મમતા દિવસ પર આ લેખ જરૂર વાંચજો

મમતા દિવસ પર આ લેખ જરૂર વાંચજો
આજે મમ્મી દિવસ….
English મા બોલું તો….
mother’s day…

તમને બધા ને મારા તરફ થી….મમતા દિવસ ની હાર્દિક શુભકામના…
આપણા માથી(આમા હું ખુદ પણ આવી જાઉ) કેટલાયે હશે જે આજે મમ્મી ના ફોટા મુકશે….
અને કેટલાક નમૂના એવા પણ હશે…..જેમની પાસે મુકવા માટે પોતાની મમ્મી ના ફોટા પણ નઇ હશે….
પોતાના મોબાઇલ માં હજારો ફોટા હશે….. ફ્રેન્ડસ ના …. bff…. gfbf ભાઇબહેન ના બધા નાજ ફોટો હશે પણ નઇ હોય તો પોતાની મમ્મી અને પપ્પા ફોટા નઇ હોય…..

અને હશે ને તે પણ વર્ષો જુના….
ખબર કારણ શુ છે આનું ??????

અેજ કે જે આપણને સૌથી વધારે પ્રેમ કરતુ હોય ને એની કદર આપણને થોડી ઓછી જ હોય છે….અને અે તો મનુષ્યના સ્વભાવ માં જ છે…

હુ નમન કરું છુ આ “ડે” બનાવવા વારા ને….
mothersday ના નામ પર કમશેકમ એક દિવસ માટે તો માં ની કદર કરીએછે..એક દિવસ તો માં ને યાદ કરતા હોઇએ છે….એક દિવસ માટે તો અેક જ દિવસ માટે પણ માં ને માં તરીકે નો સાચો દરજ્જો મળતો હોય છે……
તો સારું જ કેહવાય ને કે આ mothersday જેવો કોઇ દિવસ છે જેના થકી” માં” મહનતા નો સાચો પરિચય મળતો થયો છે…

પ્રેમ અને સ્નેહ….તો માં તરફ થી મળે જ છે…

પણ હા એ પ્રેમ ની સાથે સાથે માં તરફ થી જે સૌથી વધારે મળતી વાત હોય ને તો શુ છે ખબર????
ગુસ્સો…
લડાઇ…

આજે સાચું બોલું ને તો…..

” મમ્મી….અેટલે દિકરી ની સૌથી મોટી #દુશ્મન …..”

હા …..થોડું અજીબ લાગશે પણ વાત ૧૦૦% સાચી છે……
દિકરી ની લડાઈ જો સૌથી વધારે થતી હોય નેથો અે ફક્ત “માં” જ હોય છે….
દિકરી ના જલ્દી ઉઠવા થી લય ને જમવાનું બનાવતા શીખવવાની રામાયણ સુધી સૌથી વધારે લડાઇ માં-દિકરી નીજ થતી હોય છે…..

સાસરે જઇ ને નામ ડુબાડશે…..મારુ
સાસરે જઇ ને શુ કરશે???
સાસરે જશે ને તો ખબર પડશે….

આ બધી વાત માં જ કેહતી હોય છે દિકરી ને…
તો તકરાર તો થાય જ ને…..

ભલે mothersday પર……ગમે તેટલી તારીફ કરી લો..
પણ દિકરો હોય કે દિકરી …..
લડાઇ તો મમ્મી સાથે જ થતી હોય….
ભલે અે…..
સવાર ના ટાઇમ પર ઉઠાડવા માઠે કરવા માં અાવતો ગુસ્સો હોય કે…
રુમાલ કયાં મુકયો છે…કપડા કયાં મુક્યા છે ….

જમવાનું મનપસંદ નું ના હોય અેની મહાભારત ….

આ બધી લડાઈ ફક્ત ને ફક્ત માં સાથે જ થતી હોય છે…

વાત ખોટી હોય તો….બોલો….

તમારી આ વાત પર લડાઇ થતી જ હશે…..ને…બોલો સાચું ને…

પણ….હા

અેક વસ્તુ શોધવા માટે તમેે જે રુમ ને કચરાપેટી બનાવી ગયા હોય અેજ કચરાપેટી ને તમારા આવવા પેહલા ફરી રુમ બનાવી દે…..

પણ…..

માં અેટલે માં ……

આ ભેળસેળ ની દુનિયામાં જેના પ્રેમ માં કોઇ મિલાવટ નથી…

જે મારી સાથે લડે છે મને સુધારવા માટે….
જે ગુસ્સો કરે છે મારા પર ..મને સમજાવવા માટે….

જેની આંખો મા સ્નેહ ની ધાર વહેતી….
અેની દરેક દુઆ માં મારી ખુશી હંમેશા જ રેહતી….

આ ભેળસેળ ની દુનિયામાં જેના પ્રેમ માં કોઇ મિલાવટ નથી…

મારી વાતો કયારેક અેના મન ને દુભાવી દે છે….
પણ …મને ઉદાસ જોય ને પોતાની આંખો પણ છલકાવી દે છે…

માં …..શબ્દ જ છે પ્રેમ નો…
માં ….શબ્દ જ છે વાત્સલ્ય નો…
માં ….શબ્દ જ છે વિશ્વાસ નો..

આ ભેળસેળ ની દુનિયામાં જેના પ્રેમ માં કોઇ મિલાવટ નથી……

જો લખવા બેસીસ તો શબ્દ ખુટી જશે….
છતાય લખીશ બસ એટલુ જ કે….
જેનો પ્રેમ પામવાની ચાહ…..ઈશ્વર ને પણ ધરતી પર આવવા મજબૂર કરી દે …..અે છે માં ……

આપ સૌને HAPPY MOTHER’S DAY …