જેને આખો દેશ શોઘી રહ્યો છે તે પીળી સાડીવાળી ચૂંટણી અધિકારીની આખરે ઓળખ મળી

જેને આખો દેશ શોઘી રહ્યો છે તે પીળી સાડીવાળી ચૂંટણી અધિકારીની આખરે ઓળખ મળી

દેશમાં લોકસભા ચૂંટણી 2019 તેના પૂરા જોશ પર ચાલી રહી છે. જેમાં નેતાઓની બયાનબાજીથી લઈને વિવાદિત નિવેદનોએ દેશના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક પીળી સાડીવાળી મહિલા રિટર્નિંગ ઓફિસર ખૂબ ચર્ચામાં છે.  આ મહિલા પોલિંગ ઓફિસરની એકસાથે અનેક તસવીરો વાયરલ થઈ ગઈ છે.

ફેસબૂક પર આ તસવીરને શેર કરતા કહેવામાં આવ્યું કે નલિની સિંહ નામની આ મહિલા ‘મિસિસ જયપુર’ છે. આ સાથે ચુંટણીમાં તેમની ફરજ ઈએસઆઈ નજીક કુમાવત સ્કૂલમાં થઈ હતી. જ્યાં તેમના પોલિંગ બૂથ પર 100 ટકા મતદાન થયું છે. અધિકારીની આ તસવીરોને હજારો લોકોએ શેર કરી. પરંતુ તપાસ કરતા સામેં આવ્યું કે આ મહિલા નલિની સિંહ નથી પરંતુ કોઈક બીજું જ છે.

વિધાનસભા ગુજરાત: જાણો પરિણામ બાદ કયા મંત્રીઓ થઇ શકે ઘરભેગા ?

આ તસ્વીર  લખનૌની છે અને ફોટો જર્નલિસ્ટ તુષાર રૉયે આ મહિલા અધિકારીની તસવીરો પાડી હતી. EVM લઈ જતી આ મહિલા  લખનૌ pwd વિભાગમાં કર્મચારી છે. તેમનું  નામ રીના દ્વિવેદી છે.

સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી આ તસવીરો 5 મે 2019ની છે.  ચૂંટણીના એક દિવસ પહેલાની છે. આ દિવસે રીના દ્વિવેદી લખનૌના નગરામ બૂથ નંબર 173 પર હતા. તેઓ ચૂંટણી પૂર્વ તૈયારીની તપાસ કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે હું તો મારી ફરજ નિભાવી રહી હતી.

જ્યારે હું મારી ટીમ સાથે EVM સાથે પરત ફરી રહી હતી ત્યારે જ કોઈ પત્રકારે અમારી અનેક તસવીરો લીધી હતી. જે વાયરલ થઈ ગઈ હતી. હવે રસ્તા પર જતી હોવં તો પણ લોકો મારી સાથે સેલ્ફી લેવા માટે ઉભા રહી જાય છે.

તેણી વધુમાં કહે છે કે તેમની તસવીરો પર કેટલાક પોઝિટિવ તો કેટલીક નેગેટિવ વાતો ફેલાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે તેમના મતદાન કેન્દ્ર પર 70% મતદાન થયું હતું. તસવીરો સાથે જે 100 ટાકા મતદાનની વાતો કહેવામાં આવે છે તે તદ્દન ખોટી છે. હાલ તો લોકો સોશિયલ મીડિયામાં સાચુ ખોટું લખીને તેમની તસવીરો વાયરલ કરી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીનોઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આ માહોલમાં પણ લોકો  કઈક નવું શોધી લાવે છે. એમાં પણ સોશિયલ  મિડિયા આજે એવું માધ્યમ બની ગયું છે કે નાનામાં નાની વાત પણ લોકો સુધી પહોંચી જાય છે. સોશીયલ મિડિયા દ્વારા વ્યક્તિ રાતો રાત સ્ટાર બની જાય છે, એવાં ઘણા વ્યક્તિઑ છે, જે એક દિવસમાં સોશિયલ મિડિયાથી ફેમસ થઈ ગયા.

જે વ્યક્તિને કોઈ ન ઓળખતું હોય એ વ્યક્તિ એક દિવસમાં આખી દુનિયામાં છવાઈ જાય. જે માત્ર સોશિયલ મીડિયાથી જ થઈ શકે છે. એવાં કેટલાય વ્યક્તિ છે, જે રાતોરાત સ્ટાર બની ગયા. જેમાં  ડૂગું અંકલ, મૈથેલી ઠાકુર, પ્રિય વારિયર્સને આજે ઘણા બધાં લોકો ઓળખે છે.જેનું એકમાત્ર કારણ સોશિયલ મીડિયા છે.

હાલમાં જ એક મહિલા પણ સોશિયલ  મિડિયા પર ખૂબ ચર્ચામાં છે. લોકસભાની ચૂંટણીનો ગરમાવો દેશભરમાંચાલી રહ્યો છે,ત્યારેઆ ઘટનાક્રમ વચ્ચે ચૂંટણી દરમિયાન જ એક એવી બાબત સામે આવી છે જેણે દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે.આજે  દરેક જગ્યાએ બસ આ મહિલા વિશે જ વાતો ચાલી રહી છે, અને પણ સોશિયલ મીડિયામાં પણ ભારે ધમાલ મચાવીછે.

સામાન્ય રીતે કોઈ ચૂંટણી અધિકારીને યાદ કરતા જ એક થાકેલો અને વયસ્ક ચહેરો નજર સામે તરી આવે છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં લખનૌના એક મહિલા અધિકારી ચર્ચાનો વિષય બન્યા છે. વાત છે PWD વિભાગમાં કામ કરતા અને હાલ ચૂંટણીની ડ્યૂટીમાં વ્યસ્ત એક મહિલા અધિકારીની. આ મહિલા અધિકારી તેમની અદભુત સુંદરતાના કારણે ચર્ચાનો વિષય બન્યા છે.