ધોરણ 12 સાયન્સનું અને ધોરણ 10 નું પરિણામ આ તારીખે જાહેર થશેઃ સૂત્રો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ અને ૧૨વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં પરિણામો આગામી મે માસના અંત સુધીમાં આવી જશે. ધોરણ દસનું પરિણામ ૨૩ મે અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તારીખ ૯ મેના રોજ જાહેર કરશે તેવું અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. જયારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ તારીખ ૩૧ મે ના રોજ જાહેર થવાની શક્યતા છે.

૭ મી માર્ચના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવી હતી. બોર્ડની પરીક્ષામાં ૧૭ લાખ ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વિજ્ઞાન પ્રવાહમાં ૧,૫૭,૧૬૦ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫૨૨ લાખથી વધુ અને ધોરણ દસમા ૧૦,૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૮ની તુલનાએ વર્ષ ૨૦૧૯માં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

ખેડૂતો માટે કામ કરશે રોબોટ, જાણો પુરી વિગત

પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org  ઉપર જાહેર થશે. ગુણપત્રકોનું વિતરણ  ગુરુવારના રોજ જે તે જિલ્લાના વિતરણ કેન્દ્ર ખાતેથી સવારે ૧૧.૦૦ થી ૪.૦૦ કલાક દરમિયાન કરાશે. શાળાઓના પ્રતિનિધિઓ આચાર્યના સહી સિક્કા કરેલ ઓથોરિટીપત્ર રજૂ કરી ગુણપત્રકો મેળવી શકશે. બોર્ડની વેબસાઈટ www.gseb.org., www.gipl.net પરથી પરિણામ જાણી શકાશે. ગુણ ચકાસણીની અરજીઓ માત્ર ઓનલાઈન માધ્યમથી  કરી શકાશે. ગુજરાત કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૫૫૦૦ ઉપરથી પરિણામ બાબતે કોઈ મુશ્કેલી હોય તો માર્ગદર્શન મળી શકશે.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ સેન્ટ્રલ બોર્ડ (સીબીએસઈ) મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં ૧૦મા અને ૧૨મા ધોરણનું પરિણામ જાહેર કરશે. સૂત્રોના  જણાવ્યા અનુસાર, ૧૦મા અને ૧૨મા ધોરણનાં પરિણામો ૧૩થી ૧૭મે વચ્ચે જાહેર થઈ શકે છે. સીબીએસઈ ૧૨મા ધોરણનું રિઝલ્ટ પહેલાં બહાર પાડશે. ત્યારબાદ ૧૦માનું પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડની પરીક્ષા આપેલા ઉમેદવારો સીબીએસઈની ઓફિશિયલ વેબસાઇટ cbse.nic.in અને cbseresults.nic.in પર જઇને રિઝલ્ટ જોઈ શકે છે. આ વર્ષે સમગ્ર દેશમાંથી કુલ ૩૧ લાખ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આપી હતી.

આ હોટલમાં છત કે દિવાલ નથી, છતાં એવું ભાડું છે કે જાણીને આંખો થઈ જશે પહોળી

સીબીએસઈએ ૧૪ માર્ચથી જ પેપર ચેકિંગ શરૂ કરી દીધું હતું, મેના પહેલાં અઠવાડિયા સુધી ૧.૭ કરોડ પેપરોની મૂલ્યાંકન પ્રક્રિયા મેના પહેલા સપ્તાહમાં પૂર્ણ થઈ જાય તેવી સંભાવના છે. જેથી પરિણામ સમયસર જાહેર થવાની શક્યતા છે.

20 રૂપિયાની નવી નોટઃ અલોરાનું ગુફા ચિત્ર તેમજ જાણો શું છે અન્ય ખાસીયત

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…