ગુજરાતમાં મોટા પ્રમાણમાં મતદાનનો મતલબ ભાજપ જાય છે? જાણો વિગતે

2019 લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના લોકોએ ટોટલ 64% મતદાન કરીને સૌને ચોંકાવી દીધા. આશ્ચર્યની વાત એ છે કે 2014ની મોદી લહેરમાં પણ આટલું જંગી મતદાન નહોતું થયું, તો આ વખતે એવી કઈ લહેર છે જેણે 52 વર્ષનો નવો રેકોર્ડ બનાવી દીધો?  શું ‘ચોકીદાર ચોર છે’ કે રાહુલના નારાએ મોદીના પક્ષમાં મત અપાવ્યો છે ? શું  આતંકવાદીઓના ખાત્માની મોદીની વાતો પર એવો જ ભરોસો કરાયો છે, જેવો 2014માં ‘અચ્છે દિન’ પર કરાયો હતો?  શું રાહુલ ગાંધીએ 72000 રૂપિયા આપવાની વાત કરી એના તરફ આ મતદાન છે?

સામાન્ય રીતે આવું મતદાન ત્યારે જ થાય છે જ્યારે કોઈના પક્ષમાં જોરદાર સમર્થનનો માહોલ હોય અથવા તો ત્યારેજ થઇ શકે જયારે કોઈની વિરુદ્ધ ભયાનક ગુસ્સો હોય. 2017 વિધાનસભા ચૂંટણીમાં ગામડાના ખેડૂતોએ ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું તો શું  ફરી 2019માં પણ તેમણે મોદી વિરુદ્ધ જંગી મતદાન કર્યું છે.સૌથી વધુ  મતદાન ગામડાઓમાં જ થયું છે. 23 તારીખે પરિણામ આવશે ત્યારે અમુક સીટોના પરિણામ ભાજપને ચોંકાવી દેશે એ નક્કી છે. જનતાના મૂડ પરથી લાગી રહ્યું છે કે ભાજપને 26માંથી 26 બેઠક મળે એ અશક્ય છે.

કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર ગામડાઓમાં ભાજપને લઈને નારાજગી હતી, જે મતદાન કરીને લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સામે ભાજપનું કહેવું છે કે છેલ્લા દિવસોમાં મોદીની રેલીએ  માહોલ બદલી નાંખ્યો અને લોકો ભાજપની તરફેણમાં મત આપવા ઉતરી પડ્યા. અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, આણંદ બેઠક પર પણ મતદાને પણ ચોંકાવ્યા છે.

આણંદ,અમરેલી બેઠક પર મતદાનમાં મોટો તફાવત જોવા મળ્યો નથી માટે આ બેઠક ભાજપ જીતી જશે અથવા ખુબ ઓછા માર્જીનથી હારી જશે.  આ ઉપરાંત ભાજપનો ગઢ ગણાતી અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર બેઠક પર 2014 જેવું જ મતદાન થયું છે.

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…