ભારત દેશએ કૃષિપ્રધન દેશ છે તેમાં પણ ખેડૂતને ભગવાન માનવામાં આવે છે,આજે આપણી સરકાર એ ખેડૂતો માટે ધણી યોજના બનાવી છે ,પરંતુ તેની ઓછી માહિતીને લીધે તે ખેડૂતોને પ્રાપ્ત થતી નથી.આવી જ એક યોજના છે જેના વિશે તમને ખ્યાલ નથી.આ યોજના માટે ONLINE અરજી કરવાની હોય છે તો ચાલો તેના વિશે વિગતે માહિતી મેળવીએ.

ગુજરાતના ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓના ઘેરબેઠાં લાભ સરળતાથી મળે રહે તે હેતુથી ‘આઇ ખેડૂત’ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલથી વધુને વધુ લોકો આ સહાયલક્ષી યોજનાનો લાભ લઇ શકે તે માટે http://ikhedut.gujarat.gov.in પોર્ટલ 31 મે 2019 સુધી ઑનલાઇન અરજી માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેનો ખેડૂતોએ મહત્તમ લાભ લે તેમ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

વર્ષ 2019-20 બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ રાજ્યના ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી વધુમાં વધુ લાભ લઇ શકે તે માટે ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલ, દેવીપૂજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણમાં સહાય તેમજ વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો સહાયના ઘટકો માટે પોર્ટલ 33 દિવસ માટે 29 એપ્રિલ થી ખુલ્લું મુકવામાં આવ્યું છે.

31 મે સુધી I khedut portal પર ખેતીના સાધનો- ટ્રેક્ટર સહીતની સબસીડી મેળવવા કરો ઓનલાઇન આવેદન

ખેતીવાડી વિભાગની સબસીડી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગયેલ છે. આપ તા. 29/04/2019 થી તા. 31/05/2019 સુધી અરજી કરી શકશો. ખેતીવાડી વિભાગના તમામ ઘટકોમાં આપ અરજી કરી શકશો. જેમાં મુખ્યત્વે.

ટ્રેક્ટર, પાવરટીલર, પાવર થ્રેશર (હલર), રોટાવેટર, કલ્ટીવેટર (દાંતી), વાવણીયો, રાંપ, એમ.બી પ્લાઉ ( સવડુ/હળ)

પંપસેટ (સબ મર્સિબલ મોટર- પંપ, ઓઈલ એન્જીન), અન્ડર ગ્રાઉન્ડ પાઇપ (PVC)., ખુલ્લી પાઇપ લાઇન., દવા છાંટવાનો પંપ, તાડપત્રી, હેન્ડ ટુલ કીટ, ચાફ કટર.

વગેરે ઘટકોમાં અરજી કરી શકો છો.

અરજી કરવા માટે I Khedu portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા.

 •  8/અ
 •  7-12
 •  આધારકાર્ડ
 •  રેશનકાર્ડ
 •  મોબાઈલ નંબર
 •  બેંક પાસબુકની ઝેરોક્ષ

અરજી કરવા માટે ક્યા જશો.

 •  ગ્રામ પંચાયત ખાતે કમ્પ્યુટર ઓપરેટર.
 •  ઓનલાઈન ફોર્મ ભરી આપનાર કમ્પ્યુટર વાળા.
 •  ડીલર પણ આપને અરજી કરી આપશે.

અરજી કર્યા બાદ અરજીની પ્રીંટ ભુલ્યા વગર વહેલી તકે દિવસ ૭ મા આપના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) ને જમાં કરાવવાની રહેશે.

અરજી સાથે જોડવાના કાગળ.

 • અરજીની પ્રીંટ.
 • આધારકાર્ડની ઝેરોક્ષ.
 • મોબાઈલ નંબર.
 • બેંક પાસબુક ની ઝેરોક્ષ.
 • 8/અ.

સબસીડીને લગતી વધુ માહીતી અને અરજી કરવા માટે I khedut portal ની મુલાકાત કરશો.