બનાસકાંઠા ગેનીબેનના પુત્રના લગ્નમાં અલ્પેશ-શંકર ચૌધરી ની હાજરી

વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના લગ્ન હોઇ અનેક મહેમાનો દોડી આવ્યા છે. જેમાં પૂર્વ કોંગ્રેસી અલ્પેશ ઠાકોર અને ભાજપના પુર્વ ધારાસભ્ય શંકર ચૌધરીની હાજરીથી અનેક તર્ક-વિર્તક શરૂ થયા છે. આગામી 23 મે બાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાનો હોવાની તીવ્ર સંભાવનાને પગલે કોંગ્રેસ માટે આજનો પ્રસંગ ચિંતાનો વિષય બન્યો છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સૌથી પહેલા આજતક ગુજરાત પરથી જાણો

બનાસકાંઠાના ભાભરથી તનવડ ગામે ગેનીબેન ઠાકોરના પુત્રની જાન પહોંચી હતી. આ દરમ્યાન અનેક સામાજીક અને સંબંધી મહેમાનો સાથે રાજકીય આગેવાનોની સુચક હાજરીથી ગરમાવો આવી ગયો છે. લગ્નપ્રસંગમાં વાવના પૂર્વ ધારાસભ્ય અને ભાજપી આગેવાન શંકર ચૌધરી ઉપસ્થિત રહયા હતા. આ સાથે પૂર્વ કોંગ્રેસી આગેવાન અને રાધનપુર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની સામાજીક અને રાજકીય હાજરીથી પંથકમાં ચર્ચા વધી ગઇ છે.

વિધાનસભા ગુજરાત: જાણો પરિણામ બાદ કયા મંત્રીઓ થઇ શકે ઘરભેગા ?

આ અંગે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ જણાવ્યુ હતુ કે, સામાજીક કારણોસર લગ્નપસંગમાં હાજરી આપી હોઇ શકે છે. આ સાથે લગ્નમાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની હાજરીથી કોઇ ચિંતા નહી હોવાનું ઉમેર્યુ હતુ.

શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર

 

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. સરકારી ભરતી વોટ્સએપ ગ્રુપ આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…