ગુજરાતની 26 લોકસભા બેઠક અને 4 વિધાનસભા(પેટાચૂંટણી) બેઠકો પર મતદાન, પીએમ મોદીએ મતદાન કર્યું

  • 1 રાજ્યસભા સાંસદ, 1 મંત્રી, 12 ધારાસભ્ય, 4 પૂર્વ સાંસદ, રાજ્યના વિપક્ષી નેતા અને 4 પૂર્વ કેન્દ્રીય મંત્રી મેદાનમાં
  • પીએમ મોદીએ માતાના આશીર્વાદ લીધા બાદ મતદાન કર્યું

ગુજરાતની 26 લોકસભા બેઠકો અને વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. રાજ્યમાં 4.51 કરોડ મતદારો માટે ઉભા કરવામાં આવેલા 51,851 મતદાન કેન્દ્રો પરથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં અનેક સ્થળોએ ઈવીએમ ખોટકાયા છે. મોદી માતા હીરાબાનાં આશીર્વાદ લેવા માટે તેમના રાયસણ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે અમદાવાદના રાણીપ ખાતે નિશાન હાઇસ્કૂલ રૂમ નંબર 3માં મતદાન કર્યું. જ્યાં તેને આવકારવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ પહોંચ્યા હતા.

ગુજરાત લોકસભાની 26 બેઠકો પરથી કુલ 371 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. સૌથી વધુ ઉમેદવાર(31) સુરેન્દ્રનગર તો સૌથી ઓછા પંચમહાલ(6)માં છે. રાજ્યમાં આશરે 10 લાખ મતદારો પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત 13 રાજ્ય, 2 કેન્દ્ર શાસિત પ્રદેશની 116 સીટ પર વોટિંગ શરૂ થયું છે.

અમદાવાદના ખોખરામાં આવેલી કે.કે. શાસ્ત્રી કોલેજના મતદાન મથક નંબર-7 પર અધિકારીએ મતદાન રોકી રાખતા મતદારોએ હોબાળો કર્યોં

મુખ્ય રાજકીય પક્ષ ભાજપ- કોંગ્રેસના ઉમેદવારોનું લિસ્ટ

બેઠક ભાજપ ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર
કચ્છ ‌વિનોદ ચાવડા નરેશ મહેશ્વરી
બનાસકાંઠા પરબત પટેલ પારથી ભટોળ
પાટણ ભરતસિંહ ડાભી જગદીશ ઠાકોર
મહેસાણા શારદા પટેલ એ.જે. પટેલ
સાબરકાંઠા દિપસિંહ રાઠોડ રાજેન્દ્ર ઠાકોર
ગાંધીનગર અમિત શાહ ડૉ. સી.જે.ચાવડા
અમદાવાદ(પૂ.) એચ.એસ પટેલ ગીતા પટેલ
અમદાવાદ(પ.) ડૉ. કિરીટ સોલંકી રાજુ પરમાર
સુરેન્દ્રનગર ડો મહેન્દ્ર મંજપુરા સોમા ગાંડા પટેલ
રાજકોટ મોહન કુંડારિયા લલિત કગઠરા
પોરબંદર રમેશ ધડૂક લલિત વસોયા
જામનગર પૂનમ માડમ મુળુ કંડોરિયા
જૂનાગઢ રાજેશ ચુડાસમા પૂંજા વંશ
અમરેલી નારણ કાછડિયા પરેશ ધાનાણી
ભાવનગર ડૉ. ભારતી શયાળ મનહર પટેલ
આણંદ મિતેષ પટેલ ભરતસિંહ સોલંકી
ખેડા દેવુસિંહ ચૌહાણ બીમલ શાહ
પંચમહાલ રતનસિંહ રાઠોડ વી.કે.ખાંટ
દાહોદ જશવંતસિંહ ભાભોર બાબુ કટારા
વડોદરા રંજન ભટ્ટ પ્રશાંત પટેલ
છોટાઉદેપુર ગીતા રાઠવા રણજિતસિંહ રાઠવા
ભરૂચ મનસુખ વસાવા શેરખાન પઠાણ
બારડોલી પ્રભુ વસાવા તુષાર ચૌધરી
સુરત દર્શના જરદોશ અશોક અધેવડા
નવસારી સીઆર પાટીલ ધર્મેશ પટેલ
વલસાડ ડૉ. કે સી પટેલ જીતુ ચૌધરી

2014માં 26 લોકસભા બેઠકો પરનું પરિણામ

બેઠક વિજેતા (ભાજપ) રનર-અપ (કોંગ્રેસ) સરસાઇ
ખેડા દેવુંસિંહ ચૌહાણ દિનશા પટેલ 232901
નવસારી સી.આર.પાટીલ મક્સુદ મિર્ઝા 558116
વડોદરા રંજનબેન ભટ્ટ નરેન્દ્ર રાવત 329507
સુરત દર્શના જરદોશ નૈષધ દેસાઇ 533190
ગાંધીનગર એલ.કે.અડવાણી કિરિટ પટેલ 483121
અમ. (પૂર્વ) પરેશ રાવલ હિંમત પટેલ 326633
અમ.(પશ્ચિમ) કિરીટ સોલંકી ઇશ્વર મકવાણા 320311
ભાવનગર ભારતી શિયાલ પ્રવિણ રાઠોડ 295488
પોરબંદર વિઠ્ઠલ રાદડીયા કાંધલ જાડેજા(NCP) 267971
કચ્છ વિનોદ ચાવડા દિનેશ પરમાર 254482
રાજકોટ મોહન કુંડારીયા કુંવરજી બાવળીયા 246428
દાહોદ જશવંત ભાભોર પ્રભા તાવિયાડ 230354
મહેસાણા જયશ્રી પટેલ જીવણ પટેલ 208891
વલસાડ કે.સી.પટેલ કિશન પટેલ 208004
સુરેન્દ્રનગર દેવજી ફતેપરા પટેલ સોમાભાઇ 202907
બનાસકાંઠા હરીભાઇ ચૌધરી જોઇતા પટેલ 202334
છોટાઉદેપુર રામસિંહ રાઠવા નારણ રાઠવા 179729
જામનગર પૂનમ માડમ વિક્રમ માડમ 175289
પંચમહાલ પ્રભાત ચૌહાણ રામસિંહ પરમાર 170596
અમરેલી નારણ કાછડીયા વિરજી ઠુમ્મર 156232
ભરૂચ મનસુખ વસાવા જયેશ પટેલ 153273
પાટણ લીલાધર વાઘેલા ભાવસિહં રાઠોડ 138719
જૂનાગઢ રાજેશ ચુડાસમા પુંજાભાઇ વંશ 135832
બારડોલી પ્રભુભાઇ વસાવા તુષાર ચૌધરી 123884
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ શંકરસિંહ વાઘેલા 84455
આણંદ દિલીપ પટેલ ભરત સોલંકી 63426