ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ / લોકરક્ષક કોલ લેટર 2019

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ / લોકરક્ષક કોલ લેટર 2019

લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી

(૧) તા.૦૩/૦૫/૨૦૧૯ નારોજ વેબસાઇટ ઉપર દસ્તાવેજ ચકાસણીની યાદી જાહેર કરવામાં આવેલ છે. દસ્તાવેજ ચકાસણી તા.૧૬/૦૫/૨૦૧૯ નારોજ થી ચાલુ થનાર છે.

(૨) દસ્તાવેજ ચકાસણી ઉમેદવારો ધ્વારા ઓનલાઇન અરજી કરતી સમયે કાયમી જીલ્લાને આધારે પોતાના જે-તે જીલ્લામાં જ યોજવામાં આવેલ છે.

(૩) જે ઉમેદવારોને રમતગમત, રક્ષા શકિત યુનિવસિર્ટી તથા NCC “C” પ્રમાણપત્રોના વધારાના ગુણ ઉમેરવામાં આવેલ છે તેવા તથા માજી સૈનિક અને ઓનલાઇન અરજી કરતી સમયે Out Side Gujarat ના ઉમેદવારોની ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર ખાતે દસ્તાવેજ ચકાસણી યોજવામાં આવેલ છે. કરાઇ ખાતે દસ્તાવેજ ચકાસણી માટે આવનાર ઉમેદવારો માટે અપોલો સર્કલ, રીંગ રોડ, ગાંધીનગર તથા હિંમતનગર સર્કલ રીંગ રોડ, નાના ચિલોડા, અમદાવાદ ખાતે સરકારી વાહનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે વાહનો દસ્તાવેજ ચકાસણી કરવા માટે આવનાર ઉમેદવારોને લાવવા (વાહન સવારેઃ૮ વાગે અને બપોરેઃ ૧૨ વાગે ઉપલબ્ધ રહેશે ત્યારબાદ વાહન ઉપલબ્ધ રહેશે નહી.) તેમજ પરત તે જ જ્ગ્યા ઉપર મુકવા અંગેની વ્યવસ્થા કરેલ છે.

(૪) દસ્તાવેજ ચકાસણીના કોલલેટર (પ્રવેશપત્ર) માં જણાવેલ તમામ સુચનાઓનો અભ્યાસ કરી લેવાનો રહેશે. તેમાં જણાવેલ સ્થળે/તારીખે/સમયે અચુક હાજર રહેવાનું રહેશે અને સુચનામાં જણાવ્યા મુજબ જરૂરી તમામ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે.

(પ) દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેનાર તમામ ઉમેદવારોએ “દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવાર તરફથી ભરવાનું થતુ ફોર્મ” ડાઉનલોડ કરી અંગ્રેજી ભાષામાં સંપૂર્ણ રીતે ભરી અવશ્ય સાથે લાવવાનુ રહેશે. ફોર્મ ડાઉનલોડ કરવા અહીં કલીક કરો…

(૬) દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેનાર અનુસુચિત જન જાતિ (ST) તમામ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૧૦/૨૦૧૮ ઠરાવથી જણાવ્યા મુજબ કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસની કચેરી, ગાંધીનગર ખાતે કરાવવાની થાય છે. જેથી કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસની કચેરી, ગાંધીનગરનાઓ ધ્વારા નકકી કરેલ ચેક લીસ્ટ અને પરોફોર્મા મુજબ પ્રમાણપત્રો તથા ઉમેદવારે ભરવાનું થતુ ફોર્મ દસ્તાવેજ ચકાસણી માટે અવશ્ય રજુ કરવાના રહેશે.

ST ઉમેદવારો માટે નકકી કરેલ ચેક લીસ્ટ અને પરોફોર્મા અને ફોર્મ માટે અહીં કલીક કરો…

(૭) દસ્તાવેજ ચકાસણીના કોલલેટર (પ્રવેશપત્ર) તા.૧૦/૦૫/૨૦૧૯ નારોજ બપોરના કલાકઃ ૧૬.૦૦ વાગ્યાથી https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ડાઉનલોડ કરવાના રહેશે.

(૮) લોકરક્ષક કેડર ભરતી ના સંવર્ગનો પસંદગી ક્રમ (PREFERENCE) ફરજીયાત આપવાનો રહેશે, જયાં સુધી પસંદગી ક્રમ (PREFERENCE) આપવામાં આવશે નહીં ત્યાં સુધી કોલલેટર (પ્રવેશપત્ર) ડાઉનલોડ થઇ શકશે નહીં. પસંદગી ક્રમ (PREFERENCE)નો નમુનો નીચે મુજબ છે.

અ.નં. પસંદગી ક્રમ (Preference)ના સંવર્ગનું નામ
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (Unarmed Police Constable) પુરૂષ અને મહિલા ઉમેદવાર માટે
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (Armed Police Constable) પુરૂષ અને મહિલા ઉમેદવાર માટે
જેલ સિપાઇ પુરૂષ (Jail Sepoy  Male)  અને જેલ સિપાઇ મહિલા (Jail Sepoy Matron)

(૯) જો કોઇ ઉમેદવારને પ્રવેશપત્ર (કોલલેટર) ડાઉનલોડ થતા ન હોય તો જરૂરી પુરાવા સાથે રાખી નીચે જણાવેલ સરનામાં ઉપર રૂબરૂ માં અથવા મો.નં. (૧) ૯૨૬૫૦૩૫૭૨૯ (ર) ૯૨૬૫૦૪૦૮૧૧ ઉપર (જાહેર રજા સિવાય) સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ સુધી રજુઆત કરી શકે છે.

સરનામું: પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સેકટર-૯
સરિતા ઉધાનની સામે, ગાંધીનગર – ૩૮૨૦૦૯

લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. સરકારી ભરતી વોટ્સએપ ગ્રુપ આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…