ગુજરાતમાં વરસાદની આગાહી, 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ

ગુજરાતમાં વરસાદની આગાહી, 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ

ઓડિશામાં ભયંકર તોફાન બાદ હવે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં  હળવા વરસાદની આગાહીના પગલે શહેરમાં હળવા પવનો ફૂંકાવાની શક્યતા વચ્ચે અમદાવાદીઓને ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે અને શનિવારે બનાસકાંઠા, સાંબરકાંઠા, પાટણ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વીજળીના ચમકારા સાથે વરસાદ પડી શકે  છે.

હવામાન વિભાગના ના જણાવ્યા અનુસાર રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં દરિયાઈ સપાટીથી 2.1-3.1 કિમી ઉપર અપર એર-સાયક્લોન સર્ક્યુલેશન સર્જાવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.અમદાવાદ શહેરમાં કદાચ વરસાદ ન પડે પરંતુ વાતાવરણ ઠંડું રહી શકે છે.

ગુરુવારે શહેરમાં 39.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે એવરેજ તાપમાનથી 1.6 ડિગ્રી ઓછું હતું જ્યારે લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી હતું જે એવરેજથી 0.7 ડિગ્રી ઓછું હતું.હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, અમરેલી અને કચ્છમાં 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડશે.

આગાહી / આગામી 72 કલાકમાં હવામાનમાં પલટો, 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ

આગામી 72 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં 30-40 કિમી ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે. વાતાવરણ પલટાતા લોકોને ગરમીમાં આશિંક રાહત મળશે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેથી વરસાદી ઝાપટું પડવાની પણ સંભાવના છે. 72 કલાક બાદ ફરીથી ગરમીમાં વધારો થઈ શકે છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, અમરેલી અને કચ્છમાં 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડશે, જેથી આસપાસના વિસ્તારોમાં ગરમીથી રાહત મળશે.

રાજ્યમાં વરસાદ સાથે ત્રાટકી શકે છે વાવાઝોડુ, તમામ અધિકારીઓને અલર્ટ રહેવા આદેશ

હવામાન વિભાગ દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં આજથી ત્રણ દિવસ સુધી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની પ્રતિકલાક ઝડપ રહેવાની શકયતા છે. જેની અસર અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, સૂરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં જોવા મળી શકે છે.

ગુજરાતના દક્ષિણ વિભાગમાં તેમજ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્કિય થઈ છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ઝાપટાં તો કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.

તો આગામી 72 કલાકમાં 40 કિમીની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. આગામી 12 મે સુધીમાં થન્ડર સ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, રાજકોટ, કચ્છ, પાટણ, અમરેલી, અરવલ્લી, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં તેની અસર થઈ શકે છે.

તો આ સ્થિતિના કારણે રાજ્યમાં ગરમીનો પારો પણ થોડો નીચે ગયો છે. જેથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી છે. તો આ તરફ રાજકોટમાં કલેક્ટરે તમામ અધિકારીઓને અલર્ટ રહેવા અને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપ્યો છે.