SBIએ બદલ્યો બચત ખાતાનો નિયમ આ તારીખથી થશે લાગુ

સૌથી મોટો સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) માં તમારુ ખાતુ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે પહેલી મે થી બેંક અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કરશે. બેંક હવે આરબીઆઈના નવા ફોર્મ્યુલાને અપનાવશે.

સૌથી મોટો સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) માં તમારુ ખાતુ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે પહેલી મે થી બેંક અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કરશે. બેંક હવે આરબીઆઈના નવા ફોર્મ્યુલાને અપનાવશે. સ્પષ્ટ છે કે એસબીઆઇના સેવિંગ એકાઉન્ટમાં એક લાખ રુપિયાથી વધારે ડિપોઝિટ જમા પર ઓછુ વ્યાજ મળશે, એસબીઆઇએ વ્યાજ સાથે જોડાયેલા નિયમ એક એપ્રિલ 2019થી બદલ્યો છે. એસબીઆઇ પહેલી બેંક છે જે તેને લાગુ કરવા જઇ રહી છે.

પેહલી મેથી ઓછુ મળશે વ્યાજ- બેંકે નિવેદનમાં જણાવ્યું હતું કે 1 લી મે, 2019 થી સ્ટેટ બેન્ક સેવિંગ્સ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયાથી વધુ રકમ પર 0.25-0.75 ટકા ઓછું વ્યાજ આપશે.

  • રૂ. 1 લાખ સુધીના બેલેન્સ હવે 3.5% દર પર વ્યાજ મળશે. આ જ દર 1 લાખથી વધુના વ્યાજ દર 3.25 ટકા રહેશે. આ નવો દર 1 મે 2019 થી લાગુ થશે.
  • એસબીઆઈએ તમામ કેશ ક્રેડિટ્સ અને ઓવરડ્રાફટ એકાઉન્ટ્સને એસબીઆઇના રેપો રેટ સાથે લિંક કર્યા છે. તાજેતરમા જ રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો, જેને લઇ બેંકે ઘટાડો કર્યો છે.

નવો નિયમ મે થી લાગુ થશે

  •  લોકોએ લાંબા સમયથી ફરિયાદ કરી છે કે આરબીઆઈએ વ્યાજના દરમાં ઘટાડો પછી બેન્કોના વ્યાજદર પર તેની અસર જોઈ શકતી નથી. તેથી એસબીઆઇના ગ્રાહકની ફરિયાદો દૂર થશે.
  • બેન્કના ચેરમેન રજનીશ કુમારે કહ્યું છે કે રૂ .1 લાખથી ઓછી લોન અને થાપણો એમસીએલઆર એટલે કે માર્ઝિનલ કાસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેંડિગ રેટ સાથે જોડાયેલ રહેશે,

કેવી રીતે દર થશે નક્કી

  • દેશની સૌથી મોટી બેંકે જણાવ્યું છે કે મેથી એક લાખ રૂપિયાથી વધુની બચત બેંકની તમામ ડિપોઝિટ અને ટૂંકા ગાળાના લોન્સ આરબીઆઇના બેન્ચમાર્ક રેપો રેટ સાથે જોડવામાં આવશે.
  • રેપો રેટ હવે 6% છે. આરબીઆઇ રેપો રેટમાં બેન્કોને ધિરાણ આપે છે, જ્યારે બચત બેંકના દર રેપો રેટ કરતા 2.75 ટકા ઓછા હશે. તે જ સમયે એક લાખથી વધુના ટૂંકા ગાળાની લોન પર રેપો રેટ 2.25% વધુ વ્યાજ પર રાખવામાં આવશે.
  •  આ પહેલી વખત છે કે બેંકે બચત, નાની લોન અને ડિપોઝિટ રેટ્સને રેપો રેટ સાથે સીધો જોડ્યો છે.