ચૂંટણી પરિણામ ની તમામ માહિતી એક કિલક પર કાલે આખો દિવસ

દેશભરમાં હાલ લોકસભા ચૂંટણી માટેની મતગણના ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં પણ ૨૬ બેઠકો પર મત ગણવામાં આવી રહ્યા છે. ૨૦૧૪ માં ૬૦% મતો સાથે ૨૬ માંથી ૨૬ બેઠકો પર જીત મેળવનાર ભાજપ માટે આ વખતે ચઢાણ કપરા છે તેમ છતાં એક્ઝીટ પોલ મુજબ મોદી લહેર ભાજપને ફરી તમામ બેઠકો પર કમળ ખીલવવામાં મદદ કરી શકે છે.

ગુજરાતમાં હાઈપ્રોફાઈલ સીટમાં ગાંધીનગર અને અમરેલી મોખરે છે કારણકે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર તો કોંગ્રેસના ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વિધાનસભા વખતે સૌરાષ્ટ્રમાં ભાજપના વોટબેંકમાં ગાબડા પડ્યા હતા ત્યારે લોકસભામાં સૌરાષ્ટ્રની સીટો પર ખાસ નજર હશે.

શું છે ગુજરાતની તમામ બેઠકોના હાલ?
(12:00 વાગ્યા અનુસાર, ચૂંટણીપંચ ઓફિશિયલ આંકડા)

ગાંધીનગર

ભાજપ: અમિત શાહ (આગળ)
કોંગ્રેસ: સી.જે. ચાવડા (પાછળ)

અમરેલી

ભાજપ: નારણભાઈ કાછડીયા (આગળ)
કોંગ્રેસ: પરેશ ધાનાણી (પાછળ)

બનાસકાંઠા

ભાજપ: પરબત પટેલ (આગળ)
કોંગ્રેસ: પરથી ભટોળ (પાછળ)

પાટણ

ભાજપ: ભરત ડાભી (આગળ)
કોંગ્રેસ: જગદીશ ઠાકોર (પાછળ)

મહેસાણા

ભાજપ: શારદાબેન પટેલ (આગળ)
કોંગ્રેસ: એ.જે.પટેલ (પાછળ)

અમદાવાદ પૂર્વ

ભાજપ: હસમુખભાઈ સોમાભાઈ પટેલ (આગળ)
કોંગ્રેસ: ગીતાબેન પટેલ (પાછળ)

અમદાવાદ પશ્ચિમ

ભાજપ: કીરીટભાઈ સોલંકી (આગળ)
કોંગ્રેસ: રાજુ પરમાર (પાછળ)

સુરેન્દ્રનગર

ભાજપ: મહેન્દ્રભાઈ મુંજપરા (આગળ)
કોંગ્રેસ: સોમા ગાંડા પટેલ (પાછળ)

કચ્છ

ભાજપ: વિનોદભાઈ ચાવડા (આગળ)
કોંગ્રેસ: નરેશ એન.મહેશ્વરી (પાછળ)

રાજકોટ

ભાજપ: મોહનભાઈ કુંડારિયા (આગળ)
કોંગ્રેસ: લલિત કથગરા (પાછળ)

પોરબંદર

ભાજપ: રમેશ ધડુક (આગળ)
કોંગ્રેસ: લલિત વસોયા (પાછળ)

જામનગર

ભાજપ: પૂનમબેન માડમ (આગળ)
કોંગ્રેસ: મૂળુ કંડોરિયા (પાછળ)

જૂનાગઢ

ભાજપ: રાજેશ ચુડાસમા (આગળ)
કોંગ્રેસ: પૂંજાભાઈ વંશ (પાછળ)

ભાવનગર

ભાજપ: ભારતીબેન શિયાળ (આગળ)
કોંગ્રેસ: મનહર પટેલ (પાછળ)

આણંદ

ભાજપ: મિતેશ પટેલ (આગળ)
કોંગ્રેસ: ભરતસિંહ સોલંકી (પાછળ)

ખેડા

ભાજપ: દેવુસિંહ ચૌહાણ (આગળ)
કોંગ્રેસ: બિમલ શાહ (પાછળ)

પંચમહાલ

ભાજપ: રતનસિંહ ચૌહાણ (આગળ)
કોંગ્રેસ: વી.કે. ખાંટ (પાછળ)

દાહોદ

ભાજપ: જસવંત સિંહ ભાંભોર (આગળ)
કોંગ્રેસ: બાબુભાઇ કટારા (પાછળ)

વડોદરા

ભાજપ: રંજનબેન ભટ્ટ (આગળ)
કોંગ્રેસ: પ્રશાંત પટેલ (પાછળ)

છોટા ઉદેપુર

ભાજપ: ગીતાબેન રાઠવા (આગળ)
કોંગ્રેસ: રણજીત રાઠવા (પાછળ)

ભરૂચ

ભાજપ: મનસુખભાઈ વસાવા (આગળ)
કોંગ્રેસ: શેરખાન પઠાણ (પાછળ)

બારડોલી

ભાજપ: પ્રભુભાઈ વસાવા (આગળ)
કોંગ્રેસ: તુષાર ચૌધરી (પાછળ)

સુરત

ભાજપ: દર્શનાબેન જરદોસ (આગળ)
કોંગ્રેસ: અશોક અધેવાડા (પાછળ)

નવસારી

ભાજપ: સીઆર પાટીલ (આગળ)
કોંગ્રેસ: ધર્મેશ પટેલ (પાછળ)

વલસાડ

ભાજપ: કેસી પટેલ (આગળ)
કોંગ્રેસ: વી.કે. ખાંટ (પાછળ)

સાબરકાંઠા

ભાજપ: દિપસિંહ રાઠોડ (આગળ)
કોંગ્રેસ: રાજેન્દ્રસિંહ ઠાકોર (પાછળ)

RESULT LOKSABHA પાટણ : ભાજપના ભરતસિંહ ડાભી 139795 મતોથી આગળ

પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર 11:30 વાગ્યા સુધી 105840 મતોથી પાછળ છે જયારે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી 139795 મતોથી આગળ ચાલી રહ્યા છે.

પાટણ લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ મંડાયો છે. ગુજરાતમાં તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યુ છે. પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર સામે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે. આ બેઠક પર જગદીશ ઠાકોરનું લોકોને સમર્થન મળતું દેખાઈ રહ્યું છે.

નરેન્દ્ર મોદીએ પ્રચારના અંતમાં પાટણની બેઠક પર પ્રચાર કરીને ઉમેદવારોને જીત અપાવવા અપીલ કરી હતી. છતાં ગામડાઓમાં ઠાકોરની મહેનત રંગ લાવતી દેખાઈ રહી છે. અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાએ પાટણ બેઠક પર તેનો સાથ છોડી દીધો હતો. તેવામાં જગદીશ ઠાકોરની જીત નિશ્ચિત મનાય છે. પરંતુ આખરી નિર્ણય તો પરિણામ સામે આવે ત્યારે જ ખબર પડશે.

આ બેઠક ઉપર ૪.૫૦ લાખ ઠાકોર મતદારો છે. કદાચ, આ કારણે જ ઠાકોર મતદારોને આકર્ષવા બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ! પાટણ જિલ્લામાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ૧૯૬૭થી ૨૦૦૪ સુધી એસસી અનામત બેઠક રહી હતી. ૨૦૦૯થી સામાન્ય બેઠકમાં સમાવેશ થયો છે. ૨૦૧૪માં ભાજપના લીલાધર વાઘેલા કોંગ્રેસના ભાવસિંહ રાઠોડ સામે વિજેતા બન્યા હતા.

આશરે દોઢ મહિના જેટલાં લાંબા સમય માટે ચાલેલા લોકસભાના ચૂંટણી અભિયાન પછી ગુરુવારે દેશભરના EVM ખૂલશે. મોટાભાગના એક્ઝિટ પોલે મોદી સરકારની સત્તા વાપસીની આગાહી કરી છે. પરંતુ એક્ઝિટ પોલની વિશ્વસનિયતા ખાસ નથી. ઉપરાંત, ચૂંટણી પ્રચાર દરમિયાન પણ દેશભરમાં ક્યાંય મોદીતરફી કે મોદીવિરોધી જુવાળ જોવા મળ્યો ન હતો. એ પરિબળ પણ પરિણામ વિશે કંઈપણ આગાહી કરવામાં ભારે મુશ્કેલ બને છે. આ સંજોગોમાં, પરિણામ કંઈપણ આવે, આ ત્રણ શક્યતા મુખ્ય રહેશે એ નિશ્ચિત છે.

આવતીકાલે ગુજરાતની 26 લોકસભા-4 વિધાનસભા(પેટાચૂંટણી) બેઠકોનું કાઉન્ટિગ

23 મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા અને ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી યોજાશે. આ મતણગતરી સવારના 8 વાગ્યે શરૂ કરવામાં આવશે. રાજ્યમાં 26 સંસદીય મત વિસ્તાર અને 3 પેટાચૂંટણી માટે 27 મતગણતરી કેન્દ્રો તથા જામનગર(ગ્રામ્ય) વિધાનસભાની પેટાચૂંટણી માટે 1 મતગણતરી કેન્દ્ર મળીને કુલ 28 મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યા છે. આ મતગણતરી માટે 2548 કાઉન્ટિગ સુપરવાઈઝર, 2548 કાઉન્ટિગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર સહિત કુલ 8,662નો સ્ટાફ નિયુક્ત કરવામાં આવશે. આ તૈયારીઓને જોતાં ગુજરાતનું પરિણામ લગભગ 2 વાગ્યાની આસપાસ આવી જવાની શક્યતા છે.

ત્રિસ્તરીય સુરક્ષા અને લાઈવ રિઝલ્ટની વ્યવસ્થા

આ મતગણતરીને લઈ ત્રિસ્તરીય પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. તેમજ મતગણતરીના દિવસે https://results.eci.gov.in પર તથા Voter Helpline Mobile App(એન્ડ્રોઈડ એપ) પર મતગણતરીનું લાઈવ રિઝલ્ટ જોઈ શકાશે.

2548 કાઉન્ટિગ સુપરવાઈઝર, 2548 કાઉન્ટિગ આસિસ્ટન્ટ 
દરેક મતગણતરી હોલ ખાતે વધુમાં વધુ 14 મતગણતરી ટેબલ એક RO(રિટર્નિંગ ઓફિસર)/ARO(આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર)નું ટેબલ રહેશે.
26 સંસદીય મત વિસ્તારના 182 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ટપાલ મતપત્રો માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે.
ETPBs(ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટ્ટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ)ની ચકાસણી-ગણતરી માટે 15 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી માટે 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓ મળીને કુલ 122 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ તથા 26 સંસદીય મતવિસ્તાર તેમજ 4 વિધાનસભા મત વિસ્તાર માટે 41 ઓબ્ઝર્વર રહેશે.
2548 કાઉન્ટિગ સુપરવાઈઝર, 2548 કાઉન્ટિગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવશે.
તેમજ ટપાલ મત પત્રોની ગણતરી માટે સુપરવાઈઝર, આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબ્ઝર્વ્સ મળીને કુલ 309 જેટલા અધિકારીઓ રહેશે. આ સિવાય પણ ચૂંટણી અધિકારીની મદદ માટે રિઝર્વ તથા સપોર્ટિંગ સ્ટાફ રહેશે.

VVPAT સ્લીપની ગણતરી
તમામ EVMની મતગણતરી થયા બાદ મોકપોલ ડેટા ક્લિયર નહીં કરવાને કારણે ચૂંટણીપંચે નિર્દેશ કરેલાં 16 મતદાન મથકોના VVPAT સ્લીપની ગણતરી
ટેકનિકલ કારણોસર પરિણામ ડિસ્પ્લે નહીં થવાના કારણે ગણવાની થતી VVPAT સ્લીપની ગણતરી
ચૂંટણી અધિકારી દ્વારા નિયમ 56(ઘ)ની જોગવાઈ હેઠળ નક્કી થયેલા મતદાન મથકોની VVPAT સ્લીપની ગણતરી
દરેક વિધાનસભા મત વિસ્તારના ડ્રો દ્વારા પસંદ કરેલા પાંચ મતદાન મથકોની VVPAT સ્લીપની ગણતરી

ફેર મત ચકાસણી
જ્યારે વિજેતા ઉમેદવારના વિજયી મતોનો તફાવત રદ કરવામાં આવેલ ટપાલ મતપત્રોની સંખ્યાથી ઓછો હોય ત્યારે રદ કરાયેલ ટપાલ મતપત્રોની ફરજીયાત ફેર ચકાસણી કરવામાં આવશે.