સ્વયં સક્ષમ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)

સ્વયં સક્ષમ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)

હેતુ

 • આ યોજના વ્યવસાયિક શિક્ષણ / પ્રશિક્ષણ પાપ્ત કરનાર પછાત વર્ગના યુવાનોમાં આત્મનિર્ભરતાની ભાવના કેળવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ નિગમ પાત્રતા ધરાવતા યુવાનોને સ્વરોજગાર ઉભો કરવા માટે ઓછા વ્યાજદરે લોન સહાય પુરી પાડે છે.

લોન મેળવવાની પાત્રતા

 • અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
 • અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક આવક રૂ. ૩,૦૦,૦૦૦/-થી વઘુ ન હોવી જોઇએ. ૫રંતુ રૂ. ૧,૫૦,૦૦૦/- સુઘીની આવક ઘરાવતા અરજદારોને અગ્રતા આ૫વામાં આવશે.
 • અરજદારે વ્યવસાયિક શિક્ષણ / તાલીમ પ્રાપ્તા કરેલી હોવી
 • અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષ થી ૩પ વર્ષ સુધીની હોવી જોઇએ.

યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ

 • આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ. ૧૦,૦૦,૦૦૦ સુધીની છે.
 • આ યોજનાઓમાં વ્યાજનો દર રૂા.૫,૦૦,૦૦૦/- સુધીની લોન માટે વાર્ષીક ૬ ટકા અને રૂા.૫,૦૦,૦૦૦/- થી ઉપર અને રૂા.૧૦,૦૦,૦૦૦/- સુધીની લોન માટે વાર્ષિક ૮ ટકાનો રહેશે.
 • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૮૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૮૫ ટકા કેન્દ્દીય નિગમના,૧૦ ટકા રાજય સરકારના અને પ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.
 • આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે

લોન જે વ્યવસાયો માટે આપવાની છે તેની ઉદાહરણરૂપ યાદી.

 • ડોકટર, આર્કીટેકટ, સોફટવેર-હાર્ડવેર, ઓટોમોબાઇલ સહિતના ઇજનેર, એડવોકેટ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ , હોટલ મેનેજમેન્ટ, ઘરડાધર, પ્રચાર અને જાહેબખબર, મકાનોની મરામત અને નિભાવ, સુરક્ષા કર્મચારી એજન્સી, સ્પાર્ધાત્મક પરીક્ષા માટેના પ્રશિક્ષણ કેન્દ્રો , સંસ્કૃાતિ અને પ્રવાસન વિભાગ, પ્રિન્ટીંગ પ્રેસ, ડીટીપી, ગ્રાફિકસ વગેરે. ફેશન ડિઝાઇનીંગ/બુટીક, ટે્ક્ષટાઇલ ડિઝાઇનીંગ, ઘરેણા અને ઝવેરાતની ડિઝાઇનીંગ, હિરા ઘસવા અને પોલીસ કરવા, કાસ્ટ કામગીરી/ફર્નીચર, પાર્લર, ફિટનેશ કેન્દ્ર, શિલ્પતકળા, પરંપરાગત કલા કામગીરી વગેરેમાં મૂલ્યવર્ધન.
 • ઉપર દર્શાવેલી યાદી માત્ર ઉદાહરણરૂપ યાદી છે. તેમાં દર્શાવ્યા છે એટલા જ વ્યવસાયો માટે લોન આપવામાં આવશે એવું નથી. ટેકનીકલ રીતે ઉચીત અને નાણાંકીય રીતે સક્ષમ હોય એવા અન્યઆ કોઇપણ પ્રોજેકટ માટે યુવક-યુવતી નાણાં – સહાય મેળવી શકશે.
 • વ્યવસાયિક રીતે ચલાવવામાં આવતા આવા સાહસોને કારણે કૌશલ્ય પ્રાપ્ત/અર્ધકૌશલ પ્રાપ્ત કારીગરો માટે પણ એટલા જ પ્રમાણમાં વેતન પ્રાપ્ત રોજગારી ઉભી થશે અને તેનાથી રાષ્ટ્રની સંપતિમાં વધારો થશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.