માત્ર રુ. 13,000 નું રોકાણ કરી આ છોકરાએ 1 વર્ષમાં કરી 50 લાખ રુપિયાની કમાણી !

માત્ર રુ. 13,000 નું રોકાણ કરી આ છોકરાએ 1 વર્ષમાં કરી 50 લાખ રુપિયાની કમાણી !

અત્યાર ના ઈન્ટનેટ ના જમાનામાં લોકો અલગ અલગ રીતે ઓનલાઈન પૈસા કમાય છે તેનું એ નવું ઉદાહરણ બહાર આવ્યું જેમાં માત્ર 13000 ના રોકાણ માં 1 વર્ષ માં 50 લાખ થી વધુ ની કમાણી કરી છે

યુકેમાં રહેતા માંડ 16 વર્ષના છોકરાએ જ આ ઉંમરે એટલા બધા રુપિયા કમાઈ લીધા છે કે તે એક મર્સિડિસ કાર લઈ લે તો પણ તેની પાસે ઘણા બધા રુપિયા બચી જાય. એડવર્ડ રિકેટ્સ નામનો છોકરો ઈસ્ટ લંડનમાં રહે છે. એડવર્ડની લાઈફ પહેલા તેની ઉંમરના બીજા છોકરાઓ જેવી જ હતી. તેણે  બચાવેલા રૂપિયા કપડાં, ડ્રિંક કે બીજા કશા પાછળ ઉડાવી દેવાને બદલે કમાણી કરવાનું નક્કી કર્યું, અને તેને લાગ્યું કે કરન્સી માર્કેટમાં તે ઓછા સમયમાં વધુ રુપિયા બનાવી શકે તેમ છે.

એડવર્ડને ફોરેક્સ માર્કેટ અંગે સમજણ નહોતી. તેણે યૂટ્યૂબ પર તેના વિશે વિડીયો જોવાના શરુ કર્યા. તે ધીરે-ધીરે શીખી ગયો કે કઈ રીતે કરન્સી માર્કેટમાં રુપિયા રોકીને મોટો નફો કમાઈ શકાય છે. આખરે તેણે  શીખેલી વસ્તુઓ કામે લગાડવાનું શરુ કર્યું,  એક જ વર્ષમાં તે 13,500 રુપિયામાંથી 55.24 લાખ રુપિયા જેટલી  રકમ કમાઈ ગયો. તેને ઈન્સ્ટાગ્રામ પર એક એડવાઈઝર મળ્યો હતો, જોકે તે એડવર્ડને હંમેશા એમ કહે રાખતો કે તેને કરન્સી માર્કેટમાં કમાવું હોય તો તેની પાસેથી કોચિંગ લેવું પડશે.

એડવર્ડનું કહેવું છે કે બ્રેક્ઝિટનો તેને પ્રોફિટ બનાવવામાં જોરદાર ફાયદો થયો. યુકે અને યુરોપિયન યુનિયનના ન્યૂઝ સતત ફોલો કરતો હતો અને તેનાથી કરન્સી માર્કેટમાં શું ફરક પડી શકે તેનો અભ્યાસ કરતો હતો.

અહીં પ્રકાશિત કરવામાં આવેલ સમાચાર અમને મળેલ માહિતી આધારીત છે. જેની અમે પુષ્ટિ કરતા નથી અને આવી કોઈ એપ્લિકેશન માં પૈસા કમાવવા માટે પહેલાં એના વિશે પુરી જાણકારી મેળવી તમે જાતે નિર્ણય લો