દારૂ-જુગારનાં હાટડા બંધ કરતા મને આવડે છે: ડીજીપી

ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ વડાએ તમામ રેન્જ અને જીલ્લા વડાઓની સાથે મંગળવારે સવારે 11 થી 7 એટલે કે 8 કલાક ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ડીજીપીએ રેન્જના વડાને ગુનાખોરી કાબુમાં લેવા માટે કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી અને જીલ્લામાં અધિકારીઓ, એસપીઓ ન માને તો તેમની વિરૂધ્ધ પણ લેખીતમાં જાણ કરવા નિર્દેશ આપ્યો હતો. ડીજીપીએ આડકતરી રીતે ધમકાવ્યા હોવાની ચર્ચા પોલીસ અધિકારીઓમાં છે. એટલું જ નહીં પરંતુ જો કામગીરી સારી નહીં હોય તો સરકારમાં રીપોર્ટ કરવામાં આવશે તેવો સ્પષ્ટ દમ માર્યો હતો. કેટલાક રેન્જના અધિકારીઓ અને એસપીઓનો તો માીટીંગમાં રીતસર ઉધડો લેવાયો હતો. તમામ બાબતોમાં ઉચ્ચ કક્ષાએ પરવાનગી લેવાની પણ ટકોર કરી હતી. મીટીંગમાં બોર્ડર ઉપરથી આવતો દારૂ રોકવા શું કરવો તે વિષય પર ખાસ ચર્ચા થઇ ન હતી તેમ સૂત્રો કહી રહ્યા છે.

ગાંધીનગરમાં ડીજીપી કચેરી ખાતે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાની અધ્યક્ષતામાં તમામ રેન્જ અને એસપીઓની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી. બેઠકમાં લોકસભાની ચૂંટણી સમયે અને બાદમાં જ ગંભીર ગુના બન્યા તે વિશે પણ ચર્ચા થઇ હતી. આમ રાજ્યમાં બોર્ડર પરથી બિન્ધાસ્ત આવતો દારૂ બંધ થતો નથી. વધુમાં સરકારને રીપોર્ટ કરવાનું જણાવી આડકતરી રીતે તમામને દમ માર્યો હતો. પોલીસ આધુનિકરણ, વહીવટી બાબતો, દરીયાઇ સુરક્ષા, ટ્રાફીક લોકોની રજુઆતોનો તાત્કાલીક નિકાલ લાવવા સહિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.