પીએમ મોદી ની હત્યા ની સાજીશ કરતો તેજ બહાદુર નો કથિત વિડિઓ વાઇરલ

પીએમ મોદી ની હત્યા ની સાજીશ કરતો તેજ બહાદુર નો કથિત વિડિઓ વાઇરલ

જ્યારે થી પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી લડવા આવ્યા ત્યાર થી બીએસએફ ના બરતરફ જવાન તેજ બહાદુર નું નામ ચર્ચાઓમાં છેસપા પાર્ટી દ્વારા તેજ બહાદુર ને ઉમેદવાર જાહેર કરાયા હતા પરંતુ તેમનું નામાંકન રદ થતા હવે સપા એ બીજા ઉમેદવાર ને ચૂંટણી લડાવવી પડશે.ત્યારે સોમવારે તેજ બહાદુર નો એક કથિત વિડિઓ વાઇરલ થયો છે જેમાં કથિત તેજ બહાદુર પીએમ મોદી ની હત્યા ની વાત કરી રહ્યા છે.

તેજ બહાદુર યાદવ નો કથિત વિડિઓ વાઇરલ થયો જેમાં કથિત રીતે પીએમ મોદી ની હત્યા માટે 50 કરોડ રૂપિયા માંગતા દેખાઈ રહ્યા છે.કેટલીય સમાચાર ચેનલોએ આ વિડિઓ પ્રસારીત કર્યો છે.પરંતુ હજુ સુધી આ વિડિઓ ની પૃષ્ટિ નથી થઈ.ભાજપ એ આ વિડિઓ ની કડી નિંદા કરી છે અને પાર્ટી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ એ સોમવારે કહ્યું કે,વિડિઓ એ દર્શાવે છે કે પોતાની હાર ની સંભાવના જોઈને રાજનીતિક પ્રતિદંન્દ્રિ કેટલા ગીર ગયા છે કે હિંસક તરીકાઓ ના સહારા લેવાનું પણ નથી ચૂકતા.

નરસિમ્હા રાવ એ કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસ એ પાછળ ના વર્ષે ‘શહેરી નકસલી’ ની મોદી ને મારવાની એક આવી યોજના નો પર્દાફાશ કર્યો હતો.આ બહુજ ધક્કો પહોંચાડે એવી વાત છે કે પીએમ ની હત્યા ની એક બીજી સાજીશ સામે આવી છે.એ પણ એક એવા વ્યક્તિ દ્વારા જેને સપા એ પીએમ ની સામે વારાણસી થી લોકસભા ચૂંટણી માં ઉમેદવાર બનાવ્યો હતો.

આ પણ વાંચો – 20 રૂપિયાની નવી નોટઃ અલોરાનું ગુફા ચિત્ર તેમજ જાણો શું છે અન્ય ખાસીયત

નરસિમ્હા રાવ એ કથિત વિડિઓ ના આધારે આરોપ લગાવ્યો કે,તેજ બહાદુર એ સ્વીકારતા દેખાઈ અને સંભળાઈ રહ્યા છે કે એમનો આતંકી સંગઠન હિજબુલ મુંજાહિદ્દીન અને લશ્કર એ તાઈબા સાથે સંપર્ક છે.રાવ એ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે જ્યારે મહારાષ્ટ્ર પોલીસે મોદીની હત્યા ની સાજીશ નો ખુલાસો કર્યો હતો ત્યારે પાર્ટીએ સાજીશ રચવા વારા નો પક્ષ લીધો હતો.

જાણો તેજબહાદુર યાદવ એ વાઇરલ કથિત વિડિઓ વિશે શું કહ્યું,કર્યો મોટો ખુલાસો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે બનારસ લોકસભા સીટથી નામાંકન રદ થયા પછી બીએસ એફ ના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવ નો એક વિડીયો ટીવી ચેનલ પર ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં તેજ બહાદુર યાદવ એ કહેતા નજર આવી રહ્યા છે કે તે ૫૦ કરોડ રૂપિયા મળવા પર મોદીને મારી શકે છે. હાલમાં ટીવી ચેનલોવાળા એ આ વિડીયોની સત્યતા ની કોઈ જવાબદારી લીધી નથી. વિડીયોથી ખબર નથી પડી રહી કે તે કેટલો જુનો છે.એક હિન્દી મીડિયા સાથે થયેલી વાતચીત માં તેજ બહાદુરએ બતાવ્યું કે, આ વિડિઓ એડિટ કરાઈ છે. આ બે વર્ષ જૂના છે.

આ પણ વાંચો – આ હોટલમાં છત કે દિવાલ નથી, છતાં એવું ભાડું છે કે જાણીને આંખો થઈ જશે પહોળી

તે આગળ કહે છે કે જયારે બે વર્ષ પહેલા મને બીએસએફ એ બરતરફ કર્યો હતો ત્યારે હું જંતર મંતર પર ધરણા પ્રદર્શનમાં શામેલ થયા હતા. તે સમયે દિલ્લી પોલીસના એક કોન્સ્ટેબલથી મુલાકાત થઈ હતી. તેનું નામ પંકજ શર્મા હતું. તે કેહતો હતો કે તે પોલીસ સ્ટેશન માં થતી અમુક વસ્તુઓ થી પરેશાન હતો. ત્યાંથી મારી તેની જોડે વાતચીત ચાલુ થઈ. મારી સાથે ઘણી જગ્યા એ આવતો પણ હતો અને મારા વિડીયો પણ બનાવ્યા હતા. મોડું થઈ જતું ત્યારે એના ઘરે પણ લઈ જતો હતો. વિડીયો વાઈરલ થયો તે માટે એમણે મને ૧૦ દિવસ પહેલા ફોન કરી કહ્યું હતું કે ૧૦ લાખ રૂપિયા આપો નહી તો વિડીયો વાઈરલ કરી દઈશ. મેં કહી દીધું કે ૧૦ રૂપિયા પણ નથી મારી પાસે. કરી દે વાઈરલ.

આ પણ વાંચો – ખેડૂતો માટે કામ કરશે રોબોટ, જાણો પુરી વિગત

વધુમાં તેજ બહાદુર એ કહ્યું કે,આજે જયારે હું સુપ્રીમ કોર્ટ જાવ છું તો એ વિડીયો ચલાવીને બદનામ કરવાની કોશિશ કરી રહ્યો છે.
તેજ બહાદુર મુજબ, તે મને એક વાર પહેલા પણ બ્લેકમેલ કરી ચુક્યો છે. છેલ્લીવાર જયારે તેમણે એવા જ એક વિડીયો ટીવી ચેનલ પર આપ્યો હતો. ત્યારબાદ મને રોહિણી ક્રાઈમ બ્રાંચ બોલાવ્યો હતી પરંતુ તપાસમાં કઈ મળ્યું નહી. તે રાજસ્થાન નો છે. જંતર મંતર પર ધરણા દરમ્યાન ફૌજી એકતા ન્યાય કલ્યાણ મંચ બનાવ્યું જેનો હેતુ સૈનિકો ની કાનૂની મદદ કરવાનો હતો.

આ પણ વાંચો – ફેની વાવાઝોડામાં ભારતની આ કમાલ જોઈને દુનિયાના દેશો ચોંકી ગયા

સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવા તેજ બહાદુરે કહ્યું કે, તે ડર્યા વગર મુકાબલો કરશે. ચુંટણી સુધી બનારસ માં જ રહેશે. ૧૨ મેં ના દિવસે હરિયાણા વોટ આપવા જરૂર આવશે.બે વર્ષ પહેલા તેજે બીએસએફ માં મળેલા ખરાબ ખાવના વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. ત્યાર બાદ બીએસએફ ને તેને બરતરફ કરી દીધા હતા. એપ્રિલમાં સપા-બસપા રાલોદે યુપીના બનારસમાંથી તેજ બહાદુર ને નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમનો ઉમેદવાર ઘોષિત કર્યો હતો પરંતુ ચુંટણી ના આયોગે તેજ બહાદુરનું નામ જ રદ કરી દીધું.

આ પણ વાંચો – હવે વોટ્સએપ પર પણ થશે ઓનલાઇન શોપિંગ : આવી રહ્યું છે જોરદાર ફીચર

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. સરકારી ભરતી વોટ્સએપ ગ્રુપ આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…