સમીની મહિલા કોન્સ્ટેબલનો પ્રકૃતિપ્રેમ પ્રજા સેવા સુધી લઈ ગયો

પાટણ જિલ્લાના સમી તાલુકાની રહેવાસી અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલ પરિણીત મહિલાના અનોખા પ્રકૃતિપ્રેમની ઉત્તર ગુજરાત સહિત પાટણ અને સુરેન્દ્રનગર બન્ને પડોશી જિલ્લામાં પ્રસંશા થઈ રહી છે. તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ દિવસની પૃથ્વી વાસીઓએ ઉજવણી કરી પરંતુ સોશ્યલ મિડીયામાં કેટલાક દિવસ પુરતી જ પર્યાવરણ પ્રત્યે જાગૃતિની વાતો થાય છે. ખરેખર જોવા જઈએ તો પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. દરેક આમ નાગરિકે આજે જે મહિલા કોન્સ્ટેબલની વાત કરવાની છે તેમના પ્રેરણાદાયી કાર્યના રસ્તે ચાલવાથી જ ગ્લોબલ વોર્મિગની સમસ્યાથી છૂટકારો થશે અને પર્યાવરણની સાચી જાગૃતિ સાથે જતન કરી શકાશે.

આ પર્યાવરણ પ્રેમી ભાવનાબેન પશાભાઈ ભાલૈયા મહિલા કોન્સ્ટેબલ સમી તાલુકાના સમશેરપુરા ગામના વતની છે. જેઓ સુરેન્દ્રનગર જિલ્લામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેમણે અનોખી ટેક લીધી હતી કે, પોલીસ ખાતામાં પોતાની પસંદગી થશે તો પ્રથમ માસના પુરા દિવસનું વેતન તેઓ પ્રકૃતિના જતન અને જાળવણી પાછળ ખર્ચ કરશે. આમ પણ કહેવાય છેકે, કણ કણમાં જીવ રહેલો છે. તે રીતે પ્રકૃતિએ તેમની આ પ્રાર્થના સાંભળી આજથી આશરે બે વર્ષ અગાઉ 22-5-2017ના રોજ ગુજરાત પોલીસ ખાતામાં પસંદગી પામ્યા હતા. જેથી તેઓએ ટ્રેનીંગ સમય પુરો કર્યા બાદ ગામમાં આવી પ્રથમ વેતન પર્યાવરણની જાળવણીમાં ખર્ચ કરતા પંથકમાં પ્રશંસાને પાત્ર બન્યા છે. કરોડો રૂપિયાના મોજશોખ કરતા લોકો માટે આ મહિલા પ્રેરણાદાયી બની રહ્યા છે.

જન્મ દિવસ યાદગાર બની રહ્યો, પગારના રૂ.19,500માં કુદરતનું જતન

પ્રથમ પગારની રકમ પર્યાવરણના જતનમાં વાપરવા માટે સમય અને સંજોગો પણ એવા ઉભા થયા કે પોતાના જન્મ દિવસે જ પર્યાવરણની સેવામાં વાપરી મહિલા કોન્સ્ટેબલે આ જનમને કાયમ માટે યાદગાર બનાવી દીધો છે. પ્રથમ પગારના 19,500 રૂપિયા વૃક્ષારોપણ અને પક્ષીઓના ચણ તથા માળા અને પાણીના કુંડા માટે વાપર્યા હતા. તેમજ પોતાના ગામમાં આવેલ વિવિધ જગ્યાએ એક હજાર જેટલા વૃક્ષો વાવવાનુ અને એની સંભાળ માટે ગામના યુવક મંડળના સહયોગથી 500 પાણીના કુંડા અને માળાઓનું વિતરણ કર્યું હતું. આમ આ કોન્સ્ટેબલે જીવનમાં જેની કોઈ દિવસ કિંમત અંકાય નહી તેમ પર્યાવરણનું જતન કર્યું છે. સાથે જ આપણી ભાવી પેઢી માટે પૃથ્વી પર નરી આંખે દ્રશ્યમાન થઈ રહેલ કુદરતનું જતન કરવાની પ્રેરણા પુરી પાડી આનંદ વ્યક્ત કર્યો હતો.

News By – અટલ સમાચાર

નવી BPL યાદી 2019 ગુજરાત સરકાર ની જાહેરાત અહીં કિલક કરો

હવે 1 કલાકમાં મળશે ડ્રાઇવિંગ લાયસન્સ, નહીં જોવી પડે રાહ વધુ જાણવા માટે અહિ કિલક કરો

ધોરણ ૧૦ અને ૧૨ પછી શું ? વધુ જાણવા માટે અહિ કિલક કરો