ખોટા બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો આ રીતે પૈસા પરત મેળવો, જાણો શું કરવું

આપણે ઘણીવાર બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતી વખતે ભૂલથી બેંક અકાઉન્ટ નંબર ખોટો નાખવાથી પૈસા ખોટા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે.ઓનલાઇન વધતા ચલણના કારણે આ પ્રકારની સમસ્યાઓ વધી રહી છે. લોકોને એ વાતની જાણકારી જ નથી હોતી કે ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું જોઇએ અને આ પૈસા કેવી રીતે પાછા મેળવી શકાય ?

જો કોઈ બીજાના ખાતામાં અથવા વધુ પૈસા ટ્રાન્સફર થઈ જાય તો વહેલી તકે તમારી બેંકને જાણ કરો. જો તમારું અને સામેવાળી વ્યક્તિનું ખાતું એક જ બેંકમાં હશે તો ઝડપથી સમસ્યાનું સમાધાન થઈ જશે. આવા કિસ્સામાં એકથી  બે દિવસની અંદર તમારા પૈસા પાછા મળી જશે. રિઝર્વ બેંકની માર્ગદર્શિકા પ્રમાણે  જો પૈસા બીજા ખાતામાં ભૂલથી જમા થઈ જાય તો બેંકે શક્ય એટલી વહેલી તકે પગલાં લેવા પડશે. બેંકે ગ્રાહકની મદદ કરવાની જવાબદારી રહશે અને પૈસા સાચા ખાતામાં જમા કરાવવાના રહેશે.

તમે ટ્રાન્ઝેક્શનના પ્રુફ માટે ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ પણ  બેંકમાં રજૂ કરી શકો છો.બાદમાં બેંક તમારી પ્રોસેસ શરૂ કરશે, જેમાં 2થી 3 દિવસનો સમય લાગે છે. જો પૈસા મોકલનાર અને રિસીવરનું અકાન્ટ એક જ બેંકમાં છે તો આ પ્રોસેસ ઝડપથી પૂરી થઈ જાય છે. જો બીજી બેંકમાં હોય તો સમય થોડો વધુ લાગી શકે છે.

બીજી બેન્ક હોય તો એ બેંકની બ્રાંચમાં જઇને તમારે ફરિયાદ નોંધાવવી પડશે. બેંક પોતાના ગ્રાહકની પરવાનગી વિના કોઈને પણ પૈસા ટ્રાન્સફર કરી શકતું નથી. બેંકો પોતાના ગ્રાહકો વિશે માહિતી પણ પૂરી પાડતી નથી. તેથી તમારે એ બેંકને બધી પરિસ્થિતિ સમજાવવી પડશે. બાદમાં બેંક એ ખાતાના માલિકને જાણ કરશે અને પૈસા પાછા તમારા ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહેશે.

આ તો વાત કરી બેન્ક મુદ્દે પણ જો કદાચ સામેવાળી વ્યક્તિ  પૈસા પરત કરવાની ના પાડી દે તો તમે તેની સામે કેસ દાખલ કરી શકો છો.

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. સરકારી ભરતી વોટ્સએપ ગ્રુપ આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…