પાટણ અને બનાસકાંઠામાં પાણીની ગંભીર સ્થિતિ

ઉત્તર ગુજરાતમાં ગત ચોમાસુ નિષ્ફળ જતા ઉનાળાની આકરી ગરમી હવે માથે ચઢી રહી છે. પીવાના પાણીની ભયંકર કટોકટી વચ્ચે ખેડૂતો, પશુપાલકો અને શ્રમિકો આકરી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શિયાળા દરમિયાન કાળજી નહી લેતા અને ત્યારબાદ ચુંટણીમાં પડી ગયેલા તંત્રને હવે ધોળા દિવસે તારા દેખાઈ રહ્યાનો ઘાટ બન્યો છે.

પાટણ જિલ્લાના હારીજ, સમી, રાધનપુર અને સાંતલપુર તાલુકાના 50થી વધુ ગામોમાં પાણીની સ્થિતિ કંટ્રોલ બહાર જવાની ભીતિ છે. તળાવો, નાળા, નદીઓ, કૂવાઓ ખાલીખમ હોવાથી પશુપાલકો પોતાના ઢોર-ઢાંખરને ઘરે જ પાણી પીવડાવવા મજબૂર બન્યા છે. ગામબોર નથી તેવા ગામોને નર્મદાનું પાણી ઘટી ગયું છે. આથી ટેન્કરરાજ શાસન આવ્યું છે. જોકે, ધરોઈ સહિતના ડેમમાં માંડ-માંડ પીવાનું પાણી ઉનાળા સુધી ચાલે તેવા રાહતના સમાચાર છે.

બનાસકાંઠા જિલ્લાના થરા, કાંકરેજ અને થરાદ પંથકના ગામો મીની દુષ્કાળ સામે ઝઝૂમી રહ્યા છે. સવારમાં ઉઠીને કામે જવાના બદલે સૌથી પહેલા પાણી શોધવું પડી રહ્યું છે. ગામના ખાનગી બોર માલિકોને પીવાનું પાણી આપવા આજીજી થઈ રહી છે. છેલ્લા કેટલાય વર્ષો બાદ બન્ને જિલ્લાનો 30 ટકાથી વધુ વિસ્તાર ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, નિષ્ફળ ચોમાસા બાદ શિયાળામાં ખાસ મુશ્કેલી પડી ન હતી. આ પછી તંત્ર અને રાજકારણીઓ લોકસભા ચુંટણીમાં વ્યસ્ત બન્યા હોવાથી પાણીનો પ્રશ્ન દબાઈ ગયો હતો. આથી ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પ્રશ્ન દબાયેલી સ્પ્રીંગ જેમ ઉછળે તેમ ઉભો થયો છે. તંત્રની બેદરકારી, પૂર્વ તૈયારીનો અભાવ અને અન્ય કામોને પ્રાથમિકતા આપતા મામલો ગંભીર બની ગયો છે.

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. સરકારી ભરતી વોટ્સએપ ગ્રુપ આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…