સુરતની આગ ની ઘટનામાં આ અસલી ‘હીરો’ એ પોતાનો જીવ જોખમમાં મૂકી બચાવ્યા બાળકો ના જીવ

સુરતની આગ ની ઘટના માં આ અસલી ‘હીરો’ એ પોતાનો જીવ જોખમમાં મૂકી બચાવ્યા બાળકો ના જીવ

સુરતમાં જકાતનાકા વિસ્તાર માં તક્ષશિલા બિલ્ડીંગ માં ચોથા માળ પર કલાસીસ માં ભયાનક આગ લાગી હતી એ અંગે જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 10 જેટલી ફાયરની ટીમો અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.જો કે આ આગ ની ઘટના માં 18 થી વધારે બાળકો ના મૃત્યુ થયા ના સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે.

તક્ષશિલા બિલ્ડીંગ માં આગ લાગવા સમયે એક યુવાન એ પોતાનો જીવ જોખમ માં મૂકીને બે વિદ્યાર્થીઓ ના જીવ બચાવ્યા હતા.આવા ભયાનક સમય માં પોતાની સૂઝબૂજ ગુમાવ્યા વગર આ વ્યક્તિએ કરેલા કાર્ય ના લીધે અસલી હીરો બન્યો હતો.સુરત ના આ અસલી હીરોએ પોતાનો જીવ જોખમ માં મૂકીને બીજા માળેથી આગ થી બચવા કુદતા બાળકો ને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો.

આ યુવાન જેને જીવ જોખમ માં મૂકી ને પણ બાળકો ના જીવ બચાવવા પ્રયાસ કરનાર યુવાન નું નામ કેતન નારણભાઇ જોરવાડિયા છે અને આ યુવાને બે લોકોના જીવ પણ બચાવ્યા અને પોતાના જીવ ને જોખમ માં મૂકી બાળકો ને બચાવવા પ્રયાસો કર્યા હતા.સુરતના અસલી હીરો કેતને જણાવ્યું કે, આગ લાગવાની ઘટના સમયે મે જોયુ કે બાળકો બચવા કૂદકો લગાવી રહ્યા છે તો મે બીજા માળે જઈ તેમને બચાવવાની કોશિસ કરી. બે બાળકોને ઉપરથી ઉતારવામાં સફળ રહ્યો.

ઉલ્લેખનીય છે કે, આગની આ ઘટનામાં 13થી વધુ વિદ્યાર્થીઓ આગમાં બળીને ખાખ થયા હતા. જ્યારે પોતાનો જીવ બચાવવા માટે રીત સરના ચોથા માળેથી નીચે કૂદકા માર્યા હતા.એમાંથી 4 વિદ્યાર્થીઓના મોત થયા છે. આમ કુલ મૃત્યુઆંક 20 પહોંચી ગયો છે.પોતાના વ્હાલસોયા બાળકોના મોતના પગલે વાલીઓમાં શોકની લાગણી ફેલાઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્કૂય ઓપરેશન હાથધરાયું હતું. ઇજાગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આવેલા તક્ષશિલા આર્કેડના બીજા માળે જોરદાર આગ લાગી છે. આગના કારણે એપાર્ટમેન્ટમાં 10 થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આગના કારણે ચોથા માળેથી 10 થી વધારે વિધાર્થીઓએ કૂદીને જીવ બચાવ્યા હતા. અફડાતડફી ના આ માહોલ વચ્ચે પોતાનો જીવ બચાવવા ઉપરથી નીચેલા અને અંદર આગમાં એમ ૧૫ જેટલા વિધાર્થીઓના મોતની આશંકા છે આ આંકડો વધી રહ્યો છે.

આ ભીષણ આગ લગતા આસપાસના અન્ય ફાયર સ્ટેશનના ટેન્કર સહિતની ગાડીઓને બોલાવી લેવામાં આવી છે. પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. આગ પર કાબુ મેળવવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી આવી રહી છે.આ સમગ્ર ઘટના વિષે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ઉપરના માળે કલાસીસ ચાલતા હતા આ ભીષણ આગમાં પોતાનો જીવ બચાવવા કેટલાક વિધાર્થીઓએ ઉપરથી છલાંગ લગાવી હતી પણ અમુકના જીવ ગયા છે અને ઘાયલ વિધાર્થીઓને નજીકની હોસ્પિટલ સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યા છે.

સ્થાનિક લોકોએ જણાવી રહ્યા છે કે ફાયરબ્રિગેડને આગ લાગ્યા અંગે જણાવવામાં આવ્યું હતું તેમ છતાં ફાયર બ્રિગેડ ઘણા સમય બાદ આવ્યું હતું. જેથી જાન હાની વધી છે. પુરતા સાધનો ન હોવાના કારણે આગ પર કાબુ મેળવવામાં સફળતા નથી મળી રહી.તમને જણાવી દઈએ કે બીજા માળે આવેલા ક્લાસીસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે.એ આગ લાગ્યા બાદ આગ થોડી જ ક્ષણોમાં પ્રચંડ બની ગઈ હતી.જેથી ડરના માર્યા બાળકોમાં નાસભાગ મચી ગઈ હતી અને આગ થોડી જ વારમાં બધે ફેલાઈ ગઈ હતી.

ફસાયેલા બાળકોના માતા-પિતા ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પણ ઘટના સ્થળે પહોંચેલા માતા પિતાએ પોતાનું સંતાન અંદર આગમાં ફસાયું હોવાથી ભારે આક્રંદ કર્યું હતું.

આગના પગલે 108 ની એમ્બ્યુલન્સ મારફતે પાંચ વિધાર્થીઓ ને પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેમાંથી એક યુવતીને માથામાં ગંભીર ઈજા હોવાથી સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.ચાર છોકરીઓ દાઝી ગઈ હોવાથી ત્યાં જ સારવાર આપવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે સ્પાર્કલ હોસ્પિટલમાં બેનાં મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

આ આગમાં 18થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાનું સુત્રો જણાવી રહ્યા છે. આગ લાગવા સમયે એક વ્યક્તિ અસલી હિરો બન્યો હતો. જેણે બે વિદ્યાર્થીનીઓના જીવ પોતાનો જીવ જોખમમાં મુકીને બચાવ્યા હતા.સુરતના આ અસલી હીરોએ પોતાનો જીવ જોખમમાં મુકી, આગથી બચવા બીજા માળેથી મોતની છલાંગ લગાવી રહેલા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો.

આગની આ સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીઓના જીવ બચાવવાનો પ્રયાસ કરનાર આ હીરોનું નામ કેતન નારણભાઈ જોરવાડીયા છે, જેણે બે લોકોના જીવ બચાવ્યા અને જીવ જોખમમાં મુકીને અન્ય બાળકોને બચાવવાનો પ્રયાસ કરતો રહ્યો હતો. કેતને જણાવ્યું કે, આગ લાગવાની ઘટના સમયે મે જોયુ કે બાળકો બચવા કૂદકો લગાવી રહ્યા છે તો મે બીજા માળે જઈ તેમને બચાવવાની કોશિસ કરી અને એમાં બે બાળકોને ઉપરથી ઉતારવામાં સફળ રહ્યો.