ગુજરાતના આ જિલ્લામાં યોજાશે લશ્કરી ભરતી મેળો, 29 જૂન અરજી કરવાની છેલ્લી તારીખ

ભારતીય લશ્કરી ભરતી માટે અરજદારોએ હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે. ગુજરાત રાજ્યના 21 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો માટે લશ્કરી ભરતીનું આયોજન લશ્કરી ભરતી કચેરી દ્વારા તા.28 ઓગસ્ટ- 2019 થી 9 સપ્ટેમ્બર-2019 સુધી સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ, હિંમતનગર ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં ભરતી થવાની છે તેવા 21 જિલ્લાઓમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ તથા બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અરજદારોએ ઓનલાઇન અરજી કરવા માટે www.joinindianarmy.nic.in વેબસાઇટ જોવાની રહેશે. આ વેબસાઇટ ભરતીની તારીખના 60 દિવસ પહેલાં ખૂલ્લી મૂકવામાં આવશે. ભરતીનાં 15 દિવસ પહેલાં રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવશે. ઓનલાઇન અરજી અને વધુ માર્ગદર્શન માટે લશ્કરી ભરતી કચેરી, હેલ્પલાઇન નં.079-22868082 અને 079-22861338નો સંપર્ક કરવાનો રહેશે. અરજદારોને ભરતી માટે તેમનાં મોબાઇલ નંબર તથા ઇ-મેઇલ એડ્રેસ પર 13 ઓગસ્ટ-2019થી જાણ કરવામાં આવશે, તેમ લશ્કરી ભરતી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

અરજી કરો અહીં થી

નવી BPL યાદી 2019 ગુજરાત સરકાર ની જાહેરાત અહીં કિલક કરો

હવે 1 કલાકમાં મળશે ડ્રાઇવિંગ લાયસન્સ, નહીં જોવી પડે રાહ વધુ જાણવા માટે અહિ કિલક કરો

ધોરણ ૧૦ અને ૧૨ પછી શું ? વધુ જાણવા માટે અહિ કિલક કરો